SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રતિમાશતક શ્લોક: ૩૪-૩૫ ઢીકાર્ય : તત્સિ ... રિ રૂ૪ો તે કારણથી=પૂર્વમાં રૂ પુનરત્ર વિચારણીયં ..... થી જે કહ્યું તે કારણથી, આ=વસ્થમાણ, સિદ્ધ છે. અને તે જ બતાવે છે - વીતરાગના ઉદ્દેશથી દ્રવ્યસ્તવ તે ભાવયજ્ઞ જ છે. ૩૪ ત્તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ: આખા કથનનો ફલિતાર્થ આ પ્રમાણે છે – રૂટું પુનરત્ર વિચારણીયમ્ ..... થી એ સ્થાપન કર્યું કે, વીતરાગદેવને ઉદ્દેશીને કરાતા ત્યાગમાં ભાવયજ્ઞ પદ ઉચિત છે. ત્યાં પ્રશ્ન થાય કે, દેવતા પદાર્થ શું છે ? તેથી નિશ્ચયનયથી વીતરાગરૂપ દેવતા છે તે સ્થાપન કર્યું. અને દેવતાના વિષયમાં તૈયાયિક કહે છે તેમ પોતાને દેવગતિમાં રહેલા દેવતાઓને દેવતારૂપે સ્વીકારવું ઈષ્ટ હોવા છતાં, ઉપાસ્યરૂપે સ્વીકારવા ઉચિત નથી, અને એ સ્થાપન કર્યું, તેથી જ તૈયાયિકે કહેલ દેવતાનું ઉપાસ્યરૂપે ખંડન કર્યું. અને મીમાંસક ઈંદ્રાદિ પદને જ દેવતારૂપે સ્વીકારે છે, તેનું ન્યાયમાલામાં નૈયાયિક દ્વારા કરાયેલ ખંડનને બતાવીને એ બતાવવું છે કે, દેવગતિમાં રહેલાને જ દેવતારૂપે સ્વીકારી શકાય, પરંતુ પદોને દેવતારૂપે સ્વીકારી શકાય નહિ, તે પોતાને પણ વ્યવહારનયથી માન્ય છે. આમ છતાં, સમભિરૂઢનયને આશ્રયીને કે તદુપજીવી વ્યવહારનયને આશ્રયીને દેવગતિના બધા દેવોના વાચક પદો દેવતારૂપે માન્ય નહિ હોવા છતાં, મંત્રમય દેવતાનાં વાચક પદો દેવતારૂપે અભિમત છે, તેથી જ અચેતનરૂપ દેવતા અપેક્ષાએ પોતાને સંમત છે. આથી જ તે તે પદોને સંયતો પણ નમસ્કાર કરે છે, આથી જ ‘ નમ:' જાપમાં સરસ્વતીના વાચક છે પદને નમસ્કાર કરવામાં આવે છે. ll૩૪ll અવતરણિકા : भावापद्विनिवारणगुणेन कृतां स्थापनामेव द्रढयति - અવતરણિકાર્ચ - ભાવઆપત્તિના વિનિવારણના ગુણરૂપે કરાયેલી સ્થાપનાને જ દઢ કરતાં કહે છે - વિશેષાર્થ - ભગવાનની સ્થાપના મૂર્તિમાં કરવામાં આવે છે, તેનું કારણ ભાવઆપત્તિ વિનિવારણગુણ= વિશેષરૂપે નિવારણનો ગુણ, મૂર્તિમાં છે. તેથી ભગવાનની મૂર્તિમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે, તેને દૃઢ કરે છે -
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy