SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રતિમાશતક, શ્લોક : ૨૧ અહીં અનભિમત એવો જે દાનનો ત્યાગ ગ્રહણ કર્યો છે, તેમ અનભિમત એવા એકાંતવાદ આદિનો ત્યાગ પણ અર્થથી ગ્રહણ કરવાનો છે. અહીં વિશેષ એ છે કે, જે દાનને ઈચ્છે છે, ઈત્યાદિ સૂયગડાંગ સૂત્રનું વચન છે, ત્યાં જે મૌન રહેવાનું કહ્યું છે, તે બીજાધાનનું કારણ ન હોય તેવા દાનને લઈને કહેલ છે. આવા દાનમાં સાધુની અનુમતિ પણ નથી અને નિષેધ પણ નથી. કેમ કે અનુકંપાદાન શાસ્ત્રમાં ક્યાંય નિષેધ કરાયું નથી, તેથી સાધુ નિષેધ કરતા નથી; અને બીજાધાનનું કારણ ન હોય તેવા દાનની સાધુ પ્રશંસા કરે તો અનુમતિ લાગે, તેથી પ્રશંસા પણ કરતા નથી. કેવલ શાસનપ્રભાવનાનું કારણ હોય તેવી અનુકંપા મોક્ષમાર્ગને અનુકૂળ હોવાથી સાધુ અનુમોદના કરે છે. જ્યારે ભક્તિકર્મમાં ભગવાનનું જે મૌન છે, તે મૌનરૂપે સંમતિ આપવા બરાબર છે. તેથી જ તે સાધુને અનુમોદનીય પણ છે. કેવલ સાક્ષાત્ વચન દ્વારા ત્યાં પ્રવર્તકતા નથી. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, અનુકૂળ પ્રત્યેનીક પ્રત્યે ઉપસ્થાપના=વ્યાખ્યાનઅનુકૂળ શક્તિનો અભાવ હોય તો નિષેધ ન કરાય. તે જ વાત આચારાંગસૂત્રના આઠમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં કહેલ છે. તે બતાવતાં કહે છે - ટીકાર્થ: તકુમાષ્ટમસ્થ દ્વિતીયે - તે આચારાંગ સૂત્રના આઠમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં કહેવાયું છે - તે છાજે ..... ત્યાઘર્થ =પુછાયેલો ધીર તે સ્પર્શીને સહન કરે અથવા પુરુષનો તર્ક કરીને અર્થાત્ કોણ આ પુરુષ છે ઈત્યાદિ તર્ક કરીને, અનન્ય સદશ આચારગોચરને=આચારવિષયને, કહે. વળી સામર્થ્યવિકલવડે વચનગુપ્તિ રાખવી જોઈએ એ પ્રમાણે કહે છે – અથવા વચનગુપ્તિથી ગોચરની=પિંડવિશુદ્ધિ આદિ આચારવિષયની, સમ્યમ્ શુદ્ધિને કરે. ૦ આચારાંગના આ પાઠનો અર્થ કર્યો તેમાં ટીકામાં “ત્યાર થી ત્યા સુધીનો અર્થ અંતર્ગત સમજવો. અર્થાત્ તે ટીકાનો અર્થ આચારાંગના પાઠમાં સાથે કરેલ છે. વિશેષાર્થ: અનુકૂળ પ્રત્યેનીક અશુદ્ધ આહાર આપતો હોય અને સાધુ ગ્રહણ ન કરે ત્યારે તે કટુવચન કહે, ઉપસર્ગો આદિ કરે યાવત્ તાડનાદિ કરે, તે સર્વ સ્પર્શને=પીડાઓને, પુછાયેલો તે ધીર સહન કરે છે. અથવા પુરુષનો તર્ક કરીને=જ્યો આ પુરુષ છે, એ પ્રમાણે તર્ક કરીને, જ્યારે નક્કી થાય કે આ પ્રજ્ઞાપનીય છે, ત્યારે બીજા કરતાં પોતાના આચારો કાંઈક વિશિષ્ટ કોટિના છે એ પ્રકારે કહે, જેથી જૈનશાસનથી તે પ્રભાવિત બને. જેમ શોભનમુનિએ ધનપાલકવિને વિશિષ્ટ આચારો બતાવ્યા હતા. અથવા વચનગુપ્તિથી પિંડવિશુદ્ધિ આદિ આચારવિષયની સમ્યગ શુદ્ધિને કરે, એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે પોતાની વ્યાખ્યાનશક્તિ ન હોય તો અશુદ્ધ આહારને અશુદ્ધરૂપે સ્થાપન કરવા યત્ન કરે નહિ, પરંતુ પોતાને તે અશુદ્ધ આહારનો ખપ નથી, એમ કહીને પિંડવિશુદ્ધિમાં યત્ન કરે. આનાથી તે અશુદ્ધ આહારને અશુદ્ધ કહેવાના વિષયમાં જે મૌન રહેવાયું,
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy