SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૩ ૧૪૫૧ અહીં પૂર્વપક્ષી કહે કે જિનાર્ચનાદિ કૃત્ય જિનાર્ચનાદિત્વેન અભ્યદયજનક છે, જ્યારે ચારિત્ર તો ચારિત્રત્વેન અભ્યદયજનક નથી, પરંતુ સરાગત્વેન ચારિત્ર અભ્યદયજનક છે. તેથી કોઈ અવાંતર ધર્મના અવચ્છેદ વગર જે અભ્યદયજનક હોય તે સ્વરૂપથી અભ્યદયએક ફળવાળું છે, અને જિનાર્ચનાદિ કોઈ અવાંતર ધર્મથી અભ્યદયજનક નથી, પરંતુ જિનાર્ચનાદિવેન અભ્યદયજનક છે, માટે સ્વરૂપથી અભ્યદયએફળવાળું છે; અને ચારિત્ર તો ચારિત્રત્વેન મોક્ષફળવાળું છે અને સરાગટ્વેન અભ્યદયફળવાળું છે, માટે સ્વરૂપથી અભ્યદયએક ફલક નથી. તેથી ચારિત્રને ધર્મકૃત્ય અને જિનાર્ચનાદિને પુણ્યકર્મ સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – - પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે જેમ ચારિત્ર ચારિત્રત્વેન અભ્યદયનું અજનક છે, તેમ ચારિત્રજનકતા ઘટિતરૂપ દ્રવ્યસ્તવત્વથી દ્રવ્યસ્તવ પણ અભ્યદયનું અજનક છે. તેથી જેમ ચારિત્ર કોઈક ધર્માવચ્છેદન અભ્યદયજનક છે, તો કોઈક અન્યધર્માવચ્છેદન મોક્ષનું પણ જનક છે અર્થાત્ જેમ સરાગત્વ ધર્મથી ચારિત્ર અભ્યદયજનક છે, અને ચારિત્રત્વ ધર્મથી ચારિત્ર મોક્ષનું જનક છે, તેમ દ્રવ્યસ્તવ પણ કોઈક ધર્માવચ્છેદન અભ્યદયજનક છે, તો કોઈક ધર્મવચ્છેદન મોક્ષજનક પણ છે. આશય એ છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે, તેથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક દ્રવ્યસ્તવ કરીને સંયમને પ્રતિકૂળ એવા સંસારના સર્વ પ્રતિબંધોથી પર થવા માટે શક્તિસંચય થાય, અને સંયમને અનુકૂળ માનસ તૈયાર થાય, તે પ્રકારે પૂજા દરમ્યાન ભગવાનના વીતરાગભાવમાં લીન હોય છે, અને તેથી તેમની ભગવાનની પૂજા ચારિત્રજનક બને છે; અને ચારિત્રજનકતા એટલે શ્રાવકમાં રહેલી પૂર્વ પૂર્વની નિર્લેપતા વૃદ્ધિ પામે, અને સંયમની નજીકની નિર્લેપતા પ્રગટ થાય તેવો માનસવ્યાપાર. આ માનસવ્યાપાર મોક્ષ પ્રત્યે કારણ છે. તેથી ચારિત્રજનકતાઘટિત એવું દ્રવ્યસ્તવ મોક્ષને અનુકૂળ ભાવો ઉલ્લસિત કરે છે, માટે અભ્યદયજનક નથી; પરંતુ જેમ સરાગચારિત્ર અસંગઅનુષ્ઠાનની શક્તિના સંચયનું કારણ છે માટે મોક્ષનું જનક છે, તેમ દ્રવ્યસ્તવ સરાગચારિત્રની શક્તિના સંચય દ્વારા અસંગઅનુષ્ઠાનનું કારણ છે, માટે મોક્ષનું જનક છે. અહીં પૂર્વપક્ષી કહે કે ચારિત્ર તો સંવરભાવના યત્નરૂપ છે, જ્યારે દ્રવ્યસ્તવ તો ચારિત્ર કરતાં વિજાતીયયોગવાળું છે. તેથી વિજાતીયયોગપણા વડે કરીને જ દ્રવ્યસ્તવ સ્વર્ગનું જનક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ચારિત્ર પણ વિજાતીયયોગરૂપે સ્વર્ગનું જનક છે, તેમ સ્વીકારી શકાય; કેમ કે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓ જેમ નિર્વિકલ્પદશામાં વર્તે છે, તેના કરતા પૂર્વના સરાગચારિત્રવાળા યોગીઓનું ચારિત્ર વિજાતીયયોગવાળું છે. તેથી જેમ દ્રવ્યસ્તવમાં શુભ વિકલ્પો વર્તે છે, તેમ સરાગચારિત્રમાં પણ શુભ વિકલ્પો રૂપ વિજાતીય યોગ વર્તે છે. તેથી દ્રવ્યસ્તવની જેમ સરાગચારિત્ર પણ વિજાતીયયોગપણા વડે કરીને સ્વર્ગનો હેતુ છે. તેથી ચારિત્રને પુણ્યકર્મ સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. તેથી જેમ પૂર્વપક્ષી જિનાર્ચનાદિને પુણ્યકર્મ સ્થાપન કરે છે, એ ન્યાયથી સરાગચારિત્ર પણ પુણ્યકર્મરૂપ છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy