SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૨ ઇન્દ્ર નંદનવનની ભૂમિને મૂકતા નથી, તે દૃષ્ટાંતને સ્પષ્ટ કરે છે – - પ્રતિમાશતક | શ્લોક : ૭૯ ઇન્દ્ર જેમ તેના ચારુભાવથી=નંદનવનના સુંદરપણાથી, મનોહર ચમત્કારના દર્શનને કારણે પ્રિયાના વિરહથી થયેલા તાપને પણ ભૂલી જાય છે, તેમ ગ્રંથકારશ્રી પણ ભગવાનની મૂર્તિના દર્શનમાં વર્તતા વીતરાગપણું વગેરે સુંદર ભાવોના ચમત્કારના દર્શનથી પરમાત્માના સાક્ષાત્ દર્શનના વિરહથી થયેલા તાપને ભૂલી જાય છે. ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે. અન્ન ***** અજાર: ।। અહીં રસના ઉપમા અલંકાર છે=પ્રસ્તુત શ્લોકમાં ભ્રમર વગેરે ચાર ઉપમા દ્વારા ગ્રંથકારશ્રી પોતે ભગવાનની પ્રતિમાને ચિત્તથી ક્ષણ પણ મૂકતા નથી, એ પ્રકારનું ગ્રંથકારશ્રીનું કથન રસના ઉપમા અલંકારવાળું છે. ૭૯।। ભાવાર્થ : પ્રસ્તુત શ્લોક-૭૯માં ચાર પ્રકારની ઉપમા દ્વારા ગ્રંથકારશ્રી પોતે ભગવાનની પ્રતિમાને ક્ષણ પણ ચિત્તથી મૂકતા નથી, એ કથનમાં ચારેય ઉપમાઓ દ્વા૨ા સાધારણ ધર્મ ભિન્ન ભિન્ન પ્રકારનો બતાવેલ છે, જેનાથી રસના ઉપમા અલંકાર થયેલ છે અર્થાત્ ચારેય ઉપમા દ્વારા ભિન્ન ભિન્ન કાર્યો બતાવીને પોતાને ક્ષણ પણ પરમાત્માને ચિત્તથી નહિ મૂકવા દ્વારા તેવાં ચાર કાર્યો થાય છે, તેમ બતાવ્યું તે ૨સના ઉપમા અલંકાર છે. તે આ રીતે (૧) ભમરો માલતીના ગુણને જાણનારો હોવાથી માલતીની અપ્રાપ્તિમાં માલતીના પક્ષપાતને છોડતો નથી. તેમ ગ્રંથકારશ્રી પોતે પણ સાક્ષાત્ તીર્થંકરના વિરહમાં ભગવાનનાં તા૨કતાદિ ગુણો જાણનાર હોવાથી ભગવાનની પ્રતિમાના પક્ષપાતને છોડતા નથી. (૨) હાથીને જેમ રેવા નદીમાં જળક્રીડા કરવામાં રતિ ઉત્પન્ન થાય છે, તેમ ગ્રંથકારશ્રીને પોતાને ભગવાનની મૂર્તિના દર્શનમાં રતિ ઉત્પન્ન થાય છે, તે પ્રથમ નંબરના પક્ષપાત કરતાં ભિન્ન પ્રકારનું કાર્ય છે. (૩) કોયલને જેમ વસંત ઋતુમાં ગાવાનો પરિણામ થાય છે, તે કોયલનો કલકલા૨વ યુવાનોને ઉન્માદ કરાવે છે, તેમ ગ્રંથકારશ્રીન ભગવાનની મૂર્તિને જોઈને ભગવાનનાં ગુણગાન કરવાનો પરિણામ થાય છે અને ગુણગાન કરે છે, તે ભગવાન પ્રત્યે ભક્તિવાળા જીવોને ભક્તિના ઉન્માદનું કારણ બને છે. તે બીજા નંબરના ભગવાનના દર્શનમાં થતી રતિ કરતાં જુદા પ્રકારનું કાર્ય છે. (૪) મનોહર નંદનવનમાં બેસીને ઇન્દ્ર જેમ ઇન્દ્રાણીના વિરહના તાપને ભૂલી જાય છે, તેમ ગ્રંથકારશ્રી પોતે પણ સાક્ષાત્ પરમાત્માના દર્શનના વિરહના તાપને પ્રતિમાના દર્શનથી ભૂલી જાય છે, તે ત્રીજા નંબરના ભક્તિના ઉન્માદના તે કાર્ય કરતાં જુદા પ્રકારનું કાર્ય છે. આ રીતે ચારે ઉપમા દ્વારા દરેકના સાધારણ ધર્મો ભિન્ન પ્રકારના બતાવીને રસના ઉપમા અલંકાર થયેલ છે. II૭૯
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy