SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૭ પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ હોવાથી માને છે કે, કૂવો ખોદતાં જેમાં પ્રથમ કાદવથી ખરડાવવું પડે છે, પરંતુ જલની પ્રાપ્તિ થતાં તે કાદવને ધોઈ શકાય છે; તેમ પ્રસ્તુતમાં પૂજામાં થતી હિંસાથી કર્મબંધ થાય છે, તેની શુદ્ધિ પૂજામાં થતા શુભભાવથી થઈ જાય છે. અહીં કૂપદષ્ટાંત સંગત થાય છે, પરંતુ અહીં કહેવાયું કે, સમાધિજનિતભાવવાળો સમ્યગુ યતનાપૂર્વક પૂજા કરે તો તેની પૂજાની ક્રિયામાં લેશ પણ કર્મબંધ નથી, તેથી તે કૂપદષ્ટાંત યથાશ્રુત જાણનારને આશંકાનું સ્થાન બને છે અર્થાત્ જો પૂજામાં લેશ પણ કર્મબંધ ન હોય તો શાસ્ત્રમાં જે રીતે કૂપદષ્ટાંત બતાવેલ છે, તે કૂપદષ્ટાંત પૂજામાં કઈ રીતે સંગત થાય, એવી શંકાનું સ્થાન બને છે. ટીકા : एवं हि तदावश्यके द्रव्यस्तवीयप्रसङ्गसमाधानस्थले व्यवस्थितम् - 'नामढवणादविए भावे अ थयस्स होइ निक्खेवो । दव्वथवो पुष्फाई संतगुणुक्कितनाभावे' इति । व्याख्या-तत्र नामेति नामस्तवः, स्थापनेति स्थापनास्तवः, द्रव्य इति द्रव्यविषयो द्रव्यस्तवः, भावेति (भावे चेति) भावविषयश्च भावस्तव इत्यर्थः । इत्थं स्तवस्य भवति निक्षेपो-न्यासः । तत्र क्षुण्णत्वान्नामस्थापने अनादृत्य द्रव्यस्तवभावस्तवस्वरूपमेवाह-द्रव्यस्तवः पुष्पादिरिति, आदिशब्दाद्गन्धधूपादिपरिग्रहः, कारणे कार्योपचाराच्चैवमाह, अन्यथा द्रव्यस्तवः पुष्पादिभिः समभ्यर्चनमिति । तथा सद्गुणोत्कीर्तना भाव इति, सन्तश्च ते गुणाश्च सद्गुणाः अनेनासद्गुणोत्कीर्तनानिषेधमाह, करणे च मृषावाद इति, सद्गुणानामुत्कीर्तना-उत्-प्राबल्येन परया भक्त्या कीर्तना=संशब्दना, यथा-'प्रकाशितं यथैकेन त्वया सम्यग् जगत्त्रयम् समग्रैरपि नो नाथ ! परतीर्थाधिपैस्तथा। विद्योतयति वा लोकं यथैकोऽपि निशाकरः । समुद्गतः समग्रोऽपि किं तथा तारकगणः ।।२।।' इत्यादिलक्षणो, 'भाव' इति द्वारपरामर्शो भावस्तव इति गाथार्थः ।। ટીકાર્ચ - “પૂર્વ દિ' આ રીતે હવે કહેવામાં આવશે એ રીતે, તે કૂપદષ્ણત, આવશ્યકમાં દ્રવ્યસ્તવીય પ્રસંગના સમાધાન સ્થળમાં વ્યવસ્થિત છે. વિશેષાર્થ - આવશ્યકમાં દ્રવ્યસ્તવ સંબંધી પૂર્વપક્ષી દ્વારા પ્રસંગ આપવામાં આવે છે કે, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે; કેમ કે દ્રવ્યસ્તવમાં વિત્તનો પરિત્યાગ થાય છે, જ્યારે ભાવસ્તવમાં વિત્તનો પરિત્યાગ નહિ થવાને કારણે ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે. એ પ્રકારના પૂર્વપક્ષી દ્વારા અપાયેલા પ્રસંગના સમાધાનરૂપે આવશ્યકમાં કૂપદૃષ્ટાંત આ રીતેaહવે કહેવામાં આવશે એ રીતે, વ્યવસ્થિત છે. ટીકાર્ય : નામ ..... મા’ રૂત્તિ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - એમ સ્તવના ચાર વિક્ષેપ થાય છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે અને સદ્ગણ ઉત્કીર્તનારૂપ=વિદ્યમાન ગુણની ઉત્કીર્તના રૂ૫, ભાવ છે=ભાવસ્તવ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy