SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦. પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પુણ્યબંધ થાય છે, ત્યાં વસ્તુતઃ હિંસા પોતે પુણ્યબંધ કરાવતી નથી, પરંતુ પૂજામાં વર્તતો જે શુભભાવ છે, તે પુણ્યબંધ કરાવે છે; તો પણ ઘી બાળે છે એ ન્યાયથી વ્યવહારનયથી હિંસા પુણ્યાવહ છે તે ઈષ્ટ છે. ટીકાર્ચ - નિશ્વયે ..... ફર્થ વળી નિશ્ચયનયની દૃષ્ટિથી વિચાર કરાયે છતે હિંસા વૃથા જ છે હિંસા કર્મબંધનું કારણ નથી; કેમ કે અન્યતર બંધનું પણ અહેતુપણું છે–પુણ્ય કે પાપ અવતર - બંધનું પણ હિંસાનું અહેતુપણું છે. કેવલ એક જ ભાવ ફળને આપનારો છે, તે પ્રશસ્ત અથવા અપ્રશસ્ત (ભાવ) પ્રશસ્ત-અપ્રશસ્ત ફળને પેદા કરવા માટે સમર્થ છે, એ પ્રકારે તાત્પર્ય છે. વિશેષાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો હિંસા પાપ કે પુણ્ય બંનેમાંથી એક પણ બંધનો હેતુ નથી, પરંતુ નિશ્ચયનયના મતે પ્રશસ્ત ભાવ પ્રશસ્ત ફળને આપે છે=હિંસાકાળમાં પ્રશસ્તભાવ વર્તતો હોય તો પ્રશસ્ત ફળ આપે છે. જેમ વિવેકી શ્રાવક પૂજા માટે પુષ્પત્રોટનાદિરૂપ હિંસાની ક્રિયા કરે છે, ત્યાં પ્રશસ્ત ભાવ વર્તતો હોવાથી પ્રશસ્ત ફળ મળે છે. અને અપ્રશસ્તભાવ અપ્રશસ્ત ફળને આપે છે, જેમ સંસારી જીવો આરંભસમારંભ આદિ કરે છે, ત્યાં અપ્રશસ્ત ભાવ વર્તતો હોવાથી અપ્રશસ્ત ફળ મળે છે. ટીકા : अत एव कामभोगानाश्रित्योत्तराध्ययनेऽप्युक्तम्__'न कामभोगा समयं उवेंति, ण यावि भोगा विगयं उर्वति । નો તખમોને ય પરિસાદે ય, સમો નો તેનું સ વીડગરા ત્તિ ' (ાધ્ય. ૩૨ T. ૨૦૨) अत एव च विषयेष्वपि सत्तत्त्वचिन्तयाऽभिसमन्वागमनमबन्धकारणमुक्तमाचारे । ટીકાર્થ: મત વિ ..... 37 - આથી કરીને જ=નિશ્ચયનયની દૃષ્ટિએ કેવલ એક જ ભાવ ફળને આપનારો છે. આથી કરીને જ, કામભોગોને આશ્રયીને ઉત્તરાધ્યયનમાં પણ કહેલું છે – છાપો .... વીર ત્તિ IT “કામભોગો સમતાને આપતા નથી અને વળી ભોગો વિકૃતિને પેદા કરતાં નથી, પરંતુ જે તેમાં પ્રખ્ય અને પરિગ્રહ છે, તે જ વિકૃતિને કરે છે, અને જે તેમાં સમાન છે, તે વીતરાગ છે.” ૦ ‘ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : બાહ્યહિંસા નિશ્ચયનયથી કર્મબંધનો હેતુ નથી, તેમ બાહ્ય કામભોગો સમતાનું કારણ નથી કે વિકૃતિનું કારણ નથી; પરંતુ જીવનો છે તેમાં પ્રદ્વેષ અને પરિગ્રહ છે, તે જ વિકૃતિ છે, અને જે તેમાં
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy