SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રતિમાશતક/ શ્લોક : ૪૭ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર ઉક્ત અવશિષ્ટ ગુણોને જણાવે છે આથી કરીને જ, સોમિલના પ્રશ્નના ઉત્તરમાં યથાશ્રુત અર્થમાં=જે પ્રમાણે સંભળાય છે તે પ્રમાણેના અર્થમાં, બાધ હોતે છતે ફલોપલક્ષકપણું વ્યાખ્યાન કરાયું. અને તે પ્રમાણે અહીંયાં=સોમિલના પ્રશ્નના ઉત્તરમાં, ભગવતીવૃત્તિ=ભગવતી સૂત્રની ટકા, છે. (તે આ પ્રમાણે-) તેવુ ..... અવન્તિવ્યનિતિ આ બધામાં તપ-સંયમાદિમાં, ભગવાનને ત્યારે કાંઈ નથી, તો પણ તેના ફળનો સદ્ભાવ હોવાથી–તપ-સંયમાદિના ફળનો સદ્ભાવ હોવાથી, તે છે–તપ-સંયમાદિ છે, એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ : સોમિલે ભગવાનને પૂછ્યું કે, તમારી યાત્રા શું છે? તેના જવાબરૂપે ભગવાને કહ્યું કે, તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, આવશ્યકાદિમાં જે યતના છે, તે મારી યાત્રા છે. વસ્તુતઃ ભગવાન તે વખતે વીતરાગ સર્વજ્ઞ હોવાથી તપ, સંયમ, સ્વાધ્યાય આદિમાં કોઈ પ્રયત્ન કરતા ન હતા. તેથી ભગવાનના ઉત્તરમાં યથાશ્રુત અર્થનો બાધ થાય છે. તેથી ભગવતીના ટીકાકારે ભગવાનના તે વચનનો અર્થ કરતાં કહ્યું કે, ભગવાનનો તે ઉત્તર ફલનો ઉપલક્ષક છેeતપ-સંયમના ફળને જણાવનાર છે, પરંતુ તપ-સંયમના સ્વરૂપને જણાવનાર નથી. ભગવાનમાં તપ-સંયમનું ફળ જે વીતરાગતા-સર્વજ્ઞત્વ છે, તે વિદ્યમાન છે, તેને જ તપ-સંયમની યતના શબ્દથી જણાવેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનનું વચન ફલઉપલક્ષક છે, તેમ પ્રસ્તુતમાં યાત્રાપદ ઉક્ત અવશિષ્ટ ગુણોનું ઉપલક્ષક છેતપ-સંયમથી વાચ્ય તપ-સંયમથી અવશિષ્ટ બાકીની સંયમમાં ઉપયોગી યાવતુ સર્વયતનાનું ઉપલક્ષક છે. અહીં વિશેષ એ છે કે, મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ યાત્રાપદનો વ્યવહાર ઉપલક્ષણથી ઉક્ત અવશિષ્ટ ગુણોને જણાવે છે, આથી કરીને જ સોમિલ પ્રશ્નના ભગવાનના ઉત્તરમાં તપ-સંયમાદિનો બાધ ભગવાનમાં દેખાય છે, ત્યારે તેનું ફલઉપલક્ષક પણ વ્યાખ્યાન કરેલ છે. ટીકા : __ अयं च एवंभूतनयार्थः, प्रागुक्तस्तु शब्दसमभिरूढयोरिति विवेचकाः ।।४७।। ટીકાર્ય : માં... વિવેવE Imઅને આ એવંભૂત તથાર્થ છે, વળી પૂર્વે કહેવાયેલ શબ્દ અને સમભિરૂઢનો અર્થ છે, એ પ્રમાણે વિવેચકો કહે છે. II૪૭થા વિશેષાર્થ: ભગવતી સૂત્રની વૃત્તિમાં=ટીકાના કથનમાં, જે કહ્યું કે, ભગવાનમાં આ બધામાં તપ-સંયમ-સ્વાધ્યાયાદિમાં, હમણાં કાંઈ વિદ્યમાન નથી, તો પણ તપ-સંયમાદિના ફળનો સદૂભાવ હોવાથી તપ-સંયમાદિ છે એમ જાણવું,
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy