SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાકથન * શ્લોક-૯૯માં પરમાત્માના અવલંબનથી નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ, જિનપ્રતિમાના દર્શનથી નિરાલંબન સુખની પ્રાપ્તિ, પરમાત્માના ધ્યાનથી પ્રાપ્ત સમાપત્તિનું સ્વરૂપ, પરમાત્માને હૃદયમાં સ્થાપન ક૨વાથી યાવત્ અનાલંબનયોગ સુધીની ક્રમસર ચિત્તની ભૂમિકાઓનું સ્વરૂપ અને નિર્વિકલ્પજ્ઞાનનું સ્વરૂપ બતાવેલ છે. * શ્લોક-૧૦૦માં તાત્ત્વિક પરમાત્માના સ્વરૂપને બતાવનાર પ્રતિમાનું સ્વરૂપ, સિદ્ધના સ્વરૂપનું વર્ણન, નિર્વિકલ્પઉપયોગમાં બ્રહ્મવિષયક જિજ્ઞાસાના અભાવની યુક્તિ બતાવેલ છે. * શ્લોક-૧૦૧માં સંસારના સુખની સાથે સિદ્ધના સુખની તુલના, કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી હૃદયમાં શેયાકારે પરમાત્માના પરિણામની આવશ્યકતા જણાવેલ છે. * શ્લોક-૧૦૨માં પ્રતિમાના દર્શનથી પ્રતિમાની પૂજ્યતા સ્વીકારનાર અને નહિ સ્વીકારનારને થતા ભાવોનું વર્ણન કરેલ છે. * શ્લોક-૧૦૩માં જિનપ્રતિમાનું સ્વરૂપ અને જિનપ્રતિમાને નતિનું=નમસ્કાર કરવાનું, સ્વરૂપ બતાવેલ છે. * શ્લોક-૧૦૪માં ગ્રંથકર્તાની પ્રશસ્તિ અને ગ્રંથની વિશેષતા બતાવેલ છે. છેલ્લે પ્રતિમાશતક ગ્રંથના ટીકાકારની પ્રશસ્તિ આપેલ છે તેમાં વી૨ પ૨માત્માની સ્તુતિ, તપાગચ્છની પાટપરંપરાનું સ્વરૂપ, ક્રિયોદ્ધારક પૂજ્ય આનંદવિમલસૂરિ મહારાજ સાહેબથી પ્રારંભીને પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ સુધીની પાટપરંપરા બતાવી તત્ત્વના શ્રમરૂપ પ્રતિમાશતક ગ્રંથ રચવાનું પ્રયોજન બતાવેલ છે. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪માં આવતા આગમ-પ્રકરણ પાઠો શ્લોક-૭૧માં : * વિધિના યોગ, આરાધન અને શંસન આદિથી ક્રિયાની અદુષ્ટતા - શ્રાદ્ધવિધિવૃત્તિનો પાઠ. * આભોગદ્રવ્યસ્તવરૂપ અમૃતઅનુષ્ઠાન અને અનાભોગદ્રવ્યસ્તવરૂપ તદ્વેતુઅનુષ્ઠાનના સ્વરૂપનું ઉદ્ધરણ - * ભવાભિનંદીને ગુણદ્વેષની પ્રાપ્તિ - શ્રાદ્ધવિધિવૃત્તિનો પાઠ. * પૂજા માટે યોગ્ય પ્રતિમાના સ્વરૂપ વિષયક ભિન્ન-ભિન્ન મતો - સમ્યક્ત્વપ્રકરણ, કલ્પભાષ્ય, શ્રાદ્ધવિધિવૃત્તિનો પાઠ. * અનુમોદનરૂપ દોષના અભાવની યુક્તિ - વિંશતિવિંશિકા.- આઠમી વિંશિકાનો પાઠ. * અવસ્થિતપક્ષની ભજના - વ્યવહારભાષ્યનો પાઠ.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy