SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫૦ પ્રતિમાશતક | શ્લોક : ૯૦-૯૧ / વિશેષાવશ્યક ગાથા-૧૯૪૫નો ભાવાર્થ : જે પ્રમાણે એક પણ શ૨ી૨માં ગ્રહણ કરાયેલો સમાન આહાર સાર-અસારરૂપે પરિણમન પામે છે, તે પ્રમાણે કાર્યણવર્ગણાઓ પણ શુભાશુભ વિભાગરૂપે પરિણમન પામે છે. તેથી એ ફલિત થાય કે જીવના પરિણામ પ્રમાણે સમાન કાર્યણવર્ગણા શુભાશુભરૂપે પરિણમન પામે છે તેથી ભગવાનની પૂજાકાળમાં શુભભાવ હોવાથી શુભ કર્મબંધ થાય છે. માટે ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ મિશ્ર નથી, પરંતુ શુભ અધ્યવસાયરૂપ હોવાથી ધર્મરૂપ છે. II૯૦ અવતરણિકા : ननु न्यायस्तावन्मुग्धानां कूटपाशप्राय इत्यभिन्नसूत्रादेशेन श्राद्धानां मिश्रपक्ष एवेति पश्यन्तः तदधिकृतद्रव्यस्तवस्य मिश्रत्वं रोचयाम इति चेत् ? अहो दुराशय ! सिद्धान्ततात्पर्यपरिज्ञानमनुपासितगुरुकुलस्य तव कथङ्कारं संभवति ? तत्र हि व्यवहारनयादेशेन बन्धानौपयिकं पक्ष त्रयोपवर्णनं कृतम्, सङ्ग्रहनयादेशेन तु फलापेक्षया द्वैविध्यमेवेति पूजापौषधयोः को वा विशेषः ? श्राद्धानां मिश्रपक्षस्येत्यभिप्रायवानाह અવતરણિકાર્ય : ‘નનુ’થી પાર્શ્વચંદ્ર કહે છે : ન્યાય=તર્ક, મુગ્ધોને કૂટપાશ તુલ્ય છે=મુગ્ધજીવોને બોધ કરાવવા માટે અસમર્થ છે, એથી અભિન્નસૂત્ર આદેશથી=સૂયગડાંગ સૂત્રના વચનને નયથી વિભાગ કર્યા વગર શબ્દોથી પ્રાપ્ત થતા અર્થના કથનથી, શ્રાદ્ધોને મિશ્રપક્ષ જ છે, એ પ્રમાણે જોતા એવા અમને અધિકૃત એવા દ્રવ્યસ્તવનું મિશ્રપણું રુચે છે, એમ પાર્શ્વચંદ્ર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ‘અહો દુરાશય!=હે દુષ્ટ આશયવાળા ! અનુપાસિત ગુરુકુલવાસવાળા એવા તને સિદ્ધાંતના તાત્પર્યનું પરિજ્ઞાન કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહિ. = સિદ્ધાંતનું તાત્પર્ય શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે ત્યાં=સૂયગડાંગ સૂત્રમાં, વ્યવહારનયના આદેશથી=વ્યવહારનયની દૃષ્ટિથી, બંધ માટે અકારણ એવા ત્રણ પક્ષનું=ધર્મ, અધર્મ અને ધર્માધર્મરૂપ ત્રણ પક્ષનું, વર્ણન કરાયું છે. વળી ફળની અપેક્ષાએ સંગ્રહનયના આદેશથી બે પ્રકારનું જ=બે પક્ષનું જ=ધર્મ અને અધર્મનું જ, વર્ણન કરાયું છે. એથી શ્રાદ્ધોના=શ્રાવકોના, મિશ્રપક્ષનું પૂજા અને પૌષધમાં ભેદ જ શું છે ? અર્થાત્ કોઈ ભેદ નથી, એ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ: ‘નનુ'થી પાર્શ્વચંદ્ર કહે છે : પૂર્વમાં ગ્રંથકા૨શ્રીએ શ્લોક-૮૨માં ચાર પક્ષ પાડીને ધર્માધર્મરૂપ મિશ્રપણાનું ખંડન કર્યું, એ રૂપ જે ન્યાય=યુક્તિ, તે મુગ્ધજીવો માટે ફૂટપાશતુલ્ય છે=ખોટા બંધન જેવી છે અર્થાત્ —
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy