SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પદાર્થોની સંક્ષિપ્ત સંકલના પૂજા અર્થે સ્નાનાદિની ક્રિયા કે વ્યાપારાદિની પ્રવૃત્તિ પણ કરવામાં આવે તો તે ભૂમિકાવાળા શ્રાવક માટે તે ઉચિત હોવાથી લેશ પણ કર્મબંધનું કારણ નથી. અને તેમાં સંકાશશ્રાવકના દૃષ્ટાંતને બતાવીને સંકાશશ્રાવકની જેમ અન્ય શ્રાવકોને પણ ભગવાનની પૂજા અર્થે વેપાર કરવો ઉચિત છે, અને “ઘર્થ થી વિદા તાયાનીદા રીવલી' એ સૂત્રનું યોજન સર્વવિરતિની અપેક્ષાએ છે શ્રાવકની અપેક્ષાએ નથી, તેથી તે સૂત્રના બળથી ધર્મ માટે વ્યાપાર થાય જ નહિ એ પ્રકારની માન્યતાનું નિરાકરણ કરેલ છે. શ્લોક-૫૮માં જે શ્રાવક સાધુની ક્રિયામાં રત હોય અને સાવઘનો સંક્ષેપ કરેલો હોય અને સ્વભાવથી જ અત્યંત યતનાપૂર્વક જીવતો હોય કે જેથી કોઇ પૃથ્વી આદિનું ઉપમદન=હિંસા, ન થાય, તેવા સંક્ષેપરુચિવાળા શ્રાવકને આશ્રયીને દ્રવ્યસ્તવની વિધિ નથી, પરંતુ તેવા શ્રાવકે ભાવસ્તવમાં જ પ્રધાનરૂપે યત્ન કરવાની વિધિ છે એ વાત બતાવેલ છે. વળી, જેમનું ચિત્ત અત્યંત નિર્લેપદશા તરફ નથી, અને તેથી જ અત્યંત યતનાપૂર્વક સંયમયોગમાં યત્ન કરી શકતા નથી, તેવા શ્રાવકો જો ભગવાનની પૂજા ન કરે અને માત્ર સામાયિકાદિ કરીને સંતોષ માને, તો તેઓ સામાયિકાદિથી ભાવસ્તવ કરી શકતા નથી અને પૂજા કરીને દ્રવ્યસ્તવ પણ કરી શકતા નથી, તેથી ઉભયસ્તવથી ભ્રષ્ટ થયેલા તેઓ દુર્લભબોધિ બને છે, એ વાત શ્લોક-૫૮માં કહેલ છે. વળી, સચિત્ત આરંભાદિના વર્જનરૂપ ઉપરની પ્રતિમાઓને સ્વીકાર્યા પછી યાવજ્જવ સુધી તે રીતે જ પાળવાની પ્રતિજ્ઞાવાળા એવા સંક્ષેપરુચિ શ્રાવકો જ પૂજાના અનધિકારી છે, તે સિવાયના શ્રાવકોએ અવશ્ય ભગવાનની પૂજા કરવી જોઇએ એ વાત શ્લોક-૫૮માં બતાવેલ છે. શ્લોક-૫૯માં ભગવાનની પૂજામાં ધર્માર્થ હિંસા નથી વળી અનુબંધહિંસા પણ નથી અને યતનાપૂર્વક કરનારની પૂજામાં હતુહિંસા પણ નથી માત્ર સ્વરૂપહિંસા છે, અને સ્વરૂપહિંસાથી લેશ પણ કર્મબંધ થતો નથી એ વાત યુક્તિથી બતાવેલ છે. શ્લોક-૧૦માં વિધિપૂર્વક ભગવાનની પૂજામાં લેશ પણ કર્મબંધ નથી, તેથી કૂપદષ્ટાંતથી ભગવાનની પૂજા હિતાવહ છે એ કથનમાં કૂપદષ્ટાંતનું તાત્પર્ય કઇ રીતે સંગત થાય તેની વિશેષ ચર્ચા કરેલ છે, અને યુક્તિથી સ્થાપન કરેલ છે કે, વિધિની ખામીવાળી પૂજામાં કૂપદષ્ટાંતનું યોજન જુદી રીતે છે, અને વિધિશુદ્ધપૂજામાં કૂપદષ્ટાંતનું યોજન નથી. વળી નયભેદથી વિધિશુદ્ધપૂજામાં ફૂપદષ્ટાંતનું યોજન બીજી રીતે છે એ વાત પણ વિશદ્ ચર્ચા કરીને બતાવેલ છે. વળી, નિશ્ચયનયને આશ્રયીને વિચારીએ તો ભાવથી જ નિર્જરા થાય છે, અને જેઓ વિધિપૂર્વક પૂજા કરે છે તેમનો ભાવ એકાંતે ભગવાનના વચનથી નિયંત્રિત હોવાને કારણે શુદ્ધ છે, તેથી લેશથી પણ વિધિશુદ્ધપૂજામાં કર્મબંધ નથી. અને આવી ઉત્તમ પરિણતિ અવિરતસમ્યગ્દષ્ટિને સિદ્ધિયોગકાળમાં હોઇ શકે છે, અને તેથી સિદ્ધયોગી એવા અવિરતસમ્યગ્દષ્ટિ આદિને ભગવાનની પૂજામાં તન્મય ભાવ હોવાથી લેશ પણ કર્મબંધ ન થાય, તેવી વિધિશુદ્ધપૂજા સંભવે છે. અને તે સિવાયના પૂજા કરનારને વ્યુત્થાનકાળમાં સંસ્કારશેષરૂપે મૈત્રાદિથી ઉપઍહિત એવો ભાવ વર્તે છે, તેથી તેમની પણ પૂજા નિર્જરાનું કારણ બને છે,
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy