SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/સંકલના શ્લોક-૯૭ : ગ્રંથકારશ્રીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને સંબોધન કરીને ભગવાનની સ્તુતિરૂપે પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. તેમાં વાદી એવા લુંપાક આદિના મતનું નિરાકરણ કરેલ છે, તે પણ ૫રમાર્થથી ભગવાનની ભક્તિરૂપે જ કરેલ છે. તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૯૭માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. વ્યવહારનયથી આત્માના શુદ્ધભાવને પ્રગટ કરવા અર્થે શાસ્ત્રના પદાર્થના મનનરૂપે ગ્રંથકારશ્રીએ ભગવાનની સ્તુતિરૂપે આ ગ્રંથની રચના કરેલ છે અને નિશ્ચયનયથી ભગવાનની ભક્તિ આત્મભાવમાં વિશ્રાંતિરૂપ છે. જે પ્રસ્તુત ગ્રંથ૨ચનાનું ફળ છે. શ્લોક-૯૮ થી ૧૦૦ : ગ્રંથકારશ્રીએ સાક્ષાત્ ભગવાનની સ્તુતિ શ્લોક-૯૮થી ૧૦૦માં કરેલ છે. શ્લોક-૧૦૧ : પ્રતિમાશતક ગ્રંથની રચના કરીને પાર્શ્વનાથ ભગવાનની ગ્રંથકારશ્રીએ જે ભક્તિ કરી છે, તેનાથી પોતાને શું ઇષ્ટ છે, તેની પ્રાર્થનાથી યુક્ત એવી સ્તુતિ શ્લોક-૧૦૧માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. શ્લોક-૧૦૨-૧૦૩ : ભગવાનની પ્રતિમાને જોઈને હુંપાકને શું ભાવ થાય છે અને પોતાને શું ભાવ થાય છે ? તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧૦૨-૧૦૩માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. શ્લોક-૧૦૪ : ગ્રંથકારશ્રીની પ્રશસ્તિ શ્લોક-૧૦૪માં છે. અને છેલ્લે પ્રતિમાશતક ગ્રંથના ટીકાકારની પ્રશસ્તિ આપેલ છે. આ વિવરણ ક૨વામાં છદ્મસ્થતાને કારણે અનાભોગાદિથી ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડં માંગું છું. વિ. સં. ૨૦૬૪, આસો સુદ-૧૦, તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ૧૫ (5) (5) – પ્રવીણચંદ્ર ખીમજી મોતા
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy