SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. પ્રતિમાશતક | શ્લોક : ૧૦ રૂદ વાજિત ... મુરતિ, અહીંયાં દ્રવ્ય અને ભાવદ્વાર દ્વારા સ્તવશબ્દનો અર્થ કર્યો એમાં, ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગુ જ્ઞાન માટે સમર્થ થાય છે, એથી કરીને, અને ચાલના ક્યારેક શિષ્ય કરે છે, ક્યારેક સ્વયં જ ગુરુ કરે છે, એથી કરીને તેના અનુવાદપુરસ્સર કહે છે, એ પ્રમાણે અવય છે. ચાલના ક્યારેક શિષ્ય કરે છે અને ક્યારેક સ્વયં જ ગુરુ કરે છે, એમ કહ્યું. તેમાં સાક્ષી આપે છે ૩ ૨ - “સ્થ૬' અને કહ્યું છે કે - ક્યારેક શિષ્ય પૂછે છે, ક્યારેક નહિ પુછાયેલા આચાર્યો કહે છે ઈત્યાદિ સાક્ષીપાઠ છે. વિશેષાર્થ - ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યજ્ઞાન માટે થાય છે, એમ કહ્યું, તેનો આશય એ છે કે, શાબ્દબોધમાં જે શબ્દથી સીધો બોધ થાય છે, તે પદાર્થ બોધ છે. ત્યાર પછી વાક્યર્થ બોધમાં ચાલના કરાય છે=તેમાં સામાન્યથી દેખાતી શંકાનું ઉભાવન કરાય છે, અને ચાલનાથી ચાલિત થયેલો અર્થ મહાવાક્યાર્થથી પ્રતિષ્ઠાપિત કરાય છે=શંકાના નિરાકરણપૂર્વક તે અર્થ સમ્યક પ્રતિષ્ઠાપિત કરાય છે, તેનાથી સમ્યજ્ઞાન થાય છે. તે ચાલના ક્યારેક શિષ્ય કરે છે, પરંતુ શ્રોતા તેવી પટુ બુદ્ધિવાળો ન હોય તો તેને સમ્યગુ બોધ કરાવવા માટે ક્યારેક સ્વયં જ ગુરુ ચાલના કરે છે. ટીકાર્ચ - થતશ્વાત્ર ... પુરક્ષરનાદ - જે કારણથી અહીંયાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ કહ્યો, ત્યાં, વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ જ શ્રેષ્ઠ થશે, એ પ્રકારે અલ્પબુદ્ધિવાળાઓને આશંકાનો સંભવ છે. એથી કરીને તેના વ્યદાસ માટે અલ્પ બુદ્ધિવાળાને થયેલી આ આશંકાના નિરાસ માટે, તેના અનુવાદ પુરસ્સર= વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ થશે, એ રૂપ ચાલના-કથન-પુરસ્સર આવશ્યકનિયુક્તિ ભા. ગાથા-૧૯રમાં કહે છે - વ્યથળો ..... વિતિ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારે બુદ્ધિ થાય. આ અતિપુણમતિવાળાનું વચન છે, જિનેશ્વરો પડજીવનિકાયનું હિત કહે છે. ૦ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯રની અવતરણિકામાં કહ્યું કે, ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગું જ્ઞાન માટે સમર્થ થાય છે. તેથી તેના અનુવાદપૂર્વક આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨નું કથન કહે છે. તેનું યોજન આ રીતે છે - “બૅથયો ..... યુદ્ધિ સિમા ' એ કથન ચાલનારૂપ છે અને “નિયમરૂવયમિi ..... વિંતિ' એ કથન પ્રત્યવસ્થાનરૂપ છે. વળી અવતરણિકામાં કહેલ કે, ચાલના ક્યારેક શિષ્ય કરે છે અને ક્યારેક સ્વયં જ ગુરુ કરે છે. તે અહીંયાં ચાલના ગુરુએ કરેલ છે. અને ત્રીજું જે કહ્યું કે, જે કારણથી અહીંયાં વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે, એ પ્રકારની શંકા દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ કથન દ્વારા ઊભી કરી, અને તેનો બુદાસ છગ્નીવદિ નિ વિંતિ એ કથનથી કરેલ છે. આ રીતે આ ત્રણ ભાવો ગાથા-૧૯રમાંથી નીકળે છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy