SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક/ બ્લોક : ૧૪ ૧૮૫ જીવમાં શાંતરસ ઉત્પન્ન થાય છે; અને તે પ્રકારના અભિનયો જિનપ્રતિમાની આગળ જ કરવા ઉચિત છે, પણ વાવડી આદિની આગળ કરવા ઉચિત નથી. કેમ કે જિનપ્રતિમાનો જિનની સાથે અભેદ છે, તેથી જિનપ્રતિમાને તું તીર્ણ છો, તું તારક છો - એ પ્રમાણે વચનપ્રયોગ કરવો ઉચિત ગણાય. જ્યારે વાવડી આદિને તું તીર્ણ છો, તું તારક છો – એમ કહેવું એ ઉચિત કહેવાય નહિ; અને તેવો અભિનયાદિ વ્યાપાર વાવડી આગળ કરવાથી શાંતરસનો આસ્વાદ થઈ શકે નહિ, પરંતુ અનુચિત પ્રવૃત્તિરૂપ વિપર્યાસ જ આવિર્ભાવ પામે. છે જ્યારે કોઈ જીવ ઉપયોગપૂર્વક તિUT તારયા' આદિ પ્રયોગ કરતો હોય ત્યારે, જાણે ભગવાનને તરેલા જોતો હોય અને જગતના જીવોને સંસારસાગરથી તારનારા જોતો હોય ત્યારે, તે ભાવોને બતાવનાર મુખના અને ચક્ષુના અભિનયાદિ ભાવોનો જે વ્યાપાર થાય છે, તે જીવમાં ભગવાનના અવલંબનથી તરવાને અનુકૂળ એવા શાંતરસને ઉત્પન્ન કરવાનું કારણ બને છે. ટીકા - तथा भावैः पापनिवेदनप्रणिधानाद्यैर्धाजितानि यानि हृद्यानि पद्यानि अष्टोत्तरशतसंख्यानि तेषां रचना प्रतिमानां पुरस्तदपि तृतीयं भेदकम्, भावस्तुतिमंगलानां महोदयहेतुत्वेन सूत्रेअभिधानात्, तस्या धर्माक्षेपकत्वान हि वाप्यादेरग्रेकृता । ટીકાર્ય : તથા ..... મથાનાત, અને પાપનિવેદનના પ્રણિધાનાદિરૂપ ભાવો વડે કરીને બ્રાજિત=સુશોભિત, એવા સુંદર એકસો આઠ સંખ્યાવાળા પઘોની રચના પ્રતિમાની આગળ કરાય છે, તે પણ તૃતીય ભેદક છે, કેમ કે ભાવતુતિરૂપ મંગલોનું મહોદયના હેતુપણા વડે કરીને સૂત્રમાં અભિધાન છે. વિશેષાર્થ : પ્રતિમાની આગળ જે પદ્યોની રચના કરાય છે, તેનાથી હૈયામાં ભાવતુતિ પેદા થાય છે તે મંગલરૂપ છે, અને મહોદયનો હેતુ છે; અર્થાત્ કલ્યાણનો હેતુ છે, એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિમાની આગળ પડ્યો દ્વારા કરાયેલ ભાવસ્તુતિ કલ્યાણનો હેતુ છે, તેથી દેવસ્થિતિરૂપ નથી; અને વાવડી આદિ આગળ સ્તુતિ કરાતી નથી, પરંતુ વાવડી આદિની માત્ર ચંદનનાં છાંટણાંરૂપ પૂજા કરાય છે, તે દેવસ્થિતિરૂ૫ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, તે પદ્યોની રચના પ્રતિમાની આગળ કરાય છે, તેમ વાવડી આદિની આગળ કેમ કરાતી નથી ? તેથી કહે છે –
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy