________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૨૯
રૂપપ | મૂળ શ્લોકમાં સ્ત્રોચિંગ વિલનપાઠ નથી, અને ટીકામાં ચિત્ય વિન એ પાઠ એ શ્રાવકનું વિશેષણ છે અને તે હેતુ અર્થક વિશેષણ છે, અને મૂળ શ્લોકમાં જે શ્રાવક શબ્દ છે તેનું પૂરક છે. તે હેતુ આ રીતે છે -
શ્રાવક પોતાના ઔચિત્ન જાણે છે, આથી કરીને દ્રવ્યાચંનો આશ્રય નથી કરતો એમ નહીં, અર્થાત્ કરે છે, તેમાં સ્વ-ઔચિત્યને જાણે છે, તે હેતુ છે. વિશેષાર્થ :
પૂર્વમાં કહ્યું કે, સાધુ સકંટકકાષ્ઠસ્થાનીય દ્રવ્યાચંનું અવલંબન કરતા નથી. એટલા કથનમાં દ્રવ્યાચ તરવાનું સાધન હોવા છતાં તરનારને કાંટા લાગે છે, એ પ્રકારનો કુશ્રુતાદિ દોષ દ્રવ્યર્ચામાં છે, અને કુશ્રુતાદિ અહીં “આદિ' પદથી તે કાંટા વાગવાથી થતી પીડારૂપ કુફળની પ્રાપ્તિ છે. તેથી દ્રવ્યર્ચામાં બે દોષોની પ્રાપ્તિ છે. આ બંને દોષો હોવા છતાં શ્રાવક જાણે છે કે, હું ભુજાથી સંસારસાગરને તરી શકે એવા સામર્થ્યવાળો નથી, તેથી મારા માટે કંટકવાળા કાષ્ઠ જેવી પણ દ્રવ્યાર્ચા કરવી ઉચિત છે.
જે વ્યુત્પન્ન શ્રાવક છે, તે લુંપાકની ઠગનારી વાણીથી વિપર્યાસને પામતો નથી, તે આ રીતે -
લંપાક કહે છે કે, દ્રવ્યર્ચા સાવદ્ય છે માટે તે ધર્મરૂપ બની શકે નહિ. આ પ્રકારની લુંપાકની વાણીના શ્રવણથી વ્યુત્પન્ન શ્રાવક વિપર્યાસને પામતો નથી; કેમ કે તે જાણે છે કે, સંસારમાં હું સાવદ્ય પ્રવૃત્તિ કરું છું અને તે અપ્રશસ્ત સાવદ્ય છે માટે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે, અને ભગવાનની પૂજામાં જે સ્વરૂપથી હિંસા છે તે શુભભાવનું કારણ છે તેથી પ્રશસ્ત છે; અને નિરવદ્યના ફુરણરૂપ ઉત્તમ ભાવને હું કરી શકું તેમ નથી, તેથી ભગવાનની ભક્તિરૂપ પ્રશસ્ત ભાવો દ્વારા પુણ્યાનુબંધિપુણ્યની પ્રાપ્તિ થશે; તેનાથી નવા જન્મની પ્રાપ્તિરૂપ કાંઈક સંસારની કદર્થનાની પ્રાપ્તિ થશે, તો પણ, તે પુણ્યાનુબંધિપુણ્યની સહાયથી ક્રમે કરીને સંયમની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ થશે, તેમ વ્યુત્પન્ન શ્રાવક જાણે છે. આથી જ તે દ્રવ્યર્ચાનું આશ્રમણ કરે છે.
વળી જે અવ્યુત્પન્ન મુગ્ધ શ્રાવકો છે, તેઓ લંપાકની વાણી સાંભળી તેનાથી ભ્રાંતિ પ્રાપ્ત કરે તો, તેઓ દ્રવ્યર્ચાનું અનાશ્રમણ કરે છે. કેમ કે પોતાની ભૂમિકા માટે ઉચિત શું છે તેનું પરિજ્ઞાન તે મુગ્ધ શ્રાવકને નથી, તેથી પોતાની ભૂમિકા પ્રમાણે હિતકારી એવી દ્રવ્યર્ચાનું આશ્રયણ તેઓ કરતા નથી. એ પ્રકારનો ભાવ છે. ર૯II