SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકા ઃ ‘अनंतसंसाराधिकाराभावादिह तद्दृष्टान्तानुक्ति:' इति तु प्रकृतग्रन्थस्य खण्डनं, न तु मंडनं, 'सा चायुक्ततरा दुरन्तानन्तसंसारहेतुः' इत्यवस्थितपाठपरित्यागेनैव तद्दृष्टान्ताऽध्याहारसंभवात्, तस्मादुक्तोपलक्षणव्याख्यानरीत्यैव प्रकृतोपनयसमर्थनं न्याय्यम् । ईदृशोत्सूत्रवचने स्वरूपतोऽनन्तसंसारहेतुत्ववचने चरमशरीरिक्रियमाणारंभेऽपि स्वरूपतो नरकहेतुत्ववचनवत् प्रक्रियाऽविरोधादिति सम्यग् विभावनीयम् । ટીકાર્ય ઃ अनंतसंसार વિભાવનીયમ્। ‘અનંતસંસારના અધિકારનો અભાવ હોવાથી=શ્રાવકને અનંતસંસારના અધિકારનો અભાવ હોવાથી, શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ચૂર્ણિમાં તેના દૃષ્ટાંતની અનુક્તિ છે—અનંતસંસારવાળા સાવઘાચાર્યાદિના દૃષ્ટાંતની અનુક્તિ છે,' એ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે છે તેનાથી વળી પ્રકૃત ગ્રંથનું ખંડન છે=પ્રકૃત એવા શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રનું ખંડન છે, પરંતુ મંડન નથી; કેમ કે ‘અને તે=વિપરીત પ્રરૂપણા અયુક્તતર દુરંત સંસારનો હેતુ છે.' એ પ્રકારના શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ચૂર્ણિના અવસ્થિત પાઠના પરિત્યાગથી જ તેના દૃષ્ટાંતના અધ્યાહારનો સંભવ છે=અનંત સંસારને કહેનારા સાવધાચાર્યાદિના દૃષ્ટાંતનો અધ્યાહાર જે પ્રકારે પૂર્વપક્ષી સ્વીકારે છે તે પ્રકારે સંભવ છે, (માટે પ્રકૃત ગ્રંથનું ખંડન છે. એમ સંબંધ છે.) ..... ૧ તે કારણથી=પર વડે જે કહેવાયું તે અસત્ છે (કેમ અસત્ છે ? તે અત્યાર સુધી સ્થાપન કર્યું.) તે કારણથી, ઉક્ત ઉપલક્ષણના વ્યાખ્યાનની રીતિથી જ=પૂર્વપક્ષીના કથન પૂર્વે જ ગ્રંથકારશ્રીએ મરીચિના દૃષ્ટાંતની સંગતિ બતાવતાં કહેલ કે દુરંત અનંતસંસારના કારણપણાથી ઉપલક્ષિત અયુક્તતરત્વના ઉપનયના અભિપ્રાયથી મરીચિના દૃષ્ટાંતની સંગતિ કરવી એ પ્રકારના ઉક્ત ઉપલક્ષણના વ્યાખ્યાનની રીતિથી જ, પ્રકૃત ઉપનયનાં સમર્થનનું=મરીચિના દૃષ્ટાંતના કથનનું સમર્થન ન્યાય્ય છે; કેમ કે આવા પ્રકારના ઉત્સૂત્રવચનના=શ્રાવકથી કે અન્ય કોઈથી થયેલા ઉત્સૂત્રવચનના, સ્વરૂપથી અનંતસંસારત્વના હેતુના કથનમાં પ્રક્રિયાનો અવિરોધ છે=ઉત્સૂત્રભાષણને અનંતસંસારનું કારણ સ્વીકારનાર પ્રક્રિયાનો અવિરોધ છે. કોની જેમ પ્રક્રિયાનો અવિરોધ છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે इत्थं च — ચરમ શરીરીથી કરાતા આરંભમાં પણ સ્વરૂપથી નરક હેતુત્વના વચનની જેમ પ્રક્રિયાનો અવિરોધ છે એ પ્રમાણે=‘તવસત્'થી માંડીને ગ્રંથકારશ્રીએ ખુલાસો કર્યો એ પ્રમાણે, સમ્યગ્ વિભાવન કરવું જોઈએ. ટીકાઃ
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy