SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પક પ્રતિમાશતક, શ્લોક: ૩. વિશેષાર્થ : ભગવતીસૂત્રમાં પ્રથમ અરિહંતોને નમસ્કાર કરેલ છે, ત્યાર પછી શ્રુતદેવતાને નમસ્કાર કરેલ છે, પછી બ્રાહ્મીલિપિને નમસ્કાર છે; તેથી બ્રાહ્મીલિપિ દ્વારા ઋષભદેવ ભગવાનને નમસ્કાર ગ્રહણ કરવામાં આવે તો તે અનુચિત પ્રાપ્ત થાય. કેમ કે મંગલાચરણ કરતી વખતે તીર્થકરોને નમસ્કાર કર્યા પછી જ શ્રુતદેવતાને નમસ્કાર કરવામાં આવે છે. અને બ્રાહ્મીલિપિથી ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરવાથી પ્રથમ શ્રુતદેવતાને નમસ્કાર, પછી ઋષભદેવ ભગવાનને નમસ્કાર પ્રાપ્ત થાય છે, જે અનુચિત છે. ઉત્થાન : શ્રુતદેવતાને નમસ્કાર પછી પણ ઋષભદેવ ભગવાનના નમસ્કારને અનુચિતરૂપે લુંપાક અસ્વીકાર કરે, તેથી અન્ય હેતુ કહે છે. ટીકાર્ય : શુદ્ધનામનયેન ..... વિષ્યિવેતન્ ! શુદ્ધ મૈગમતયથી બ્રાહ્મીલિપિના કર્તા એવા લેખકને લહિયાને નમસ્કારની પ્રાપ્તિ થશે, એથી કરીને પૂર્વપક્ષીનું આ કથન અર્થ વગરનું છે. વિશેષાર્થ : નગમનય પ્રસ્થકના દૃષ્ટાંત દ્વારા બ્રાહ્મીલિપિથી ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરે તો શુદ્ધ નિગમનય બ્રાહ્મીલિપિના કર્તા લેખકને ગ્રહણ કરે. તેથી શુદ્ધ નૈગમનયથી લેખકને નમસ્કારની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એ છે કે – પ્રસ્થક દૃષ્ટાંતથી પ્રસિદ્ધ નૈગમન અતિ દૂરવર્તી કારણને પણ કારણ માને છે, તે અશુદ્ધ નગમનય છે; અને અતિ આસન્નવર્તી કારણ માને તે શુદ્ધ નૈગમનાય છે. તેથી પ્રસ્થક માટે લાકડું કાપવા જતા હોય ત્યારે અશુદ્ધ નૈગમનય પ્રસ્થક કરે છે એમ કહે છે, અને પ્રસ્થક નિષ્પત્તિની=બનાવવાની ક્રિયા પૂર્ણ થવા આવે ત્યારે શુદ્ધ નૈગમનય પ્રસ્થક કરે છે એમ કહે છે. એ રીતે પ્રસ્તુતમાં પ્રથમ અભેદનયથી બ્રાહ્મીલિપિ અને તેના કર્તાનો અભેદ કરીને અશુદ્ધ નૈગમનય બ્રાહ્મીલિપિથી ઋષભદેવ ભગવાનને ગ્રહણ કરી શકે, અને શુદ્ધ નૈગમનય ગ્રંથના લખનાર એવા લેખકને બ્રાહ્મીલિપિના કર્તા તરીકે ગ્રહણ કરી શકે. તેથી ભગવતીસૂત્ર જે લહિયો લખતો હોય તેને શુદ્ધ નૈગમનયથી નમસ્કારની પ્રાપ્તિ થાય; જે તદ્દન અસંગત છે. એથી કરીને પૂર્વપક્ષી એવા લુપાકનું આ કથન અર્થ વગરનું છે. ટીકા : एतेन 'अ'कारप्रश्लेषादलिप्यै लेपरहिताय, ब्राम्यै जिनवाण्यै, नम इत्यादि तत्कल्पनापि परास्ता वाणीनमस्कारस्य नमः श्रुतदेवतायै' इत्यनेनैव गतार्थत्वात्, वक्रमार्गेण पुनरुक्तौ बीजाभावात्, 'बंभीए णं लिवीए अट्ठारसविहे लेखविहाणे पन्नत्ते' इति समवायप्रसिद्धं प्रकृतपदस्य मौलमर्थमुल्लंघ्य विपरीतार्थकरणे चोत्सूत्रप्ररूपणव्यसनं विना किमन्यत्कारणं धर्मशृगालस्येति वयं न जानीमः ।
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy