SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ પ્રતિમાશતક | શ્લોકઃ ૨૧ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, શાસ્ત્રમાં દશવૈકાલિક સૂત્રમાં “જિદિનો વેચાહિયં ન જ્ઞા'=ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી ઈત્યાદિ સંભળાય છે, તેથી સાધુ ગૃહસ્થને અનુકંપાદાન કઈ રીતે કરી શકે ? તેથી તેમાં હેતુ દર્શાવતાં કહે છે - ટીકાર્ચ - જિળિો ..... ઉત્સપરત્વ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી જોઈએ ઈત્યાદિ સૂત્ર વડે અનુકંપાદાનના નિષેધનું ઉત્સર્ગપરપણું છે. વિશેષાર્થ - ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી ઈત્યાદિ સૂત્ર વડે અનુકંપાદાનનો નિષેધ ઉત્સર્ગથી છે, તેથી અપવાદથી સાધુને અનુકંપાદાનનો નિષેધ નથી. તેથી દાનની પ્રશંસાનો નિષેધ અપુષ્ટાલંબનમાં હોય છે, પુષ્ટાલંબનમાં નહિ. તે જ રીતે સૂર્યાભદેવની ભક્તિ તેના સંસારના ઉચ્છેદનું કારણ હોવાથી ભગવાનને તેનો નિષેધ ઈષ્ટ નથી, પરંતુ સંમતિ ઈષ્ટ છે. તેથી જો તુ રા' ઈત્યાદિ સૂત્ર વડે ભક્તિનો નિષેધ થઈ શકે નહિ. ઉત્થાન - પુષ્ટાલંબનમાં સાધુ દ્વારા ગૃહસ્થની અનુકંપા કરવાનું પ્રયોજન શું? એ પ્રકારની શંકાનું સમાધાન “મતિ” થી કરતાં કહે છે - ટીકાર્ચ - મતિ દિ..... તનુશાય . જે કારણથી તેના વડે અનુકંપાદાન વડે, મિથ્યાદષ્ટિને પણ અપ્રમત્તસંવતગુણસ્થાનક આદિના કારણભૂત અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક-પ્રાપ્તિલક્ષણ ગુણ થાય છે, અને પ્રાપ્ત થયેલા દઢતર ગુણના સ્થય માટે પણ તેની અનુકંપાદાનની, અનુજ્ઞા કરાય છે. આ વાત ઉપદેશમાલાની સાક્ષીથી કહે છે - મોતનER .....ડવત્થાનું જિનવચનથી તીવ્ર ભાવિતમતિવાળા, દઢ સમ્યત્વવાળા એવા અવસત્ત=પાર્શ્વસ્થાદિ અને સુશ્રાવક એવા ગૃહસ્થનું અવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ આપવાદિક કારણોમાં, જે અનવદ્ય ઉચિત, કરાય છે તે સાધુને અનુજ્ઞાત છે. વિશેષાર્થ: સાધુ પુષ્ટાલંબનમાં ગૃહસ્થની અનુકંપા કરે તેથી, દાન લેનારા એવા મિથ્યાષ્ટિને પણ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનક-પ્રાપ્તિલક્ષણ ગુણ થાય છે, અને તે ગુણ અપ્રમત્તગુણસ્થાનક આદિની પ્રાપ્તિનું કારણ બને છે. અહીં એટલું જ ન કહ્યું કે મિથ્યાષ્ટિને પણ સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાનક-પ્રાપ્તિલક્ષણરૂપ ગુણ થાય છે, પરંતુ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy