SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૯ પ્રતિમાશતક | શ્લોક : ૮૨ પુષ્પાદિની ક્રિયામાં હું આરંભ કરું છું, એવા ઉપયોગવાળો હોતો નથી. તેથી દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિરૂપ અમારંભ અને હિંસાદિ આરંભના બે ઉપયોગો સંભવતા નથી; કેમ કે ધૈર્યમાં અતિચારના ભયનો પણ અભાવ છે. એ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવું. 2 ચેંડતિવારમયોડણવાન્ - અહીં ‘૩૫થી એ સમુચ્ચય થાય છે કે શૈર્યયોગની પ્રાપ્તિમાં આરંભનો તો ભય નથી, પરંતુ અતિચારના ભયનો પણ અભાવ છે. ભાવાર્થ : નનુ'થી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષી એવા પાર્થચંદ્રમતવાસી જેઓ ભગવાનની પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રપણું સ્વીકારે છે, તેને આક્ષેપ કરતાં કહે છે – તારો આ પૂર્વપક્ષ આગળમાં કહેવાશે, એ ચારે વિકલ્પોથી સંગત નથી. ગ્રંથકારશ્રી તે ચાર વિકલ્પો બતાવે છે – (૧) શુભ ભાવની સાથે અશુભ ભાવનું મિશ્રપણું : ભગવાનની ભક્તિરૂ૫ શુભભાવનું અને પૂજામાં થતી પુષ્પાદિ જીવને કિલામણારૂપ અશુભભાવનું મિશ્રપણું છે, તેથી ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે. (૨) શુભ ભાવની સાથે અશુભ ક્રિયાનું મિશ્રપણું : ભગવાનની ભક્તિરૂપ શુભભાવનું અને પૂજામાં થતી પુષ્પાદિના ઉપમદનરૂપ અશુભ ક્રિયાનું મિશ્રપણું છે. તેથી ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે. (૩) શુભ ક્રિયાની સાથે અશુભ ભાવનું મિશ્રપણું : ભગવાનની ભક્તિરૂપ શુભ ક્રિયાનું અને પૂજામાં થતા પુષ્પાદિ જીવોના ઉપમદનરૂપ અશુભ ભાવનું મિશ્રપણું છે, તેથી ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે. (૪) શુભ ક્રિયાની સાથે અશુભ ક્રિયાનું મિશ્રપણું : ભગવાનની ભક્તિરૂપ શુભ ક્રિયાનું અને પૂજામાં થતા પુષ્પાદિ જીવોના ઉપમર્દનરૂપ અશુભ ક્રિયાનું મિશ્રપણું છે. તેથી ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે. આ રીતે ધર્માધર્મરૂપ દ્રવ્યસ્તવને મિશ્રરૂપે સ્વીકારવામાં ઉપરોક્ત ચાર વિકલ્પો થઈ શકે છે અને તે ચારેય વિકલ્પો સંગત નથી, એ બતાવવા અર્થે પ્રથમ વિકલ્પ કેમ સંગત નથી, તે બતાવે છે – શુભ ભાવની સાથે અશુભ ભાવનું મિશ્રપણું છે, તેથી ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે એ વિકલ્પ સંગત નથી; કેમ કે એકીસાથે બે ઉપયોગ શાસ્ત્રને સંમત નથી=દ્રવ્યસ્તવમાં આરંભનો ઉપયોગ અને ભગવાનની ભક્તિનો ઉપયોગ એ બંને ઉપયોગ એકીસાથે સંભવી શકે નહિ. માટે દ્રવ્યસ્તવમાં બે ભાવોનું મિશ્રપણું છે, તેમ સ્વીકારી શકાય નહિ. માટે ભાવની સાથે ભાવના મિશ્રપણાને કારણે દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ છે એ વચન સંગત નથી. કેમ સંગત નથી ? તેને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy