SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૮ પ્રતિમાશતક | શ્લોક : ૯૧ સંપૂર્ણ, પરિપૂર્ણ કેવલજ્ઞાન-દર્શનને પામે છે, અને કેવલજ્ઞાન-દર્શનને પામીને ત્યારપછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સર્વ દુઃખોનો અંત કરે છે, કેટલાક એક શરીર વડે અથવા એકભવથી સિદ્ધિગતિમાં જનારા થાય છે. વળી બીજા પૂર્વકર્મ બાકી હોતે છતે કાળમાસે મૃત્યુકાળે, કાળ કરીને અન્યતર વૈમાનિક દેવલોકમાં દેવપણાથી ઉત્પન્ન થાય છે. ત્યાં મહાઋદ્ધિવાળા, મહાવુતિવાળા, મહાસુખવાળા, હારથી વિરાજિત વક્ષસ્થળવાળા, કટક અલંકારથી ચંભિત ભુજાવાળા, અંગદ=બાજુબંધ, કુંડલ, સ્વચ્છ ગંડયલ=કપોલતલ, કર્ણપીઠને ધારણ કરનારા વિવિધ પ્રકારના હાથના આભરણવાળા, વિવિધ પ્રકારના માલા, મુકુટોથી શોભતા, કલ્યાણકારી ગંધ, શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરનારા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા, અતુલેપને ધારણ કરનારા, ભાસ્વર શરીરવાળા, લટકતી પુષ્પમાળાને ધારણ કરનારા, દિવ્યરૂપ વડે, દિવ્ય વર્ણ વડે, દિવ્ય ગંધ વડે, દિવ્ય સ્પર્શ વડે, દિવ્ય સંઘાત વડે, દિવ્ય સંસ્થાન વડે, દિવ્ય ઋદ્ધિ વડે, દિવ્ય દ્યુતિ વડે, દિવ્ય પ્રભા વડે, દિવ્ય છાયા વડે, દિવ્ય અર્ચા વડે=શરીર વડે, દિવ્ય તેજ વડે, દિવ્ય લેશ્યા વડે, દશે દિશાઓને ઉદ્યોત=પ્રકાશ કરનારા, પ્રભાસિત કરનારા, કલ્યાણ ગતિવાળા, કલ્યાણ સ્થિતિવાળા, ભવિષ્યમાં ભદ્ર કલ્યાણ પામનારા થાય છે. આ સ્થાન આર્ય છે યાવત્ સર્વ દુઃખથી પ્રક્ષીણ માર્ગવાળું છે, એકાંતે સમ્યફ છે, સુસાધુ છે. આ પ્રમાણે બીજા સ્થાનરૂપ ધર્મપક્ષનો વિભાગ બતાવ્યો. ભાવાર્થ : ધર્મપક્ષને સેવનારા પુરુષો ચારે દિશાઓમાં હોય છે અને તેઓ અનારંભવાળા, અપરિગ્રહવાળા આદિ અનેક ગુણોથી યુક્ત હોય છે. વળી પ્રાણાતિપાતાદિથી માવજીવ વિરત થયેલા હોય છે, અને સંયમ લઈને સમિતિ-ગુપ્તિપૂર્વક સંયમયોગમાં યત્નવાળા હોય છે, અને જ્યારે અંત સમયનો કાળ આવે છે ત્યારે વિશેષ પ્રકારના છઠ્ઠના પારણે છઠ્ઠ, અઠ્ઠમના પારણે અઠ્ઠમ આદિ કરીને આત્માને તપથી ભાવિત કરે છે, અને પછી અનશન કરીને સર્વથા આહારનો છેદ–ત્યાગ, કરે છે. આવા સાધુ મહાત્માઓએ જે પ્રયોજન માટે નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનભાવ આદિ સ્વીકારેલું છે, અને જેને માટે માન, અપમાન, હિલના, અનેક લોકોની ગહ, તર્જના આદિ સહન કરે છે, તે અર્થ અંત સમયે આરાધે છે અર્થાત્ આ સર્વ સહન કરવા પાછળનું તે મહાત્માઓનું પ્રયોજન અસંગભાવને પામવાનું હતું, તે અસંગભાવરૂપ અર્થની અંત સમયે આરાધના કરે છે; અને તે અર્થની આરાધના કરીને ચરમ ઉચ્છવાસ-નિઃશ્વાસ દ્વારા અનંત, અણુત્તર, વ્યાઘાત વગરનું, નિરાવરણ, સંપૂર્ણ, કેવલજ્ઞાન-કેવલદર્શનને પ્રાપ્ત કરે છે; અને તે પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે, અને કેટલાક સાધુઓ તે ભવમાં કેવલજ્ઞાન ન પામે તો વિધિપૂર્વક અનશન કરીને અનુત્તરાદિ દેવલોકમાં જઈને એક ભવને અંતે સંસારનો અંત કરે છે. વળી બીજા સાધુઓ પૂર્વકમ બાકી હોતે છતે મૃત્યુકાળે કાળ કરીને અન્યતર દેવલોકમાં જાય છે. ત્યાં મહા-ઋદ્ધિવાળા દેવો થાય છે અને ત્યાં કેવા ઉત્તમ ભોગો આદિ ભોગવે છે, અને આગળમાં કલ્યાણને પામનારા થાય છે. વળી, આ સ્થાન સુંદર છે અને સર્વ દુઃખના નાશને કરનાર માર્ગ છે, એકાંત સમ્યક છે અને આ સ્થાનને સેવનારા ચરમશરીરી એકાવતારી કે દેવલોકાદિમાં જઈને થોડા ભવોમાં મોક્ષમાં જનારા હોય છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy