SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૧૨ ૧૬૫ થઈ. તેથી જો પૂર્વના દાનધર્મનું પ્રદેશી રાજા પાલન ન કરે તો લોકમાં ધર્મની નિંદા થાય કે – “જૈન ધર્મ એવો છે કે, દાનધર્મનો પણ નિષેધ કરે છે !”, તેથી પ્રદેશી રાજાએ પૂર્વના દાનધર્મનો નિર્વાહ કર્યો, તેથી જ તેમનો શીલાદિ ધર્મ પરલોકના હિતનું કારણ બન્યો, માટે ‘રિમામાને' નો પાઠ અનુવાદપર સ્વીકારવો ઉચિત નથી. શ્લોક-૧૨ની ટીકાના અત્યાર સુધીના કથનનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે – શ્લોક-૧૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, પ્રાકૂ-પશ્ચાત્ હિતાર્થિતાને હૃદયમાં જાણતા સૂર્યાભદેવે ભક્તિનાં સાધનોથી ભગવાનની મૂર્તિને પૂજી, ત્યાં ‘પ્રાક્'નો અર્થ દેવભવની આદિમાં અને ‘પશ્ચાત્'નો અર્થ દેવભવના ઉત્તરાદ્ધમાં તથા ભવાંત૨માં એમ કરેલ છે, અર્થાત્ સૂર્યાભદેવે ભગવાનની મૂર્તિની પૂજા કરી, તે ઉભયલોકના શ્રેય માટે થઈ. તેની સામે પૂર્વપક્ષી લુંપાક શ્લોક-૧૨માં કહે છે કે, અધિકૃત સૂર્યાભકૃત્યમાં હિતાર્થિતા પરભવ માટે નથી કહી, કેમ કે ‘પશ્ચાત્' શબ્દ આ ભવમાં વિશ્રાંત થનારો છે; આગમમાં વંદનસ્થળમાં ‘વેવ્યાદિનાÇ' વચન આવે છે, તે રીતે સૂર્યભટ્ટત્યમાં ‘પેવ્વાહિÇ' વચન નહિ હોવાથી ‘પશ્ચાત્’ શબ્દ માત્ર આ ભવમાં જ વિશ્રાંત પામે છે. જો પરભવના શ્રેયમાં વિશ્રાંત ક૨વાનો આગમગ્રંથનો આશય હોત તો વંદનસ્થળની જેમ ‘પેવ્યાહિત્રા” પાઠ સૂર્યાભના વર્ણનમાં પણ હોત. આ કથન સામે પ્રશ્ન થાય કે, વંદનસ્થળની જેમ સૂર્યાભના કૃત્યમાં ‘પેદિજ્ઞાપુ' શબ્દપ્રયોગ ભલે ન હોય, છતાં ‘પ્રાક્-પશ્ચાત્' શબ્દથી પ્રેત્યહિતાર્થિતાનું ગ્રહણ થઈ શકશે; કેમ કે, ‘પશ્ચાત્' શબ્દ પરલોક અર્થે પણ ગ્રહણ થઈ શકે છે. તેની સામે લુંપાક કહે છે કે, આગમમાં ‘પચ્છા પુરા દિબાણ' વચન ધનકર્ષણસ્થળમાં પણ કહેલ છે અને ધનાર્જન તો માત્ર આલોકમાં જ શ્રેયઃકારી છે, પરલોકમાં નહિ; તેથી ધનાર્જનસ્થળની જેમ સૂર્યાભના સ્થળમાં પણ ‘પ્રાક્-પશ્ચાત્’ શબ્દ આ લોક્માં જ વિશ્રાંત પામશે; અને સૂર્યાભદેવની જિનાર્ચ આ લોકનું કૃત્ય થવાથી વ્યક્ત દેવોની સ્થિતિમાત્ર થાય. તેની સામે ગ્રંથકા૨શ્રી કહે છે કે, રાજપ્રશ્નીયસૂત્રમાં કેશીકુમારશ્રમણે પ્રદેશીરાજાને જે કહ્યું છે કે, તું પૂર્વમાં અર્થાત્ વ્રતસ્વીકા૨કાળના પ્રારંભમાં રમણીય થઈને પાછળથી વ્રત સ્વીકાર્યા પછી અરમણીય ન થઈશ, અહીં પશ્ચાત્ રમ્યતા જેમ પરભવમાં વિશ્રાંત થાય છે, તેમ સૂર્યાભકૃત્યમાં પણ ‘પશ્ચાત્’ શબ્દ પરભવમાં વિશ્રાંત થશે. અહીં વિશેષ એ છે કે, ‘પ્રાક્-પશ્ચાત્’ શબ્દમાં સામાન્યથી જોતાં ‘પ્રાકૃ' શબ્દથી એ લાગે કે, પ્રદેશીરાજા પૂર્વમાં જ્યારે નાસ્તિક હતો ત્યારે પણ દાનાદિ કરતો હતો, તેને સામે ૨ાખીને પ્રાક્ રમણીય કહેલ છે. પરંતુ તેવો ભાવ નથી, તેનું કારણ નાસ્તિકના દાનધર્મને ગ્રહણ કરીને જૈન સાધુ તેને રમ્ય કહે નહિ. તો પણ પૂર્વમાં પ્રદેશી રાજા દાન કરતો હતો તેથી આલોકની દૃષ્ટિએ રમ્ય હતો, હવે ધર્મ પામ્યા પછી જો અવિવેકી બનીને પૂર્વના દાનધર્મને છોડીને શીલાદિમાં પ્રવૃત્તિ કરે તો ધર્મની નિંદા થાય. તેથી કેશીગણધર પ્રદેશી રાજાને કહે છે કે, પૂર્વનું દાન અવિવેકવાળું હતું, તેથી પરલોકનું હિત કરનાર ન હતું; છતાં તેનો તું ત્યાગ કરીને શીલાદિ માત્ર પાળીશ તો પરલોકનું હિત થશે નહિ, માટે પૂર્વે સ્વીકારેલ દાનધર્મના નિર્વાહપૂર્વક જ શીલાદિનું પાલન કરીશ તો જ તારું પરલોકનું હિત થશે. આથી જ ‘અત્ર
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy