SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૭ પ્રતિમાશતક | શ્લોક : ૧૦ દ્રવ્યસ્તવ એ આરંભસ્થાનીય છે, અને દ્રવ્યસ્તવનો આરંભ ભાવરૂવરૂપ ફળ માટે કરાય છે, માટે ભાવસ્તવરૂપ ફળ પ્રધાન છે અને તેનું કારણ દ્રવ્યસ્તવ અપ્રધાન છે. આશય એ છે કે વિત્તના પરિત્યાગથી કોઈ દ્રવ્યસ્તવ કરતો હોય અને તે દ્રવ્યસ્તવ તદ્ધત અનુષ્ઠાન કે અમૃત અનુષ્ઠાનરૂપ હોય તો તેનાથી શુભ અધ્યવસાય થાય છે, પરંતુ તે શુભ અધ્યવસાય ભાવસ્તવરૂપ છે. અને દ્રવ્યસ્તવ એ ભાવસ્તવના કારણભૂત છે, તેથી દ્રવ્યસ્તવ અપ્રધાન છે અને ભાવસ્તવ પ્રધાન છે. માટે દ્રવ્યસ્તવમાં પણ વર્તતા શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવની જ પ્રધાનતા છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એમ કહી શકાય નહિ. ઉત્થાન : દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની ચાલનામાં કરાયેલી શંકાનું અહીં સુધી નિરાકરણ થયું. હવે ચાલનામાં કહેલ કે, દ્રવ્યસ્તવ કરાવે છતે તીર્થનું ઉન્નતિકરણ છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, તેનું નિરાકરણ કરતાં કહે છે - ટીકાર્ય :વ્યાખ્યા :- પવિતવ ..... પૂષ્યત્વત્, ભાવસ્તવ જ હોતે છતે તત્વથી તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે ભાવાસ્તવવાળા તેનું=મુનિનું, દેવો વડે પણ સમ્યગુ પૂજ્યમાનપણું છે. વિશેષાર્થ : અહીં “ભાવસ્તવ' શબ્દથી દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવ અથવા તો સંયમપાલનરૂપ પ્રધાન ભાવસ્તવ બંનેનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવસ્તવ હોતે છતે જ અથવા તો મુનિમાં સંયમપાલનરૂપ ભાવસ્તવ હોતે છતે જ પરમાર્થથી તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે ભાવસ્તવવાળા તેનું મુનિનું, દેવતાઓ વડે પણ સમ્યગુ પૂજ્યપણું છે. આશય એ છે કે, ભાવસ્તવ મુખ્યરૂપે મુનિમાં જ વર્તે છે અને દ્રવ્યસ્તવવાળામાં શુભઅધ્યવસાયરૂપ ભાવસ્તવ અલ્પમાત્રામાં છે, તેથી દેવતાઓ પણ ભાવસ્તવવાળાની જ પૂજા કરે છે. અહીં તીર્થનું ઉન્નતિકરણ એ છે કે, ભાવસ્તવવાળા મુનિને જોઈને દેવતાઓ તેમની ભક્તિ કરે છે, તેથી તે દેવતા આદિમાં ભગવાનનું શાસન પરિણામથી વૃદ્ધિમતું થાય છે=તે જ તીર્થનું ઉન્નતિકરણ છે તેઓના હૈયામાં ભગવાનનું શાસન અધિક બન્યું, એ જ તીર્થની ઉન્નતિ છે. ૦ અમરાદિમાં “આદિ' પદથી ધર્મી મનુષ્યોને ગ્રહણ કરવાના છે, તેઓ સુસાધુઓની ભક્તિ કરે છે અને ચિત્તમાં ધર્મની વૃદ્ધિ કરે છે, એ જ તીર્થનું ઉન્નતિકરણ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy