SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૫ પ્રતિમાશતક | શ્લોક : ૩૧ જોવાથી, બે આંખોને અમૃતનું સર્જન થાય છે. ll૩૧II ટીકા - _ 'वैतृष्ण्याद्' इति :- धनतृष्णाविच्छेदादपरिग्रहस्य अपरिग्रहव्रतस्य दृढता भवति । ટીકાર્ય : ઘનતૃષ્ણ .... મતિ / ધનતૃષ્ણાના વિચ્છેદથી અપરિગ્રહની અપરિગ્રહવ્રતની, દઢતા થાય છે. ટીકા : तथा दानेन कृत्वा धर्मोनतिर्भवति, विहितं च तज्जिनभवनकारणे पूर्वाङ्गम्, “तत्रासन्नोऽपि जनोऽसंबन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो नियमाद्बोध्यंगमयमस्य" ।। (षोडशके श्लो० ६/६) इत्यादिना । ટીકાર્ય : તથા ..... પૂર્વાન્ ! અને દાનથી=દાનપૂર્વક (દ્રવ્યસ્તવરૂપ જિનમંદિર) કરીને ધર્મની ઉન્નતિ થાય છે, અને જિતભવન કરાવવામાં પૂવગરૂપે શાસ્ત્રમાં દાન વિહિત છે. ઉત્થાન : તત્રાસન્નો ..... સચ” II ઈત્યાદિ શ્લોક વડે દાનપૂર્વક જિનમંદિર બંધાવવાથી ધર્મની ઉન્નતિ થાય છે, તે બતાવ્યું છે. તે ષોડશકની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – ટીકાર્ય : “તત્ર સત્રો ..... || ત્યાં=જિનભવનના આરંભમાં, (જિનભવનની) નિકટમાં રહેલા પણ અસંબંધી પણ જનને દાન, માન અને સત્કાર વડે કરીને કુશળ આશયવાળો કરવો જોઈએ. કેમ કે નક્કી આ=કુશળ આશય, લોકના બોધિનું અંગ બને છે. ૦મૂળ શ્લોકમાં નેન' કહેલ છે, તેના પૂરક તરીકે ‘કૃત્વા’ શબ્દ ટીકામાં છે. કાત્રોડપિ માં વિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, શિલ્પી વગેરેનું તો બહુમાન કરવું જોઈએ, પણ આસન્ન=નજીક રહેલા, જનનું પણ બહુમાન કરવું જોઈએ. 'સંવચ્ચપ' ‘પિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, સંબંધીજન તો દાન, માન અને સત્કાર વડે કુશળ આશયવાળો કરવો જોઈએ, પણ અસંબંધી જન પણ દાનાદિ વડે કુશળ આશયવાળો કરવો જોઈએ.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy