SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ ૧૩૪૩ આનાથી એ પ્રાપ્ત થાય કે સત્તામાં રહેલ મતિજ્ઞાનાવરણીય કર્મમાંથી કેટલાંક દલિકો શ્રુતાદિ ચારે જ્ઞાનાવરણીયરૂપે સંક્રમ પામે છે, અને તે વખતે સત્તામાં રહેલા શ્રુતાદિ ચારે જ્ઞાનાવરણીયનાં દલિકોમાંથી કેટલાંક મતિજ્ઞાનાવરણરૂપે સંક્રમ પામે છે. આ રીતે સર્વ ધ્રુવબંધી પ્રકૃતિઓમાં સદા પરસ્પર સંક્રમ ચાલુ હોય છે. વળી, અધુવબંધી પ્રકૃતિઓમાં જે મૂળ પ્રકૃતિ હોય તેની ઉત્તર પ્રકૃતિ જે બંધાતી હોય તેમાં નહિ બંધાતી એવી ઉત્તર પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. જેમ - કોઈ જીવ સાતવેદનીય બાંધતો હોય ત્યારે નહિ બંધાતી એવી અસાતાવેદનીય પ્રકૃતિઓનાં કેટલાંક દલિકો સાતારૂપે સંક્રમ થાય છે, પરંતુ જે વખતે જીવ સાતાવેદનીય બાંધતો હોય તે વખતે સત્તામાં રહેલ સાતાવેદનીયનાં દલિકો નહિ બંધાતી અસાતાવેદનીયમાં સંક્રમ પામતાં નથી; કેમ કે અધુવબંધી પ્રવૃતિઓમાં સાતાના બંધના અધ્યવસાયથી જેમ સાતા બંધાય છે, તેમ સત્તામાં રહેલ અસાતાવેદનીયનાં દલિકો પણ સાતાવેદનીયરૂપે સંક્રમ થાય છે; પરંતુ સાતાના બંધના અધ્યવસાયથી સત્તામાં રહેલ સાતાનાં દલિકો અસાતારૂપે સંક્રમ થતાં નથી; અને જ્યારે જીવ અસતાવેદનીય બાંધતો હોય ત્યારે સત્તામાં રહેલાં સાતાનાં દલિકો અસાતારૂપે સંક્રમ થાય છે, પરંતુ અસાતાબંધના અધ્યવસાયથી સત્તામાં રહેલાં અસાતાનાં દલિકો સાતારૂપે સંક્રમ થતાં નથી. ઉત્થાન : પૂર્વમાં બતાવ્યું એ રીતે ગ્રંથકારશ્રીએ મહાભાષ્યની વાણીના બળથી સ્થાપન કર્યું કે કર્મબંધ યોગથી થાય છે અને મિશ્રયોગ શાસ્ત્રકારોએ સ્વીકાર્યો નથી; તેથી ભગવાનની પૂજામાં હિંસા છે અને ભગવાનની ભક્તિનો ભાવ છે, માટે ભગવાનની પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રયોગ છે, એમ જે પાર્જચંદ્ર કહે છે, તે ઉચિત નથી. ત્યાં પાર્જચંદ્ર ‘નનુ'થી શંકા કરતાં કહે છે – ટીકા : ननु मिश्रयोगाध्यवसायाभावान्माभून् मिश्रप्रकृतिबन्धापत्तिस्तथापि द्रव्याश्रयादन्ततो ध्रुवबन्धिपापमपि फलमवर्जनीयमिति चेत् ? न, ध्रुवबन्धित्वादेव तस्याः तत्प्रत्ययत्वादन्यथातिप्रसङ्गाद, ग्रहणसमय एव गुणाश्रयाभ्यां कर्मणि शुभत्वस्याशुभत्वस्य रसाद्यपेक्षया जननाच्च, तदाह "अविसिटें विय तं सो, परिणामासयसभावओ खिप्पं । कुरुते सुभमसुभं वा गहणे जीवो जहाहारं"।। [विशेषावश्यक गा. १९४३] परिणामो जीवस्याध्यवसायस्तद्वशाज्जीवो ग्रहणसमय एव कर्मणः शुभत्वमशुभत्वं वा जनयति, आश्रयः कर्मणो जीवस्तस्य स कोऽपि स्वभावो येन शुभाशुभान्यतरत्वेन परिणमयन्नेव कर्म गृह्णाति, तथा शुभाशुभत्वयोः आश्रयः कर्म, तस्यापि स कोऽपि स्वभावः येन शुभाशुभपरिणामान्वितेन जीवेन गृह्यमाणमेवैतद्रूपतया परिणमति उपलक्षणमेतत्प्रदेशाल्पबहुभागवैचित्र्यादेः, उक्तं च कर्मप्रकृतिसङ्ग्रहण्याम् -
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy