SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પ્રતિમાશતક/ શ્લોકઃ પર-પ૩ ધર્મપણા વડે બોલતાં અમારી જીભ કેમ ન કંપે ? પરંતુ કંપે જ; કેમ કે મૃષા બોલવા માટે ધર્મીઓની જીલ્લા જ કંપે છે, એ પ્રકારે ઉક્તિ-વચન છે. પિરા અવતરણિકા : अत्रोत्तरदातुः स्वस्य वैद्यताऽभिनयाभिव्यक्तये भेषजमुपदर्शयति, . અવતરણિકાર્ય - અહીંયાં=પૂર્વશ્લોક-પર માં પૂર્વપક્ષીએ કહ્યું કે, લોક વડે કરાતી એવી પૂજામાં હઠથી ધર્મને બોલતાં અમારી જીભ કંપે છે એ કથનમાં, ઉત્તર આપનાર એવા ગ્રંથકારશ્રી પોતાની વૈદ્યપણાની અભિનયની અભિવ્યક્તિ માટે ઔષધ બતાવે છે – બ્લોક : भोः पापा ! भवतां भविष्यति जगद्वैद्योक्तिशङ्काभृताम्, किं मिथ्यात्वमरुत्प्रकोपवशतः सर्वाङ्गकम्पोऽपि न । यो धर्माङ्गतया वधः कुसमये दृष्टोऽत्र धर्मार्थिका, सा हिंसा न तु सक्रियास्थितिरिति श्रद्धैव सद्भेषजम् ।।५३ ।। શ્લોકાર્ચ - હે પાપીઓ ! જગધના વચનમાં શંકાને ધારણ કરનારા તમને મિથ્યાત્વરૂપ વાયુના પ્રકોપના વશથી સવાંગ કંપ પણ શું નહિ થાય ? પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષી ઉપર ગ્રંથકારે કટાક્ષ કર્યો કે, “પૂજામાં હઠથી ધર્મને બોલતાં અમારી જીભ કંપે છે,” એમ તમે જે કહો છો તો તમારા જેવા શંકાધારીને તો આખા અંગમાં કંપ પ્રાપ્ત થાય તો પણ કાંઈ આશ્ચર્ય નથી. હવે પૂર્વપક્ષીના કંપના નિવારણનું ઔષધ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે - કુશાસ્ત્રમાં ધર્માગપણા વડે જે વધ દેખાડાયો છે, તે અહીંÚપરીક્ષકલોકમાં, ધર્માર્થે હિંસા છે, પરંતુ સક્રિયાસ્થિતિ નથી, આ પ્રકારની શ્રદ્ધા જ સત્ ઔષધ છે. પII. વિશેષાર્થ: અહીં “પાપીઓ' કહ્યું, એનાથી પાપ કરનાર નથી લેવો, પરંતુ પાપનું અન્વેષણ કરનાર એવો કુમતિ લેવો છે=હિંસાદિ પાપ કરનારને ગ્રહણ કરવો નથી, પરંતુ ભગવાનના વચનમાં શંકારૂપ પાપનું અન્વેષણ કરનાર=છિદ્રને જોનાર, કુમતિ અહીં ગ્રહણ કરવાનો છે. અને આવા પાપીને સંબોધીને ગ્રંથકાર કહે છે કે, ભગવાન જગતના વૈદ્ય છે અને તેમનાં વચન શાસ્ત્રો છે, તેમાં તું શંકાને ધારણ કરે છે. તેથી તારા શરીરમાં મિથ્યાત્વરૂપી વાયુના પ્રકોપના વશથી સવગે કંપ શું નહિ થાય ?
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy