SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫૭ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૩ મહાભાષ્યકાર ચારિત્રને યોગસ્થર્યરૂપે સ્વીકારે છે, ઉપયોગરૂપ સ્વીકારતા નથી; અને તે વસ્તુની વિસ્તારથી ચર્ચા ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમત પરીક્ષાગ્રંથમાં કરેલ છે. તે રીતે યોગસ્થર્યરૂપ ચારિત્ર સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે આત્મા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગવાળો છે અને તેનાથી કર્મબંધ કરે છે, અને મિથ્યાત્વ, અવિરતિ અને કષાય પણ તે તે પ્રકારના યોગના ચાંચલ્યને પેદા કરીને કર્મબંધના કારણ છે; અને જ્યારે સાધયોગી મિથ્યાત્વ અને અવિરતિના અભાવવાળો બને છે, ત્યારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયોના ઉદયથી થતું અધૈર્ય દૂર થાય છે. તેથી તે ત્રણ કષાયોના અભાવથી પ્રગટ થયેલો ધૈર્યભાવ ચારિત્ર છે, અને તે ચારિત્ર મોક્ષનો હેતુ છે. સાધકોગી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાન કષાયોના ક્ષયોપશમભાવને કારણે યોગશૈર્યને પામે છે, જે કષાયોના અભાવથી થયેલ આત્માના ધૈર્યરૂપ છે માટે સ્થિરતારૂપ ચારિત્રઅંશ છે. વળી સંજ્વલન કષાયના ઉદયકૃત અપ્રશસ્ત ભાવમાં વર્તતું યોગનું અધૈર્ય દૂર કરીને પ્રશસ્ત એવા ભગવાનના વચનના રાગરૂપે વર્તતા સંજ્વલન કષાયના ઉદયકૃત યોગધૈર્ય અવાંતર જાતિ છે અર્થાત્ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમત યોગધૈર્યનું અવાંતર પ્રશસ્તકષાયરૂપ સંજ્વલનના ઉદયકૃત યોગધૈર્ય છે જે પ્રશસ્ત રાગાંશથી અનુવિદ્ધ હોવાથી સ્વર્ગનો હેતુ છે. તેથી અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના ક્ષયોપશમથી થયેલું યોગથૈર્ય મોક્ષનો હેતુ છે, અને સંજ્વલનના ક્ષયોપશમથી અનુવિદ્ધ એવા સંજ્વલનના ઉદયથી થયેલું અવાંતરજાતિરૂપ યોગથૈર્ય સ્વર્ગનો હેતુ છે. અથવા સ્થિરયોગની બે જાતિ છે – (૧) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી થયેલી યોગધૈર્યરૂપ જાતિ અને (૨) સંજવલનના ક્ષયોપશમથી અનુવિદ્ધ એવી સંજ્વલનના ઉદયથી થયેલી યોગસ્થર્યરૂપ જાતિ. આ બે જાતિઓમાંથી એક જાતિ મોક્ષનો હેતુ છે અને એક જાતિ સ્વર્ગનો હેતુ છે, તેમ સ્વીકારી શકાય. એ પ્રમાણે પૂજા-દાનાદિમાં પણ સમાન છે અર્થાત્ ભગવાનની પૂજાકાળમાં સમ્યક્તના અનુગામને કારણે જિનગુણમાં જે સ્થિરભાવ થાય છે તે યોગધૈર્યરૂપ જાતિ છે, જે મોક્ષનો હેતુ છે; અને પ્રશસ્ત કષાયને કારણે આત્મકલ્યાણના કારણભૂત એવી ક્રિયામાં જે સ્થિરભાવ વર્તે છે, તે સ્થિરભાવ સ્વર્ગનું કારણ છે. તેથી યોગશૈર્ય મોક્ષનું કારણ છે અને અવાંતર જાતિરૂપ યોગધૈર્ય સ્વર્ગનું કારણ છે, તેમ પૂજામાં પણ યોગધૈર્ય મોક્ષનું કારણ છે અને અવાંતર જાતિરૂપ યોગથૈર્ય સ્વર્ગનું કારણ છે; અથવા તો યોગસ્થર્યની જ બે જાતિ છે : એક જાતિ મોક્ષનું કારણ છે અને બીજી જાતિ સ્વર્ગનું કારણ છે; અને તે બે જાતિ જેમ ચારિત્રમાં છે, તેમ પૂજા-દાનાદિમાં પણ છે, માટે ચારિત્ર અને પૂજા બંને તુલ્ય રીતે મોક્ષનાં કારણ છે અને તુલ્ય રીતે સ્વર્ગનાં કારણ છે. માટે જો પૂર્વપક્ષી પૂજાને પુણ્યકર્મ સ્વીકારે તો ચારિત્રને પણ પુણ્યકર્મરૂપે તેણે સ્વીકારવું જોઈએ, અને જો પૂર્વપક્ષી ચારિત્રને ધર્મકૃત્ય કહીને મોક્ષનું કારણ કહે તો પૂજાને પણ ધર્મકૃત્ય સ્વીકારીને મોક્ષનું કારણ તેણે સ્વીકારવું જોઈએ. I૯૩
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy