SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮૬ પ્રતિમાશતક | શ્લોક : ૮૫ આ રીતે યુક્તિથી વિધિપૂર્વક પૂજા કરનારા શ્રાવકને પૂજામાં હિંસા નથી અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુને હિંસા નથી, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેથી જેમ સાધુને નદી ઊતરવાની ક્રિયામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ નથી. તેમ શ્રાવકને પૂજામાં મિશ્ર પક્ષ નથી એથી સ્વવિષયવાળી એવી ધર્મની ક્રિયામાં ગૃહસ્થને કે સાધુને હિંસા નથી. એ પ્રમાણે પ્રસ્તુત શ્લોકના પ્રથમ પાદથી સિદ્ધ થાય છે. શ્લોકના બીજા પાદને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકા - लोकव्यवहारतस्तु बाह्यलोकव्यवहारापेक्षया, सा=परप्राणव्यपरोपणरूपा हिंसा, उभयोः गृहिसाध्वोः, बधाकरी न मिश्रपक्षप्रवेशकरी न, व्यधिकरणतया मिश्रणासंभवात्, स्वानुकूलव्यापारसम्बन्धेन तस्याः सामानाधिकरण्यस्य च योगमादायाऽऽकेवलिनमतिप्रसङ्गात्, तादृशप्रमादरूपव्यापारसम्बन्धेन सामानाधिकरण्यस्य चाप्रमत्तभावस्थले वक्तुमशक्यत्वात् सद्व्यवहारपर्यवसानाच्चेति न किञ्चिदेतत्। ટીકાર્ય : તો વ્યવહાર તુ .... મિશ્રVIસમવાત, વળી લોકવ્યવહારથી=બાહ્ય લોકવ્યવહારની અપેક્ષાથી તેપરમાણવ્યપરોપણરૂપ હિંસા, ઉભયનેeગૃહસ્થને અને સાધુને, બાધા કરનારી નથી=મિશ્રપક્ષમાં પ્રવેશ કરનારી નથી; કેમ કે વ્યધિકરણપણું હોવાને કારણે શ્રાવકની પૂજામાં હિંસાની ક્રિયા હિંસ્ય એવા પુષ્પાદિમાં થાય છે અને ભગવાનની ભક્તિનો પરિણામ પૂજા કરનારના આત્મામાં થાય છે, એ રૂપે હિંસાની ક્રિયા અને પૂજાનાં ભાવ ભિન્ન અધિકરણપણું છે અને સાધુને નદી ઊતરવાની હિંસાની ક્રિયા હિંસ્ય એવા અખાયાદિ જીવોમાં થાય છે અને સંયમને ઉચિત યતનાનો પરિણામ આગમને પરતંત્ર નદી ઊતરનાર સાધુમાં થાય છે એ રૂપે હિંસાની ક્રિયા અને ભગવાનની ભક્તિના પરિણામરૂપ ભાવનું ભિન્ન અધિકરણપણું છે, તેથી હિંસાની ક્રિયા અને ધર્મના ભાવનું વ્યધિકરણ હોવાને કારણે મિશ્રણનો અસંભવ છે ધમધર્મરૂપ મિશ્રણનો અસંભવ છે. અહીં કોઈ કહે કે પૂજાની ક્રિયામાં થતી હિંસા હિંસ્ય એવા પુષ્પાદિ જીવોમાં થતી હોવાથી, અને ભગવાનની ભક્તિનો ભાવ પૂજા કરનારના આત્મામાં હોવાથી; અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા હિંસ્ય એવા અખાયાદિ જીવોમાં થતી હોવાથી, અને નદી ઊતરતી વખતે આજ્ઞાશુદ્ધ ભાવ સાધુના આત્મામાં હોવાથી; હિંસા અને ભાવનું ભિન્ન અધિકરણ પ્રાપ્ત થાય છે. તેથી અન્ય અધિકરણમાં રહેલ હિંસા અને અન્ય અધિકરણમાં રહેલ ભાવને આશ્રયીને પૂજામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં ધર્માધર્મરૂપ મિશ્રભાવ કહી શકાય નહિ; પરંતુ સ્વાનુકૂલવ્યાપારસંબંધથી હિંસા પૂજા કરનારના આત્મામાં પ્રાપ્ત થઈ શકે છે અર્થાત્ સ્વ=હિંસ્ય એવા પુષ્પાદિ જીવોની થતી હિંસા તેને અનુકૂળ એવો વ્યાપાર પૂજા કરનાર શ્રાવકમાં છે, તેથી સ્વાનુકૂલવ્યાપારસંબંધથી પુષ્પાદિ જીવોમાં થતી હિંસાની ક્રિયા શ્રાવકના આત્મામાં પ્રાપ્ત થાય છે, અને શ્રાવકના આત્મામાં ભગવાનની ભક્તિરૂપ ભાવ છે, તેથી સ્વાનુકૂલવ્યાપારસંબંધથી
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy