________________
૨૦૧
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ દેવ અને દેવીઓ સાથે યાવત્ વિહરે છે. ત્તિ શબ્દ ભગવતીના પાઠના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. યાવત્ દેવેંદ્ર દેવરાજા શક્રના બાકીના સામાજિક દેવો કેવા મહદ્ધિક છે, તે પ્રમાણે સર્વ યાવત્ આ=તિષક, જાણવો. ત્તિ શબ્દ સમાપ્તિસૂચક છે.
પર્વ .... સપરિજ્ઞાનાન્ ! એ પ્રમાણે શક્રના સામાનિકદેવોનો ઉપપાત નિજ નિજ વિમાનમાં પઠિત છે એ પ્રમાણે, સામાજિક દેવો પૃથફ સ્વ સ્વ વિમાનાધિપતિઓ જ છે, અને તેની અંતર્ગત સામાનિકદેવોની અંતર્ગત, સંગમક પણ વિમાતાધિપતિ (છે), અને તે અભવ્ય હોવાથી નિયમથી મિથ્યાષ્ટિ છે, (અ) તેની=સંગમકતી, તિજ વિમાનમાં રહેલી જિનપ્રતિમાની પૂજતાદિ દેવસ્થિતિ જ થશે. અને તેની જેમસંગમકની જેમ, અન્યત્ર પણ સૂર્યાભના કથનમાં પણ, કહેતાં અમારો શું અપરાધ છે ? અર્થાત્ સંગમકની જેમ સૂર્યાભની પૂજા પણ દેવસ્થિતિ થશે, એમ પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે - “મવે' એમ ન કહેવું. કેમ કે સમ્યક્ પ્રવચનના અભિપ્રાયનું અપરિજ્ઞાન છે.
તે જ વાતને સ્પષ્ટ કરવા અર્થે કહે છે -
ન દિ.... 3–ાત્ | ‘સયંસિ વિમાસિ' એ પ્રકારે ભણન દ્વારા=પોતાના વિમાનમાં એ પ્રકારે ભણત દ્વારા, સામાણિકદેવોના પૃથર્ વિમાનનું અધિપતિપણું જણાતું નથી. કેમ કે તેમ માનવાથી ભવનપતિ,
જ્યોતિષ્ઠ, સૌધર્મ અને ઈશાતકલ્પના ઈન્દ્રોની અગ્રમહિષીઓના પણ પૃથર્ વિમાનના અધિપતિપણાનો પ્રસંગ પ્રાપ્ત થશે. કેમ કે તેઓના તામગ્રહણને આશ્રયીને પણ ભવન-વિમાનાદિ ઉક્તપણું છે. અર્થાત્ આગમમાં આ પટ્ટરાણીઓનાં નામવાળાં પણ ભવત કે વિમાન બતાવ્યાં છે. વિશેષાર્થ :
જ્ઞાતાસૂત્રના પ્રથમ વર્ગમાં તે અગ્રમહિષીઓનાં નામવાળાં ભવન-વિમાનાદિ છે એમ કહેલ છે, તેથી સર્વાસ વિમાસિ એ કથનના બળથી સામાનિક દેવોનાં પૃથક વિમાન ગ્રહણ કરીએ તો તે અગ્રમહિષીઓનાં પણ ઈન્દ્રો કરતાં પૃથગુ વિમાનો છે એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. પરંતુ વાસ્તવિક રીતે તેઓનાં પૃથગુ વિમાનો નથી, પરંતુ ઈન્દ્રના વિમાનની અંતર્ગત સ્વતંત્ર તે તે નામના આવાસો છે, તે જ ભવન કે વિમાનરૂપે કહેલ છે. તેથી “સસિ વિમાસિ' કથન દ્વારા સામાનિક દેવોનું પૃથક વિમાનાધિપતિપણું સ્વીકારી શકાય નહિ, પરંતુ ઈન્દ્રના વિમાનની અંતર્ગત તેઓના સ્વતંત્ર આવાસો છે, અને તે રીતે સંગમ વિમાનનો અધિપતિ નથી. અને જે વિમાનના અધિપતિ હોય તે નિયમા સમકિતદષ્ટિ હોય, તેવી વ્યાપ્તિ છે. એ પ્રકારના પ્રવચનના અભિપ્રાયને પૂર્વપક્ષી જાણતો નથી. ઉત્થાન :
આગમમાં ભવનપતિ, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનકલ્પના ઈન્દ્રોની અગ્રમહિષીઓનાં નામવાળા ભવન અને વિમાનો કહ્યાં છે, તે આગમપાઠ ‘તથાદિ થી બતાવે છે –