SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૪ પ્રતિમાશતક | શ્લોક: ૫ સ્થાપન કરેલ દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તે કથન, ન્યૂન નામના નિગ્રહસ્થાનની પ્રાપ્તિરૂપ છે. તેથી પ્રતિવાદીનો પરાજય થાય. માટે પ્રતિવાદીએ દ્રવ્યસ્તવમાં ધર્મ સ્થાપન કરવો હોય તો ઉભય નયથી સ્થાપન કરવો જોઈએ. તેથી પ્રમાણથી દ્રવ્યસ્તવમાં ધર્મ છે તેમ સિદ્ધ થાય. માટે ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેનું સ્થાપન પર્યાયાસ્તિકનયથી કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી પણ કરેલ છે. તેથી દ્રવ્યાસ્તિકનયથી ધર્મનું લક્ષણ કરવામાં પ્રશાંતભાવથી થતી પૂજા અને અપ્રશાંતભાવથી થતી પૂજાને ગ્રહણ કરીને ધર્માધર્મનો સંકર દોષ હોવા છતાં ન્યૂન નામના નિગ્રહસ્થાનના પ્રસંગના નિવારણ માટે બે નયથી કરેલું કથન દોષરૂપ નથી. તેની પુષ્ટિ ગ્રંથકારશ્રીએ ચૌદ પૂર્વધર પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામિજીના વચનથી કરેલ છે. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તત્ત્વચિંતા અધિકારમાં નવેયનો નિર્દેશ જ યુક્ત છે, માટે ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવમાં પર્યાયાસ્તિકનય અને દ્રવ્યાસ્તિકનય એમ ઉભયનયથી ધર્મ છે, તેમ સ્થાપન કરેલ છે. હવે કોઈક વખતે શ્રોતાને આશ્રયીને એક નયથી પણ ધર્મનું લક્ષણ કરવું ઉચિત છે, તો કોઈક વખતે ઉભય નયથી પણ ધર્મનું લક્ષણ કરવું ઉચિત છે, તે બતાવવા માટે કહે છે – ટીકા : एकनयेनैव धर्मलक्षणे चाभिधातव्ये आदौ व्यवहारनयेन तत्प्रणयनमुचितम्, निश्चयनयानां बालमध्यमौ प्रत्यपरिणामकातिपरिणामकत्वेन दुष्टत्वात् । अत एव “मूढनइअं सुयं कालियं तु" [आवश्यकनियुक्ति. गा. ७६२ प्रथमपादः] इत्याद्युक्तम् । सर्वाशङ्कानिराकरणाय च नयद्वयेन तत्प्रणयनं न्याय्यं, यथा “प्रमादयोगात्प्राणव्यपरोपणं हिंसा" [तत्त्वार्थसूत्र अध्याय-७, सूत्र-८] इति तत्वार्थशास्त्रे हिंसालक्षणमभिहितम् । इत्थं विचार्यमाणे च ‘क्रियाहेतुः पुष्टिशुद्धिमच्चित्तं धर्म' इति हरिभद्रोक्तलक्षणमतिव्याप्त्यादिदोषाकलङ्कितं सर्वत्रानुगतं निरवद्यं सङ्गच्छते । अत्रार्थे “धर्मश्चित्तप्रभव" [षोडशक ३, श्लो.-२] इत्यादि षोडशकं तवृत्तिश्चास्मत्प्रणीता 'योगदीपिका' नाम्नी अनुसरणीया । ટીકાર્ચ - નવેનૈવ . કુદતાત્ એક વયથી જ ધર્મનું લક્ષણ કહેવા જેવું હોય ત્યારે આદિમાં વ્યવહારનયથી તેનું પ્રણયન=ધર્મનું કથન, કરવું ઉચિત છે; કેમ કે નિશ્ચયનયોનું બાળ અને મધ્યમ પ્રત્યે અપરિણામકપણું અને અતિપરિણામકપણું હોવાને કારણે દુષ્ટપણું છે, અર્થાત્ બાળ પ્રત્યે નિશ્ચયનયનું અપરિણામકપણું છે અને મધ્યમ પ્રત્યે અતિપરિણામકપણું છે. તેથી નિશ્ચયનયોથી કરેલ ધર્મના લક્ષણનું દુષ્ટપણું છે. મત પર્વ .... ત્યાઘુવતમ્ | આથી જ એક તયથી ધર્મનું લક્ષણ કરવાનું આવશ્યક જણાય ત્યારે આદિમાં વ્યવહારનયથી જ ધર્મનું લક્ષણ કરવું ઉચિત છે આથી જ, “વળી મૂઢનયવાળું કાલિકશ્રત" ઈત્યાદિ કહેવાયું છે=ગુપ્ત છે તયો જેમાં એવું કાલિકશ્રત ઈત્યાદિ કહેવાયું છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy