SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૫૫ ૬૬૨ એવી હિંસાનું અસેવન મુનિ કરે છે, તેથી ઉત્સર્ગના અધિકારી મુનિ છે, તે જ અપવાદથી પૂજાના અધિકારી બને. જ્યારે મુનિ દ્રવ્યસ્તવના અધિકારી નથી, પરંતુ મલિનારંભી ગૃહસ્થ દ્રવ્યસ્તવના અધિકારી છે, તેથી ઉત્સર્ગ-અપવાદ બંનેના એક વ્યક્તિરૂપ અધિકારી નથી. અને આ રીતે ઉત્સર્ગ અને અપવાદના અધિકારી ભિન્ન વ્યક્તિ હોવા છતાં બંનેનું લક્ષ્ય એક મોક્ષ છે, તે લક્ષ્યની અપેક્ષાએ એક અધિકારી ગ્રહણ કરવાના છે જ્યારે યાગીય હિંસામાં મોક્ષરૂપ ફળની અપેક્ષાએ એક લક્ષ્યવાળા અધિકારી નથી, પરંતુ ભિન્ન લક્ષ્મવાળા અધિકારી છે; કેમ કે સામાન્યથી નિષિદ્ધ એવી હિંસાના અસેવનના અધિકા૨ી મુનિ મોક્ષલક્ષવાળા છે અને યાગીય હિંસાના અધિકા૨ી ભૂતિની કામનાવાળા છે, તેથી ભિન્ન લક્ષ્યવાળા છે. તેથી લક્ષ્યની અપેક્ષાએ ભિન્ન અધિકારી હોવાથી ઉત્સર્ગની ૨ક્ષા કરનાર એવા અપવાદરૂપ યાગીય હિંસા નથી. જ્યારે પૂજાસ્થલીય અપવાદ, ઉત્સર્ગ એક અધિકારિક અપવાદ હોવાથી ઉત્સર્ગની=મોક્ષલક્ષની રક્ષા કરનારો અપવાદ છે. અહીં પ્રશ્ન થાય કે, ઉત્સર્ગ અને અપવાદનું મોક્ષરૂપ એક લક્ષ્ય હોવામાત્રથી તે અપવાદ, ઉત્સર્ગની ૨ક્ષા ક૨ના૨ો કઈ રીતે બને ? તેનો ઉત્તર આપે છે - મોક્ષ સર્વથા અહિંસક ભાવરૂપ છે અને હિંસા એ તેનો વિરોધી ભાવ છે, તેથી મોક્ષના અર્થીએ સર્વથા હિંસા ન કરવી જોઈએ, એવું ઉત્સર્ગથી વિધાન છે. આમ છતાં, કોઈ જીવ મોક્ષનો અર્થ છે અને સર્વથા હિંસાના ત્યાગનો તેને પરિણામ પણ છે, પરંતુ સર્વથા હિંસાનો ત્યાગ ક૨વા તે અસમર્થ છે; એવા મોક્ષાર્થી મલિનારંભી ગૃહસ્થને, પોતાની તે ભૂમિકામાં મોક્ષમાર્ગને બતાવનાર અને મોક્ષને પામેલા ભગવાન પ્રત્યે બહુમાનભાવ થાય છે, અને તે ભાવની વૃદ્ધિ થવાથી મોક્ષમાર્ગ તરફ તે પ્રસર્પણ કરી શકે છે, તેને તે ભાવની વૃદ્ધિનું કા૨ણ અપવાદરૂપ દ્રવ્યસ્તવ તે જીવ માટે બને છે. અને તે દ્રવ્યસ્તવના સેવનથી તેને ભગવાનના માર્ગ પ્રત્યેની રુચિ વૃદ્ધિમત્ થાય છે, અને સર્વથા અહિંસકભાવરૂપ સંયમ પ્રત્યે તેના ચિત્તનું પ્રસર્પણ થાય છે, તેથી આવા જીવે સેવેલ દ્રવ્યસ્તવરૂપ અપવાદ, ઉત્સર્ગની રક્ષા કરનાર બને છે; જ્યારે યાગસ્થલીય અપવાદ ભિન્ન લક્ષ્ય હોવાથી ઉત્સર્ગની રક્ષા કરનાર બનતો નથી, તેથી તે અપવાદરૂપ પણ નથી. (૨) વળી, અપવાદનું બીજું વિશેષણ નિમ્ન-ઉન્નત ન્યાયથી ઉત્સર્ગની તુલ્ય સંખ્યાક કહ્યું. તેનો ભાવ એ છે કે, જેમ ઉન્નતની અપેક્ષાએ નિમ્નની પ્રસિદ્ધિ છે, તેમ નિમ્નની અપેક્ષાએ ઉન્નતની પ્રસિદ્ધિ છે. તેથી નિમ્ન-ઉન્નત પરસ્પર સાપેક્ષ છે, માટે તે બંનેની સમાન સંખ્યા પ્રાપ્ત થાય. એ જ ન્યાયથી ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ નક્કી થાય છે અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગ છે. તેથી જેટલા ઉત્સર્ગમાર્ગ છે, તેટલા અપવાદમાર્ગ છે; અને જેટલા અપવાદમાર્ગ છે, તેટલા ઉત્સર્ગમાર્ગ છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદ તુલ્ય સંખ્યાવાળા છે. જેમ મોક્ષાર્થી જીવ જો સમર્થ હોય તો, મોક્ષના ઉપાયભૂત સર્વથા અહિંસાપાલનમાં યત્ન કરે તે ઉત્સર્ગમાર્ગ છે, પરંતુ કોઈ મોક્ષાર્થી જીવ સર્વથા અહિંસાપાલન માટે સમર્થ ન હોય તો મોક્ષના ઉપાયરૂપે દ્રવ્યસ્તવમાં પ્રવર્તે. અને સર્વથા અહિંસાપાલનરૂપ ઉત્સર્ગમાર્ગની અપેક્ષાએ દ્રવ્યસ્તવ તે અપવાદમાર્ગ છે; કેમ કે દ્રવ્યસ્તવ કરનાર જીવ એમ જ વિચારે છે કે, મારે મોક્ષમાં જવું છે, તેથી સર્વથા નિરવદ્યભાવ કરવા યોગ્ય છે; પણ સર્વથા નિરવઘભાવ હું કરી શકતો નથી, તો ભગવાનની પૂજા આદિ કરી એવો
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy