SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ પ્રતિમાશતક | શ્લોક : ૪૬ ૦ વુિં મન સુમહંતેવિ પુovપરમારે' પાઠ છે ત્યાં હસ્તલિખિત પ્રતમાં ‘ક્રિમિન્દ્ર પર તુમહંતેના વિ મારે પાઠ છે. એ પાઠ વધુ સંગત લાગે છે, તેથી તે મુજબ અહીં અર્થ કરેલ છે. ‘પરહિવે પિ રેન્ના' અહીં ‘વિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, આત્મહિત કરવું અને શક્ય હોય તો પરહિત પણ કરવું. તેહિં તુ કઇ વિ TIfજ' અહીં વર્તમાનકાળના પ્રયોગથી વર્તમાન ક્ષણ લેવાની નથી, પરંતુ વર્તમાન સંયમભવ લેવાનો છે. વિશેષાર્થ : (૮) U Tછંતુ પૂર્વમાં બતાવ્યું. એ રીતે આચાર્યે સ્વશિષ્યોને શાસ્ત્રના બળથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે તેઓ માર્ગ ઉપર ન આવ્યા, ત્યારે પોતાને તેમના નિમિત્તે કોઈ સંક્લેશ ન થાય તે માટે આચાર્ય ભગવંત પ્રથમ નિશ્ચયનયથી વિચારણા કરે છે કે, આ શિષ્યો દશે દિશાઓમાં જાઓ, હું આત્મહિતને અનુસરું, પરફત=બીજા વડે કરાયેલ, મોટા પણ પુણ્ય સમુદાયથી શું મારું થોડું પણ પરિત્રાણ=રક્ષણ થશે? અત્યાર સુધી આચાર્યે શિષ્યોને માર્ગ પર લાવવા માટે જે કાંઈ સમ્યગુ યત્ન કર્યો, તેનાથી પોતાને કોઈ ક્લેશ થયેલ નથી, પરંતુ શિષ્યોને સન્માર્ગમાં લાવવાનો જ પરિણામ છે. અને પોતે અત્યાર સુધી શિષ્યોને સન્માર્ગમાં લાવવા માટે જે કાંઈ યત્ન કર્યો છે, તે બધું ઉચિત વ્યવહારરૂપ હોવાથી ભગવાનની આજ્ઞારૂપ હતું, પરંતુ જ્યારે સામેની વ્યક્તિ પોતાના પરિણામને છોડે તેવું ન હોય, તો તે નિમિત્તને આશ્રયીને પોતાને ઈષતું પણ વેષ ન થાય તેના માટે નિશ્ચયથી આચાર્યશ્રી વિચારે છે કે, આ લોકોને અનુશાસન આપીને જો તેઓ સંયમની ઉચિત પ્રવૃત્તિ કરશે, તેનાથી જે સુમહંત પુણ્ય પ્રાભાર તેમને થશે, તે પરકૃત સુમહંત પુણ્ય સમુદાયથી શું મારું થોડું પણ સંસારથી પરિત્રાણ થશે ? અર્થાતું પરકૃત પુણ્ય મારું રક્ષણ કરી શકશે નહિ, પરંતુ સ્વપરાક્રમથી આગમમાં કહેલ તપ-સંયમ અનુષ્ઠાન વડે મારે ભવોદધિ તરવો જોઈએ. આશય એ છે કે આચાર્ય શિષ્યને અનુશાસન આપવા માટે યત્ન કરે છે, પરંતુ તેઓ અવિનીત થઈને આચાર્યના વચનની ઉપેક્ષા કરે છે ત્યારે, આચાર્ય નિશ્ચયનયનું અવલંબન લઈને વિચારે છે કે, હું શિષ્યો માટે ક્લેશ કરીને કોઈક રીતે પણ તેઓને સન્માર્ગમાં પ્રવૃત્ત કરાવીશ, તો તેઓ જે પુણ્ય પ્રાપ્ત કરશે તે પરકીય એવા ઘણા પણ પુણ્યભારથી મારું કાંઈ રક્ષણ થવાનું નથી, માટે મારે સ્વપરાક્રમથી જ સંસાર તરવો જોઈએ. તેઓ મારા પ્રયત્નથી સંયમમાં ઉદ્યમશીલ થાય, તેનાથી તેઓને હિત થાય, ત્યારે પણ જો હું ક્લેશ કરું તો તે ક્લેશકૃત અનર્થની પ્રાપ્તિ મને થાય. માટે જ્યારે તેઓ સુધરે એમ નથી ત્યારે તેઓની ઉપેક્ષા કરીને સ્વપરાક્રમથી જ મારે સંસારસાગર તરવા યત્ન કરવો જોઈએ, એમ આચાર્ય વિચારે છે. આ પ્રમાણે વિચારણા કરવાથી શિષ્યો માટે કરાયેલા શ્રમમાં પોતાને મળેલ નિષ્ફળતાથી ખેદ કે દીનતા ઉસ્થિત ન થાય તેવું વીર્ય તેમનામાં પ્રગટે છે. વળી વ્યવહાર સંલગ્ન નિશ્ચયથી ભગવાનની આજ્ઞા બીજી રીતે વિચારે છે -
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy