SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પ્રતિમા શતક | શ્લોક : ૨ પરિણામ સમ્યક્ત્વાદિગુણરૂપ પુરુષની માતા છે. યદ્યપિ સમ્યક્ત્વાદિગુણો અસંગાનુષ્ઠાનની પૂર્વમાં જ આવી જાય છે, તેથી શમરસાપત્તિ તેવા પુરુષની માતા કહી શકાય નહિ; પરંતુ અસંગાનુષ્ઠાનના કાળમાં વર્તતી શમરસાપત્તિ એ વિશિષ્ટ પ્રકારના સમ્યક્ત્વાદિગુણવાળા પુરુષને પેદા કરે છે, જે ક્ષાયિક ભાવવાળા કે ક્ષાયિક ભાવને અતિ આસન્ન એવા સમ્યક્ત્વાદિગુણો છે; અને તેવા ગુણવાળો પુરુષ શમરસાપત્તિને કારણે થાય છે, તેથી તે યોગીની માતા કહેવાય છે. ટીકા ઃ तत् कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः ? भावोल्लासस्य तदधीनत्वात् । न च नैसर्गिक एव भावोल्लास इत्येकान्तोऽस्ति जैनमते, तथा सति सर्वव्यवहारोच्छेदप्रसङ्गादिति स्मर्तव्यम् । ટીકાર્થ : તત્ ચં.....તવથીનત્થાત્ । તે કારણથી=શાસ્ત્રની જેમ નામાદિત્રય હૃદયમાં હોતે છતે યાવત્ સર્વકલ્યાણની સિદ્ધિ થાય તે કારણથી, નિક્ષેપત્રયના આદર વગર કઈ રીતે ભાવનિક્ષેપનો આદર થઈ શકે ?=ભાવનિક્ષેપની પ્રાપ્તિ થઇ શકે ? અર્થાત્ ન થઈ શકે, કેમ કે ભાવોલ્લાસનું તઅધીનપણું છે=નિક્ષિણ્યમાણ એવા નામાદિત્રયને અધીનપણું છે. ઉત્થાન ઃ અહીં કોઈ કહે છે કે, નિક્ષેપત્રય વગર પણ નૈસર્ગિક જ ભાવોલ્લાસ થઇ શકશે, તેથી ત્રણ નિક્ષેપાને અમે માનતા નથી. તો કહે છે - દીકાર્ય : ', ન = નૈ.....સ્મર્તવ્યમ્ । નૈસર્ગિક જ ભાવોલ્લાસ છે એ પ્રમાણે જૈનમતમાં એકાંત નથી, કેમ કે તેમ હોતે છતે સર્વ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય, એ પ્રમાણે સમજવું. વિશેષાર્થ : ક્વચિત્ મરુદેવાની જેમ નિક્ષેપત્રય વગર નૈસર્ગિક ભાવોલ્લાસ થઈ શકે, તો પણ જૈનમતમાં એવો એકાંત નથી કે ભાવોલ્લાસ નૈસર્ગિક જ થાય; પરંતુ અનેકાંત છે કે બહુલતયા નિક્ષેપત્રયના બળથી ભાવોલ્લાસ થાય છે, જ્યારે કોઇકને જ કોઇક વખતે નૈસર્ગિક ભાવોલ્લાસ થાય છે. આથી જ સદ્ધર્માનુષ્ઠાનરૂપ સર્વ શાસ્ત્રીયવ્યવહાર, જીવના હિત અર્થે બતાવાયેલ છે જે ભાવોલ્લાસના કારણરૂપ છે; પરંતુ નૈસર્ગિક જ ભાવોલ્લાસ થતો હોય તો સર્વઆચરણારૂપ વ્યવહા૨ નહિ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy