SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧૨ પ્રતિમાશતક | શ્લોક : ૨ વિષયવાળું છે. અન્યથા=યોગ્યપણારૂપે ભોગાંગ સચિત્તના પરિહારના વિષયવાળું અભિગમ વચન છે, તેમ ન સ્વીકારો તો, બાળક સહિત સ્ત્રીઓ જિનચંદન માટે આવે નહિ. ચૈત્યવન સુધ્યાને ? અને ચૈત્યવંદભાષ્યાદિમાં અભિગમવિષયક સચિત દ્રવ્યનો ત્યાગ શ્રાવકોને પુષ્પાદિ દ્વારા પૂજાની વિધિમાં કહેવાયો નથી. એથી ઉપજીવ્ય વિરોધવાળા એવા અભિગમના દુર્વ્યાખ્યાન વડે શું? જિનાલયમાં પ્રવેશ વખતે ભગવાનની ભક્તિ અર્થે પાંચ અભિગમને કહેનારાં શાસ્ત્રવચનો અને ચૈત્યવંદનભાષ્યાદિમાં કહેવાયેલાં અભિગમનાં વચનોને ગ્રહણ કરીને સચિત્ત પુષ્પાદિથી ભગવાનની પૂજાનો પૂર્વપક્ષી નિષેધ કરે છે, તે ઉચિત નથી, એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેની પુષ્ટિ કરવા અર્થે તક કરે છે – ઃિ ૨. થાત્ ! અને જો યોગ્યતા આગળ કરાતી નથી=અભિગમ સાચવતી વખતે સચિતતા પરિહારના વિષયમાં ભોગના અંગરૂપ યોગ્યતા આગળ કરાતી નથી, તો અચિત દ્રવ્યનો અત્યાગ એ પ્રકારનો બીજો અભિગમ છે, એ સ્થાનમાં ખગ, છત્ર, પગરખાં વગેરે અચિત્ત દ્રવ્યો રાજા વડે અપરિત્યાયે થાય. આ રીતે તર્ક દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે યોગ્યપણારૂપે ભોગાંગ સચિત્તના પરિહારવિષયવાળું અભિગમ વચન છે. એ તર્કનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે – પ્રવચન ....... તિ વેત્ ? પ્રવચનની શોભાને અનુરૂપ એવા અચિત દ્રવ્યનું ગ્રહણ જ બીજા અભિગમનો અર્થ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂનવિસરે ... મન્વેષણ પૂજાદિના અવસરમાં તેમાં અનુપયોગી પૂજામાં અનુપયોગી એવા સચિત દ્રવ્યનો ત્યાગ જ પ્રથમ અભિગમનો અર્થ છે, એ પ્રમાણે કેમ દષ્ટિ અપાતી નથી=એ પ્રમાણે કેમ તારા વડે જોવાતું નથી ? જે કારણથી શાકિનીની જેમકડાકણની જેમ વાકછલ જ તું શોધે છે. પૂર્વમાં પૂર્વપક્ષીએ શ્રમણોપાસક દેશવિરતિના ભાંગામાં “શ્રમણોપાસક દેશવિરતિથી વિરતાવિરત જુદા છે તે સિદ્ધ કરવા માટે શ્રમણોપાસક સચિત્ત પુષ્પોથી ભગવાનની પૂજા કરતા નથી, તે બતાવવા માટે યુક્તિ આપી કે દેવતાઓ સમવસરણમાં વૈક્રિય પુષ્પોની વિદુર્વણા કરે છે, અને સમવસરણમાં મણિની રચનાવિશેષ પણ અચિત્ત જ છે. વળી તેની પુષ્ટિ કરવા માટે રાજપ્રશ્નીય ઉપાંગની સાક્ષી આપેલ. રાજપ્રશ્નીય ઉપાંગમાં કહ્યું છે કે દેવતાઓ પુષ્પવાળાં વાદળાંઓ વિદુર્વે છે; તેથી પણ ફલિત થાય છે કે દેવતાઓએ વિયુર્વેલાં વાદળોમાંથી પડતાં પુષ્પો વૈક્રિય છે, માટે અચિત્ત જ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – પુણવવિધુર્વમપિ ..... ગાયા રાજપ્રસ્તીય ઉપાંગમાં પુષ્પવાળાં વાદળાંઓનું વિફર્વણ' પણ વિકિરણમાત્ર સંપાદન માટે છે; કેમ કે અધોવૃત્તવાળા જલથી અને સ્થળથી ઉત્પન્ન થયેલા
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy