SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાકકથન જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું. પ્રાંતે અંતરની એક જ મહેચ્છા છે કે, દેવ-ગુરુની અસીમ કૃપાથી સ્વ-આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ નાનકડો પ્રયાસ મને અને ગ્રંથ વાંચનાર-ભણનાર સૌ કોઈને નિર્જરાનું-લાભનું કારણ બનો અને ભગવાનની પ્રતિમાના દર્શનથી સાલંબનધ્યાન દ્વારા નિરાલંબનધ્યાનની પ્રાપ્તિ થાય અને વાણીને અગોચર એવી પર ચિન્મય જ્યોતિ ઉલ્લસિત થાય અને સંસારના સર્વ સંગને નહિ સ્પર્શનાર એવો અસંગપરિણામવાળો જ્ઞાનનો ઉપયોગ પ્રગટે, આ રીતે વીતરાગભાવના પ્રતિસંધાન દ્વારા નિકટના ભવોમાં વીતરાગતાની પ્રાપ્તિ થાય અને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થાય અને સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને હું અને સૌ કોઈ ભવ્યાત્માઓ મુક્તિસુખના ભાગી બનીએ એ જ શુભ અભ્યર્થના....! – “ન્યાયારતુ રસર્વગીવાળા’ - આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૪, તા. ૯-૧૦-૨૦૦૮, ગુરુવાર એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંતા શ્રીમદ્વિજય રામચંરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy