SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોકઃ ૧૭ પપ સમ્યમ્ બોલવાનો સ્વભાવ હોવા છતાં પણ પ્રમાદાદિથી શું આ ઈ ચાર પ્રકારની ભાષા બોલે છે કે નહિ ? એ પ્રમાણે પ્રશ્ન કરતાં કહે છે – “હવે ફત્યાદ્રિ' હે ભગવંત ! દેવેંદ્ર દેવરાજા શક્ર સત્યભાષા બોલે છે? અસત્ય ભાષા બોલે છે ? સત્યામૃષા ભાષા બોલે છે ? યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે ? એ પ્રમાણે ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે. સત્ય પણ ભાષા ક્યારેક બોલાતી સાવઘ સંભવે છે. એ પ્રમાણે ફરી પૂછે છે - ‘સવ ત્યાદ્રિ' હે ભગવંત ! દેવેંદ્ર, દેવરાજા શક્ર સાવધ ભાષા બોલે છે કે અનવદ્ય ભાષા બોલે છે ? ઈત્યાદિ પ્રશ્ન કરે છે. ‘વિનં’ તિ સાવઘ=અવઘ સહિત=નિઘકર્મસહિત તે સાવધ કહેવાય. ‘ગાઈ ' તિ ના ‘કુમવા તિ=જ્યારે સૂક્ષ્મકાયને રાખ્યા વગર દેવેંદ્ર, દેવરાજ શક્ર ભાષા બોલે તે સાવધ ભાષા કહેવાય એમ કહ્યું, ત્યાં સૂક્ષ્મકાયનો અર્થ બતાવતાં કહે છે - સૂક્ષ્મકાય=હાથ આદિ વસ્તુ, એ પ્રમાણે વૃદ્ધો કહે છે. વળી અન્ય કહે છે - સૂક્ષ્મકાય=વસ્ત્ર, ‘ળનૂદિત્તા' તિ સપોહ્ય=–ા' રાખ્યા વિના, વસ્ત્ર કે હાથ રાખ્યા વિના બોલે તો સાવધ ભાષા કહેવાય. જે કારણથી હાથ આદિથી ઢાંકેલા મુખવાળા એવા બોલતાને જીવના સંરક્ષણથી અનવદ્ય ભાષા થાય છે, વળી અન્ય સાવધ ભાષા થાય છે. (૧) શક્રને જ આશ્રયીને આગળ પૂછે છે, જે કથન ભગવતીસૂત્રના ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં છે, તે જ પાઠ બીજા ઉદ્દેશાના સોળમા સૂત્રની ટીકામાં બતાવતાં કહે છે – “મોક્રેસ' રિંકત્રીજા શતકનો પ્રથમ ઉદ્દેશક સમજવો. તત્કારો યથા - તે પાઠ આ પ્રમાણે છે - હે ભગવંત ! દેવેંદ્ર, દેવરાજા સનસ્કુમાર શું ભવસિદ્ધિક છે કે અભાવસિદ્ધિક છે ? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે ? પરીતસંસારી છે કે અપરીતસંસારી છે ? સુલભબોધિક છે કે દુર્લભબોધિક છે ? આરાધક છે કે વિરાધક છે ? ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજા સનસ્કુમાર ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી, એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ પરીતસંસારી, સુલભબોધિક, આરાધક અને ચરમ છે, એ પ્રમાણે પ્રશસ્ત ઉત્તર જાણવો. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે - હે ભગવંત! કયા અર્થથી આમ કહો છો ? હે ગૌતમ ! સનસ્કુમાર દેવેંદ્ર, દેવરાજા ઘણા સાધુ ઘણાં સાધ્વી, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓની હિતની કામનાવાળો, સુખની કામનાવાળો, પથ્યની કામનાવાળો, અણુકંપાવાળો, મોક્ષમાં નિયુક્ત થયેલો, બધાના દુઃખના અનુબંધ વગરની સુખની ઈચ્છાવાળો છે, તે અર્થથી આમ કહેલ છે. વિષમ પદનો ટીકામાં અર્થ બતાવતાં કહે છે - ‘મારી&ા રિ’ આરાધક પદની વ્યાખ્યા બતાવે છે - જ્ઞાનાદિની આરાધના કરનાર આરાધક કહેવાય. ‘ારને ત્તિ ચરમ જ ભવ જેને અપ્રાપ્ત રહેલો છે તે ચરમ, અથવા દેવભવ જેને ચરમ છે તે ચરમ, અથવા ચરમભવ જેને થશે તે ચરમ કહેવાય. હિસવામg' ત્તિ હિતના સુખના, કારણભૂત વસ્તુ. સુદામg' ત્તિ સુખ શર્મ.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy