SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન-સંપાદનની વેળાએ પ્રાકથન ગ્રંથમાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના અને વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાથી વાચકવર્ગને સ્વયં જ ખ્યાલ આવશે. અનુક્રમણિકા કદમાં વિસ્તૃત બની છે પણ વિસ્તૃત અનુક્રમણિકા બનાવવાનો ઉદ્દેશ ગ્રંથકારશ્રીએ ૧૦૦ શ્લોકના આ ગ્રંથરત્નમાં પદાર્થનો કેવો મહાખજાનો આપણને આપેલ છે તે સમજી શકાય છે. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ના પ્રાફકથનમાં જણાવ્યા મુજબ, ગ્રંથ સંપાદનની શૈલીમાં વિષયક્રમ મુજબ ટીકા-ટીકાર્થ લીધેલ છે. ટીકાના અર્થમાં વચ્ચે વચ્ચે અનેક ઉત્થાનો કરેલ છે, તેનાથી 'તે તે કથન કે હેતુ શા માટે આપેલ છે તેનો સુગમતાથી બોધ થઇ શકે છે. ટીકાર્થની નીચે વિશેષાર્થ આપેલ છે તે વિશેષાર્થ ક્યાંક સંપૂર્ણ ટીકાર્થને અનુલક્ષીને લીધેલ છે, તો ક્યાંક ટીકાના અમુક કથનને અનુલક્ષીને તેટલો જ વિશેષાર્થ આપેલ છે. ટીકાના અર્થની કોઇ કોઇ સ્થાનમાં વિશેષાર્થમાં પુનરુક્તિ પણ થાય છે, પરંતુ તે પદાર્થનો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞને પણ બોધ થાય તે હેતુ હોવાથી તે પુનરુક્તિ સંતવ્ય ગણાશે. ટીકામાં જ્યાં અશુદ્ધ પાઠ લાગે અને સંગત ન થાય ત્યાં તે તે પાઠ ગીતાર્થ ગંગા સંસ્થામાં ઉપલબ્ધ હસ્તલિખિત ઝેરોક્ષ પ્રતના આધારે શુદ્ધિ કરેલ છે અને કેટલાક સ્થાનમાં પાઠ સંગત ન લાગે ત્યાં એ પાઠની અસંગતિને દૂર કરવા ટીકાની નીચે નોંધ આપી છે, કે અહીં આવો પાઠ ઉચિત લાગે છે કે ભાસે છે, અને ટીકામાં તે પાઠ કૌંસમાં બાજુમાં મૂકેલ છે. ઉદ્ધરણના પાઠોમાં પણ મુદ્રિત પુસ્તકમાં અનેક અશુદ્ધિઓ રહેલ તે અશુદ્ધિઓનું પરિમાર્જન તે તે ગ્રંથની પ્રતોમાંથી કરેલ છે, અને શુદ્ધ પાઠ મૂકેલ છે. તે આ રીતે – આ શ્લોક-૩૪માં ‘મહાનાં નયનત્રમä' પાઠ છે ત્યાં ઉત્તરાધ્યયન અધ્યાય-૧૨ ગાથા-૪૨માં મહાનયે નયનસિä' પાઠ છે અને તે સંગત હોવાથી તે મૂકેલ છે. છે શ્લોક-૩૯માં મુ.પુ.માં ચાયોડતિશતક્ષા: પાઠ છે ત્યાં હ.પ્ર.માં ચાયો નિર્દેશનક્ષણ: પાઠ છે તે લીધેલ છે. જ શ્લોક-૪૦માં મહાનિશીથગત સાવદ્યાચાર્યના દૃષ્ટાંતમાં ગીવાડપત્યે સુન્નત્યપરિત્રાને સુમહંતે વેવ પાઠ છે, ત્યાં મહાનિશીથસૂત્રમાં અને પ્રતિમાશતકની હસ્તપ્રતમાં નીવાફયત્વેસુ તત્તપરિત્રાને સમહત ૨ પાઠ છે, તે શુદ્ધ જણાવાથી તે પાઠ લીધેલ છે. તથા તે ચેવુદામુસ્લિવન્ને મુળ' પાઠ છે ત્યાં તે વચ્ચે સામુસ્લિવત્નi મુદેખ' પાઠ હસ્તપ્રતમાં છે તે લીધેલ છે. તથા મત પર્વ સાધૂનામવધાનતા(સાધુનાવતાં ?) આ પ્રમાણે મુ.પુ.પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં “સાધૂનામવધાવતાં' પાઠ છે અને તે સંગત જણાવવાથી તે પાઠ લીધેલ છે. જ બ્લોક-૫૧માં વિશિકા લ/૧૭ની સાક્ષીમાં વઘુ ત્તિ પાઠ છે, ત્યાં વિશિકામાં વન્ન ત્તિ પાઠ મળે છે અને તે સંગત લાગવાથી તે પાઠ લીધેલ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy