SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૮૫ ૧૨૮૧ અવતરણિકા - ___ एतद् दूषयति - અવતરણિકાર્ય : આને દૂષિત કરે છે=શ્લોક-૮૩માં સિદ્ધાંતકારે પાર્જચંદ્રને કહેલ કે જો પૂજાદિ ક્રિયામાં ધમધર્મ રૂપ મિશ્રપણું સ્વીકારવામાં આવે તો સાધુને અપવાદથી નદી ઊતરવામાં મિશ્ર પક્ષ સ્વીકારવાની તને=પાર્જચંદ્રને, આપત્તિ આવશે. આ પ્રકારની સિદ્ધાંતકાર દ્વારા અપાયેલ આપત્તિનું સમાધાન શ્લોક-૮૪માં પૂર્વપક્ષી પાર્જચંદ્ર કર્યું અને બતાવ્યું કે સાધુને નદી ઊતરવામાં ધમધર્મ રૂપ મિશ્રતાની પ્રાપ્તિ નથી અને ભગવાનની પૂજામાં ગૃહસ્થને ધમધર્મ રૂપ મિશ્રતા અવર્જનીય છે. આ પ્રકારના પાર્જચંદ્રના સ્થાપનને સિદ્ધાંતકાર દૂષિત કરે છે – શ્લોક : हिंसा सद्व्यवहारतो विधिकृतः श्राद्धस्य साधोश्च नो, सा लोकव्यवहारतस्तु विदिता बाधाकरी नोभयोः । इच्छाकल्पनयाऽभ्युपेत्य विहिते तथ्या तदुत्पादनो त्पत्तिभ्यां तु भिदा न कापि नियतव्यापारके कर्मणि ।।८५।। શ્લોકાર્ચ - વિધિને કરનારા એવા શ્રાવકને અને સાધુને સવ્યવહારથી હિંસા નથી. વળી લોકવ્યવહારથી વિદિત=જણાયેલી, એવી તે હિંસા, બંનેને વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકને અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુને, બાધાન કરનારી નથી મિશ્ર પક્ષમાં પ્રવેશ કરાવનાર નથી. ઈચ્છા કલ્પનાથી સ્વીકારીને વિહિત એવા નિયત વ્યાપારવાળા કર્મમાં તેના ઉત્પાદન અને ઉત્પત્તિ દ્વારા કોઈપણ તથ્ય ભેદ નથી અર્થાત્ શાસ્ત્રમાં વિહિત એવી નિયત વ્યાપારવાળી પૂજાદિ ક્લિામાં કે સાધુને નદી ઉત્તારાદિ ક્રિયામાં ગૃહસ્થની પૂજાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન છે અને સાધુને નદી ઊતરવાની ક્રિયામાં હિંસાનું ઉત્પાદન નથી, પરંતુ માત્ર હિંસાની ઉત્પત્તિ છે તેના દ્વારા કોઈપણ તથ્ય ભેદ નથી. II૮૫II. ટીકા :____ 'हिंसा' इति :- विधिकृतः श्राद्धस्य साधोश्च सद्व्यवहारतः सिद्धान्तव्युत्पन्नजनव्यवहारतः, हिंसा नो नैव भवति, प्रमत्तयोगेन प्राणव्यपरोपणस्यैव तन्मते हिंसात्वात्, स्वगुणस्थानोचितयतनया प्रमादपरिहारस्य चोभयोरविशेषात्, उपरितनेनाधस्तनप्रमादपर्यवसायकतायाश्चातिप्रसञ्जकत्वात्,
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy