SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૫૩ १४७ મંત્રીને આવા રૂપે અર્થાત્ વક્ષ્યમાણરૂપે, આ અધ્યવસાય યાવત્ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. અહો ! જિતશત્રુ રાજા સત્=વિદ્યમાન, તત્ત્વ=વાસ્તવિક, તથ્ય=સત્ય, અવિતથ=અમિથ્યા અને સદ્ભૂત=વિદ્યમાન સ્વરૂપવાળા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણી શકતા નથી. તે કારણથી જિતશત્રુ રાજાને સત્રૂપ, તત્ત્વરૂપ, તથ્યરૂપ, અવિતથરૂપ અને સદ્ભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોના અભિગમ=બોધ માટે, આ અર્થને અર્થાત્ પુદ્ગલોના અપર અપર પરિણમનરૂપ આ અર્થને, ગ્રહણ કરાવવા માટે=અંગીકાર કરાવવા માટે મારે શ્રેયકારી છે. આ પ્રમાણે (તે સુબુદ્ધિ મંત્રી) વિચારે છે, અને વિચારીને વિશ્વાસુ પુરુષની સાથે ખાઈના માર્ગની વચમાં રહેલી કુંભારની દુકાનથી નવા ઘડા અને વસ્ત્ર મંગાવે છે, અને ઘડા લઈને જ્યાં કોઈ વિરલ મનુષ્યની અવરજવર હોય અને જ્યારે લોકો પોતપોતાના ઘરમાં વિશ્રામ લેવા ગયા હોય એવા સંધ્યાકાળના સમયે, જ્યાં ખાઈનું પાણી છે ત્યાં સમીપમાં જાય છે, અને સમીપમાં જઈને તે ખાઈના પાણીને ગ્રહણ કરાવે છે, અને ગ્રહણ કરાવીને નવા ઘડામાં ગળાવે છે. ગળાવીને નવા ઘડામાં પ્રક્ષેપ કરાવે છે, અને પ્રક્ષેપ કરાવીને લાંછિત-મુદ્રિત કરાવે છે; અર્થાત્ ઘડાનું મુખ બાંધીને તેના ઉપર નિશાન લગાવીને મહોર લગાવે છે, અને લાંછિત-મુદ્રિત કરાવીને સાત દિવસ-રાત સુધી સ્થાપન કરાવે છે. અને સ્થાપન કરાવીને ત્રીજી વાર પણ નૂતન ઘડામાં યાવત્ સ્થાપન કરાવે છે. (ત્યાં સુધી દરેક કાર્ય કરે છે.) આ પ્રમાણે આ ઉપાયથી અર્થાત્ આ ક્રમથી જ વચ્ચે વચ્ચે ગળાવીને, વચ્ચે વચ્ચે પ્રક્ષેપ કરાવીને, વચ્ચે વચ્ચે સ્થાપન કરાવી કરાવીને સાત-સાત રાત્રિ-દિવસ સુધી રખાવે છે. ત્યાર પછી તે ખાઈનું પાણી સાતમી વારના સાતમા દિવસે (સાત સપ્તાહમાં=૪૯ દિવસે) પરિણામ પામે છતે ઉદકરત્ન (ઉત્તમ જળરૂપે) થયું. વિશેષાર્થ : ત્યારે સુબુદ્ધિ મંત્રીને આવા પ્રકારનો અધ્યવસાય થયો કે, અહો !જિતશત્રુ રાજા સત્, તત્ત્વ, તથ્ય, અવિતથ અને સદ્ભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણતા નથી. તે આ રીતે - (૧) સત્ત્ને તેઓ જાણતા નથી. તેનો ભાવ એ છે કે – સત્=વિદ્યમાન, જિનપ્રજ્ઞપ્ત ભાવો જે રીતે વિદ્યમાન છે, તે રીતે તેઓ જાણતા નથી. પોતાની ઈન્દ્રિયોને જે સ્વરૂપે ખાઈનું પાણી દેખાય છે, તે સ્વરૂપે જુએ છે, પરંતુ શ્રુત જે સ્વરૂપે પુદ્ગલના વિદ્યમાન પરિણામને કહે છે, તે રૂપ તેઓ જાણતા નથી. જિતશત્રુ જે રાજા ઘાણેન્દ્રિયથી ગંધાતું અને ચક્ષુરિન્દ્રિયથી અત્યંત કાદવવાળું તે અરમ્ય જળ જુએ છે, પરંતુ તે જ જળ સુંદરરૂપે પણ પરિણામ પામવાની શક્તિવાળું છે, તે રૂપ વિદ્યમાન ભાવને તેઓ જાણતા નથી. (૨) જિનપ્રજ્ઞપ્ત ભાવોના તત્ત્વને તેઓ જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, જીવને માટે સુંદર કે અસુંદર બંને પરિણામ સમાન છે; કેમ કે જ્ઞાનના વિષયભૂત ભાવો સુંદર હોય કે અસુંદર હોય, તેનાથી જીવને કાંઈ પ્રાપ્ત થતું નથી. પરંતુ સુંદર કે અસુંદર ભાવથી નિરપેક્ષ એવો જે જીવનો જ્ઞાન પરિણામ છે, તે જ જીવને માટે તત્ત્વરૂપ છે, તેને જિતશત્રુ રાજા જાણતા નથી. (૩) જિનપ્રજ્ઞપ્ત ભાવોના તથ્યને તેઓ જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિથી પદાર્થને જોવો તે તથ્ય છે. તેને તેઓ જાણતા નથી, તે આ રીતે –
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy