SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧૮ પ્રતિમાશતક | શ્લોક : ૮૯ તે પરિસ્પદ છે; તે સ્વરૂપ-પરિણતિ અને પરિસ્પંદસ્વરૂપ યોગો ભાવપણાથી અને દ્રવ્યપણાથી બે પ્રકારે કહેવાયા છે. ત્યાં આદ્ય એવા ભાવયોગોમાં પરિણતિરૂપ મન, વચન અને કાયયોગના કારણ એવા અધ્યવસાયરૂપ ભાવયોગોમાં મિશ્રતા નથી જ. કેમ નથી ? તેમાં હેતુ કહે છે – ત્રીજી રાશિનું અકથન છે. ત્રીજી રાશિનું અકથન કેમ છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – શુભ અને અશુભ એ પ્રકારે બે પ્રકારનાં જ અધ્યવસાયસ્થાનો કહેવાયાં છે, પરંતુ ત્રીજી પણ રાશિ કહેવાઈ નથી શુભાશુભ મિશ્ર પણ રાશિ કહેવાઈ નથી. તિ' શબ્દ ભાવયોગોમાં મિશ્રતા નથી, એ કથનની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ: શાસ્ત્રમાં બે પ્રકારે યોગો કહેવાયો છે : (૧) ભાવયોગ અને (૨) દ્રવ્યયોગ. ભાવયોગ એ જીવની પરિણતિરૂપ છે અને દ્રવ્યયોગ એ પરિસ્પંદરૂપ છે. જીવની પરિણતિરૂપ ભાવયોગનો અર્થ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – મન, વચન અને કાયાના વ્યાપારના કારણભૂત એવા અધ્યવસાયરૂપ જે ભાવકરણ તે પરિણતિ છે. અહીં ‘ભાવકરણ' કહેવાથી એ કહેવું છે કે જેમ - દંડ ભૂમિ દ્વારા ઘટનું કારણ છે, તેથી દંડને કરણ કહેવાય છે; કેમ કે કરણનું લક્ષણ છે કે “વ્યાપારવસધારનું વારાં વેરાન્ !” તેથી દંડ ભ્રમિરૂપ વ્યાપાર દ્વારા ઘટનું કારણ છે, માટે દંડ કરણ છે. તેમ પ્રસ્તુતમાં જીવમાં વર્તતા અધ્યવસાયો પરિસ્પંદરૂપ ક્રિયા દ્વારા કર્મબંધનું કારણ છે, તેથી અધ્યવસાયને કરણ કહેલ છે, અને આ અધ્યવસાય જીવના ભાવરૂપ છે, તેથી તે અધ્યવસાયરૂપ કરણને ભાવકરણ કહેલ છે. પરિસ્પંદરૂપ દ્રવ્યયોગનો અર્થ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – મનોદ્રવ્ય, વચનદ્રવ્ય અને કાયદ્રવ્યના ઉપખંભથી જનિત જે બાહ્યક્રિયા તે પરિસ્પદ છે અર્થાત્ જીવમાં મનોદ્રવ્યને અવલંબીને જે આત્મપ્રદેશોનું કંપન થાય છે અથવા વચનદ્રવ્યને અવલંબીને જે આત્મપ્રદેશોનું કંપન થાય છે અથવા કાયદ્રવ્યને અવલંબીને જે આત્મપ્રદેશોનું કંપન થાય છે, તે બાહ્યક્રિયા રૂપ છે, અને તે પરિસ્પદ છે, તેથી તે દ્રવ્યયોગ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે પરિણતિરૂપ ભાવયોગ છે અને પરિસ્પંદરૂપ દ્રવ્યયોગ છે. પરિણતિરૂપ ભાવયોગમાં મિશ્રતા નથી જ, કેમ કે શાસ્ત્રમાં શુભ અને અશુભ બે પ્રકારનાં અધ્યવસાયસ્થાનો કહેવાયાં છે, પરંતુ મિશ્ર અધ્યવસાયસ્થાનો કહેવાયાં નથી, માટે ભાવયોગમાં ત્રીજી રાશિ નથી, તેથી ભાવયોગને આશ્રયીને પાર્જચંદ્ર પૂજાને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર કહી શકે નહિ.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy