SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થોની સંક્ષિપ્ત સંકલના પરંતુ વીતરાગ દેવતા જ ઉપાસનીય છે તેનું પણ યુક્તિથી શ્લોક-૩૪માં સ્થાપન કરેલ છે. વળી, યોગીઓને દેવાધિદેવ ઉપાસનીય છે, અને મંત્રમય દેવતાનય સમભિરૂઢનયનો ભેદ છે અથવા તો સમભિરૂઢનય ઉપજીવી ઉપચાર છે, અને જેને આશ્રયીને સંયતો પણ સરસ્વતી આદિ દેવીઓને નમસ્કાર કરે છે, તે દેવલોકમાં રહેલ સરસ્વતી આદિ દેવીઓને નમસ્કાર નથી, પરંતુ મંત્રમય શબ્દાત્મક અચેતન દેવતાને નમસ્કાર છે, તે વાતને ગ્રંથકારે સંપ્રદાય અવિરુદ્ધ પોતાનો પરિષ્કાર છે એ રીતે શ્લોક-૩૪માં બતાવેલ છે. શ્લોક-૩૫માં ભાવઆપત્તિના નિવારણ ગુણવાળું દ્રવ્યસ્તવ હોવાથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે એ વાત યુક્તિથી બતાવેલ છે. શ્લોક-૩૦માં સાધુને નદી ઊતરવાની ક્રિયામાં આરંભ હોય છતાં સંયમની ક્રિયા હોવાથી જેમ નિરારંભ મનાય છે, તેમ ભગવાનની પૂજા પણ નિરારંભિક ક્રિયા છે એ વાત યુક્તિથી બતાવેલ છે. વળી, સાધુને સંયમની વૃદ્ધિ અર્થે અનેક વખત નદી ઊતરવાની અનુજ્ઞા હોવા છતાં રાગ પ્રાપ્ત નદી ઊતરવામાં મહિનામાં બે, ત્રણથી અધિકવાર નદી ઊતરવાનો નિષેધ કઈ અપેક્ષાએ છે તેનું યુક્તિથી શ્લોક-૩૩માં સ્થાપન કરેલ છે. વળી, વર્ષાઋતુમાં પણ કારણે વિહાર કરવાની અનુજ્ઞા છે, અને સાધુને નદી ઊતર્યા પછી ઇરિયાવહિયાની વિધિ છે અને દ્રવ્યસ્તવમાં ઇરિયાવહિયા નથી, તેનું પારમાર્થિક તાત્પર્ય શું છે ? તેનું યુક્તિથી શ્લોક-૩૩માં સમર્થન કરેલ છે. વળી, કઇ ક્રિયા ઇરિયાવહિયાપૂર્વક કરવાની છે અને કઇ ક્રિયાઓમાં ઇરિયાવહિયા કરવાની નથી તેનું તાત્પર્ય પણ શ્લોક-૩૭માં સ્પષ્ટ કરેલ છે. શ્લોક-૩૭માં નદી ઊતરવામાં યુક્તિથી અદુષ્ટપણું સ્થાપન કરીને તેના દષ્ટાંતથી પ્રતિમામાં પણ હિંસાનો દોષ નથી એ વાત યુક્તિથી બતાવેલ છે. વળી, સાધુને નદી ઊતરવા વિષયક ઉત્સર્ગ-અપવાદસૂત્રનું તાત્પર્ય સ્પષ્ટ કરેલ છે. શ્લોક-૩૮માં સાપના મુખથી પુત્રના આકર્ષણના દષ્ટાંતથી ભગવાનની પૂજામાં અદોષનું સ્થાપન કરેલ છે. શ્લોક-૩૯માં ઋષભદેવે પુત્રાદિને બતાવેલ શિલ્પાદિ શિક્ષા અને રાજ્યવિભજ્યદાનના દષ્ટાંતથી ભગવાનની પૂજામાં નિર્દોષતાની સ્થાપક યુક્તિ બતાવેલ છે. શ્લોક-૪૦માં મહાનિશીથસૂત્રના પાઠથી દેશવિરત શ્રાવકને પૂજાની વિધિદ્વારા જિનપ્રતિમાની પૂજાના કથનના સ્થાપન દ્વારા પ્રતિમાની પૂજ્યતા બતાવેલ છે. શ્લોક-૪૧માં શ્રાવકના દાન, શીલ, તપ અને ભાવના ફળસદશ ભગવાનની પૂજાના ફળને યુક્તિથી સ્થાપન કરેલ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy