SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૩૦ ટીકાર્ય : ૪૩૫ તદ ... ઉત્તે, - કર્મના ઉપચયમાં મન જ પ્રધાન કારણ તેઓ વડે=બૌદ્ધો વડે, કહેવાયું છે. કેમ કે કેવલ કાયવ્યાપારથી કર્મના ઉપચયના અભાવની ઉક્તિ=વચન, છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી=બૌદ્ધ, કહે કે, અમે કેવલ કાયવ્યાપારથી કે કેવલ મનોવ્યાપારથી=કાયચેષ્ટારહિત મનોવ્યાપા૨થી, કર્મનો ઉપચય કહેતા નથી. તેથી જ્યાં કાયચેષ્ટા અને મન બંને હિંસાને અનુકૂળ હોય ત્યાં કર્મનો ઉપચય થાય છે, અને બેમાંથી એકનો અભાવ હોય ત્યાં કર્મનો ઉપચય થતો નથી. તેને ગ્રંથકાર કહે છે - ટીકાર્ય ઃ कायचेष्टारहितस्य . તાત્પર્યાત્ । કાયચેષ્ટારહિત તેની=મનની, અકારણપણાની ઉક્તિ=વચન, ફલનિગમન બતાવનાર ‘તુ .....’ ગાથામાં જે કહ્યું કે, ભાવવિશુદ્ધિથી નિર્વાણ પામે છે, એ પ્રકારના સ્વવચનથી જ=બૌદ્ધના પોતાના વચનથી જ, વિરુદ્ધ છે. કેમ કે ત્યાં=ભાવવિશુદ્ધિથી નિર્વાણ પામે છે એ કથનમાં, એક મનના જ પ્રધાનપણામાં તાત્પર્ય છે. વિશેષાર્થ : બૌદ્ધમતે હિંસાના સ્થાનમાં કાયા અને મનોવ્યાપાર બંને હોય ત્યાં જ હિંસાનો સ્વીકાર કરેલ છે, અને નિર્વાણપ્રાપ્તિ પ્રત્યે કાયનો વ્યાપાર મોક્ષને પ્રતિકૂળ એવી હિંસામાં પ્રવૃત્ત હોય તો પણ કેવલ મનોવ્યાપારથી નિર્વાણ પ્રાપ્ત થાય તેમ કહેલ છે, તે તેઓના વચનનો પરસ્પર વિરોધ છે; એમ કહીને ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે, જેમ મોક્ષ પ્રત્યે મન જ પ્રધાન કારણ છે, તેમ હિંસા પ્રત્યે પણ મન જ પ્રધાન કારણ છે, એમ તેઓએ સ્વીકારવું જોઈએ. માટે કેવલ મનથી પ્રદ્વેષ હોતે છતે જો કાયાથી હિંસા ન હોય તો મનના પ્રદ્વેષને અનવદ્ય કહેવું=કર્મબંધનું કારણ નથી એમ કહેવું, એ તેઓનું અતથ્ય=અજ્ઞાન, છે. ઉત્થાન : અહીં બૌદ્ધ કહે કે, હિંસા પ્રત્યે પાંચે અંગો પ્રાપ્ત થાય, ત્યારે જ હિંસામૃત કર્મબંધ થાય છે, તેથી કર્મબંધ પ્રત્યે કાયવ્યાપાર અને મનોવ્યાપાર એમ ઉભયની આવશ્યકતા રહે છે. કેમ કે હિંસા એ બાહ્યપદાર્થ છે તેથી મનોવ્યાપારની સાથે કાયવ્યાપાર પણ જોઈએ, અને મોક્ષ એ અંતરંગ પદાર્થ છે, તેથી મોક્ષ માટે બાહ્ય આચરણાની અપેક્ષા રહેતી નથી. તેથી બાહ્ય આચરણા હિંસાદિમાં વર્તતી હોય તો પણ ભાવની વિશુદ્ધિથી નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી ગ્રંથકાર અન્યત્રાળુñ થી કહે છે - ટીકાર્ય : અન્યત્રાળુત્ત - અન્યત્ર પણ કહ્યું છે=બૌદ્ધદર્શનમાં અન્ય સ્થાનમાં પણ કહ્યું છે, તે બતાવતાં કહે છે – चित्तमेव ર્મવન્વાતિ । ખરેખર રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે, અને રાગાદિ ક્લેશથી
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy