SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૨ પ્રતિમાશતક | શ્લોક : ૯૧ I હોવાથી, (મિશ્રપક્ષ) નિરર્થકતાને પ્રાપ્ત કરે છે. તેથી મિથ્યાત્વના અનુભાવને કારણે મિશ્રપક્ષ પણ=ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ પણ, અધર્મયુક્ત જ જાણવો, એ પ્રકારે આને જ=મિશ્રપક્ષ અધર્મ છે એને જ, બતાવવા માટે કહે છે - ‘ને મે મવંતિ’ ત્યાદ્રિ મૂળનું પ્રતીક છે. જે આ=અનંતર કહેવાતા, અરણ્યમાં રહેનારા આરણ્યકો=કંદમૂળ ફળ ખાનારા તાપસાદિઓ, જે આવસથિક= આવસથ=ઘર, તેમાં રહે તે આવસથિક=ગૃહસ્થો, તેઓ કોઈક પાપસ્થાનકથી નિવૃત્ત પણ પ્રબલ મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિવાળા એવા તેઓ જોકે ઉપવાસાદિ વડે મોટા કાયક્લેશથી કેટલાક દેવગતિને પામે છે, તોપણ તેઓ આસુરિક સ્થાન એવા કિલ્બિખિકમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ સર્વ પૂર્વમાં કહેલું કહેવું. યાવત્ ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં પાછા આવેલા તેઓ મૂંગા-બોબડાપણા વડે અને તમો અંધપણા વડે થાય છે—તત્ત્વના વિષયમાં ગાઢ અંધકારવાળા થાય છે. તે કારણથી આ રીતે આ સ્થાન=ધર્માધર્મરૂપ ત્રીજું મિશ્રસ્થાન અનાર્ય, અકેવલ, અસંપૂર્ણ, અનૈયાયિક ઇત્યાદિ યાવત્ એકાંત મિથ્યાભૂત સર્વથા આ=ત્રીજા સ્થાનરૂપ મિશ્રપક્ષ અસાધુ છે. ‘કૃતિ' શબ્દ ત્રીજા સ્થાનની ટીકાની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ: હવે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષનું વર્ણન કરે છે આ મિશ્રપક્ષમાં અધર્મનું અત્યંતપણું છે અને ધર્મપક્ષ અલ્પ છે. તેથી ૫૨માર્થથી તે અધર્મ છે એમ કહ્યું, તેનું કારણ એ છે કે જે જીવોમાં ગાઢ મિથ્યાત્વ વર્તે છે અને તત્ત્વ પ્રત્યેનું વલણ થઈ શકે તેવી મિથ્યાત્વની મંદતા પણ નથી, તેવા જીવો કોઈક નિમિત્તને પામીને પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરતા હોય તોપણ તેમનું ધર્મનું સેવન સંસારનાશનું કારણ નથી. માટે પરમાર્થથી અધર્મ છે. ધર્માધર્મરૂપ મિશ્રપક્ષનું સેવન કરનારા જીવો કોણ છે ? તે બતાવવા માટે કહ્યું કે તેઓ અરણ્યમાં રહેનારા તાપસો છે અને ઘરમાં રહેનારા ગૃહસ્થો છે. વળી તેઓ કોઈક પાપસ્થાનથી નિવૃત્ત થયેલા પણ પ્રબળ મિથ્યાત્વના કારણે જેમની તત્ત્વની બુદ્ધિ હણાયેલી છે તેવા છે. જોકે તેઓ ઉપવાસાદિ દ્વારા કાયક્લેશ કરીને કેટલાક દેવગતિમાં જાય છે, તોપણ તેઓ કિલ્બિષિકાદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી દુરંત સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે તેઓમાં આ ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ પણ સર્વથા અસાધુ છે યાવત્ અધર્મપક્ષ જેવો છે. ટીકા ઃ तृतीयस्थानस्य मिश्रकस्यायं विभङ्गो = विभागो - विभागस्वरूपमाख्यातमिति उक्तान्यधर्मधर्ममिश्र स्थानानि ।। सांप्रतं तदाश्रिताः स्थानिनोऽभिधीयन्ते यदि वा प्राक्तनमेवान्येन प्रकारेण विशेषिततरमुच्यते इति सङ्गत्याऽग्रिममालापत्रयं योजितं तच्चेदम् - “अहावरे पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभङ्गे एवमाहिज्जइ इह खलु पाईणं वा ४, संतेगइया मणुस्सा भवंति, गिहत्था, महिच्छा, મહારમાં, મહારિાહા, અમ્નિયા, અધમ્માળુબા, અમ્મા, ગહમ્મવાર્ફ, ગદમ્ભવ(વિ)નોર્ફ, અધમ્મવાયનીવિળો,
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy