________________
૨૬૪
પ્રતિમાશતક, શ્લોક: ૧૯ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ગૌતમસ્વામી આદિ મુનિઓને અંતરાય હોવાથી અને સૂર્યાભને લાભ હોવાથી ભગવાન મૌન રહ્યા. ત્યાં પ્રશ્ન થાય કે, જો ગૌતમસ્વામી આદિને સૂર્યાભના નૃત્યથી નુકસાન થતું હોય તો સૂર્યાભને પણ અન્યને નુકસાન થતું હોવા છતાં નૃત્ય કરવામાં દોષની પ્રાપ્તિ થશે. તેથી કહે છે - ટીકા:
प्रत्येकं तु यस्य यो भावो बलवांस्तदपेक्षया तस्य विधिर्भवत्येवानिष्टानुबन्धस्य अंबलत्वात्, नयविशेषेण तदभावाद्वा तत्साम्राज्यात्, अन्यथाहारविहारादिविधावगतेः, वाग्विशेषे तु सम्प्रदायक्रम एव नियामक इति । ટીકાર્ચ -
પ્રત્યે ...ત્તિ પ્રત્યેકને આશ્રયીને જેનો જે ભાવ બલવાન છે, તે અપેક્ષાએ તેને વિધિ થાય જ છે. કેમ કે અનિષ્ટતા અનુબંધનું અબલવાનપણું હોવાથી અથવા તો નથવિશેષથી તેનો=અનિષ્ટો, અભાવ હોવાથી તેનું વિધિનું, સામ્રાજ્ય છે. અન્યથા આહારવિહારાદિની વિધિમાં અગતિ=અપ્રાપ્તિ થશે. વળી વચનવિશેષમાં સંપ્રદાયક્રમ જલિયામક છે. “તિ’ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
સૂર્યાભદેવને આશ્રયીને વિચારીએ તો સૂર્યાભનો નૃત્ય કરવાનો ભાવ સંસારના ઉચ્છેદન કરનારો હોવાથી બલવાન છે, માટે સૂર્યાભદેવની અપેક્ષાએ નૃત્ય કરવાની વિધિ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે તે નૃત્યમાં ગૌતમસ્વામી આદિ મુનિઓને સ્વાધ્યાયમાં ભંગ થાય છે, તે રૂપ અનિષ્ટ ફળ વિદ્યમાન છે, તો પછી ત્યાં વિધિ કેમ પ્રાપ્ત થાય? તેથી કહે છે કે અનિષ્ટ અનુબંધનું અબળવાનપણું છે. અર્થાત્ પોતાના નૃત્યના પ્રદર્શનથી જે સ્વાધ્યાયનો ભંગ પ્રાપ્ત થાય છે, તેને દૂર કરવાનો ઉપાય વિદ્યમાન હોવા છતાં તેની ઉપેક્ષા કરીને નૃત્ય કરવામાં આવે તો, સ્વાધ્યાયમાં અંતરાય કરવાનો પરિણામ વિદ્યમાન હોવાથી અનિષ્ટનો અનુબંધ બળવાન બને; પરંતુ પોતાના સંસારના ઉચ્છેદના અર્થે જ ભગવાનની ભક્તિ કરતાં, તે અનિષ્ટ દૂર કરવું અશક્ય હોવાથી ત્યાં ઉપેક્ષાનો પરિણામ નથી, તેથી તે અનિષ્ટ ફળનું અબળવાનપણું છે. જેમ સંયમી મુનિ સમ્યગુ યત્નપૂર્વક ભગવાનની આજ્ઞાનુસાર વિહારાદિમાં યત્ન કરતો હોય અને સમિતિઓમાં સમ્યગુ ઉપયુક્ત હોય, છતાં ગમનક્રિયાથી વાયુકાયની વિરાધના અવશ્ય થાય છે; પરંતુ સંયમરક્ષણાર્થે વિહાર આવશ્યક છે અને વિહાર કરતાં વાયુકાયનું રક્ષણ કરવું અશક્ય છે, તેથી ત્યાં પ્રાપ્ત થતું વાયુકાયની વિરાધનારૂપ અનિષ્ટ ફળ અબળવાન બને છે, માટે ત્યાં વિહારની વિધિ પ્રાપ્ત થાય છે. તેમ સૂર્યાભના નૃત્યકરણમાં વિધિ પ્રાપ્ત થાય છે.
વ્યવહારનયને આશ્રયીને વિચાર કરવામાં આવે તો ગૌતમસ્વામી આદિના સ્વાધ્યાયભંગમાં સૂર્યાભદેવ નિમિત્તભાવને પ્રાપ્ત કરે છે, તેને સામે રાખીને પ્રથમ હેતુ કહેલ છે. હવે નિશ્ચયનયરૂપ નથવિશેષથી વિચાર