SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ૭૫ વળી, અહીં કોઈક કહે છે કે ‘અશુભ અનુબંધપૂર્વક કરેલો ધર્મ શબલ થાય છે' ઇત્યાદિ વચનો શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. ‘શબલપણું એ મિશ્રપણું છે' તે વચનાનુસાર મરીચિનું પણ ઉત્સૂત્રમિશ્ર થઈ શકે છે; કેમ કે મરીચિના વચનથી કુદર્શનની પ્રવૃત્તિ થવારૂપ અશુભાનુબંધની પ્રાપ્તિ છે. વળી કુદર્શનની પ્રવૃત્તિ સંસારવૃદ્ધિનો હેતુ છે તેમ આવશ્યકચૂર્ણિમાં કહેવાયું છે. માટે મરીચિને જે સંસારની વૃદ્ધિ થઈ તે કુદર્શનની પ્રવૃત્તિને કારણે થયેલી છે. તેથી મરીચિના વચનને ઉત્સૂત્રમિશ્ર સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે — આ પ્રકારનો કોઈકનો અભિપ્રાય અમાર્ગાનુસારી છે; કેમ કે મરીચિના વચનથી થયેલી કુદર્શનની પ્રવૃત્તિથી તેને ઉત્સૂત્ર કહેવામાં આવે તો મરીચિનું વચન સ્વરૂપથી ઉત્સૂત્ર નથી તેવો અર્થ પ્રાપ્ત થાય. વસ્તુતઃ જે વચન સ્વરૂપથી જ સૂત્રની વિરુદ્ધ બોલાયેલું હોય તે વચન બોલતી વખતે ચિત્તમાં સૂત્ર પ્રત્યેનો અનાદર ભાવ અને સૂત્ર વિરુદ્ધ બોલવાનો ઉત્કટભાવ વર્તે છે, જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. આવું ન સ્વીકારીએ તો ભગવાનની દેશનાથી પણ એકાંતવાદીઓ પોતાના મતની પુષ્ટિ કરે છે, તેથી ભગવાનના વચનને પણ શબલ સ્વીકારવાની આપત્તિ આવે. અહીં વિશેષ એ છે કે કોઈ સાધુ સંયમ પાળતા હોય અને સંયમ સેવનથી તેમના આત્મામાં ધર્મ નિષ્પન્ન થતો હોય અર્થાત્ મોક્ષને અનુકૂળ એવા તત્ત્વજ્ઞાનના સંસ્કાર પડતા હોય, તે વખતે પણ તે મહાત્મા વારંવાર પ્રમાદ સેવતા હોય તો ધર્મસેવનકાળમાં વચ-વચમાં પ્રમાદના સંસ્કારો પણ પડે છે, તેથી તેમનો ચારિત્રધર્મ શબલ છે તેમ કહેવાય છે અર્થાત્ તેમનું સંયમ કાબરચીતરું તેમ કહેવાય છે. અર્થાત્ તે વખતે તે મહાત્માના ઉપયોગકાળમાં જે ચારિત્રના સંસ્કારો પડ્યા તે ધર્મરૂપ હતા અને પ્રમાદના સંસ્કારો પડ્યા તે અતિચારરૂપ હતા. તે બે સંસ્કારો એક કાળમાં નથી, પરંતુ ભિન્ન કાળમાં છે; કેમ કે પ્રમાદકાળમાં ચારિત્રના સંસ્કાર પડતા નથી પરંતુ પ્રમાદના જ સંસ્કાર પડે છે અને જે વખતે મહાત્મા સ્વશક્તિ અનુસાર જિનવચનથી નિયંત્રિત ચારિત્રનું સેવન કરે છે તે વખતે તત્ત્વસંવેદનના સંસ્કાર પડે છે. તે મહાત્માનું દીર્ઘકાળનું ચારિત્ર ગ્રહણ કરીને વ્યવહારનયથી તે ચારિત્રને શબલ સ્વીકા૨વામાં આવે છે. આમ છતાં જો તે મહાત્મા પોતાના ચારિત્રના લાગેલા અતિચારોને સ્મરણમાં રાખીને સદા તેની શુદ્ધિ માટે જિનવચનાનુસાર યત્ન કરતા હોય તો શુદ્ધ થયેલું તેમનું ચારિત્ર શબલ નથી તેમ કહેવાય છે. કોઈક રીતે પ્રમાદને વશ અતિચારની શુદ્ધિ ન કરે તો તે શબલચારિત્ર હોવાથી તે મહાત્મા ચારિત્રના વિરાધક પણ કહેવાય છે. આ રીતે વિરાધિત ચારિત્રવાળા સાધુ ઉત્કૃષ્ટથી પહેલા દેવલોક સુધી જાય છે અન્યથા વ્યંતર-ભવનપતિમાં પણ જાય છે, આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે. આમ છતાં પૂર્વપક્ષીએ મરીચિના વચનથી થતી બાહ્ય કુદર્શનની પ્રવૃત્તિને ગ્રહણ કરીને મરીચિનું વચન અશુભઅનુબંધવાળું છે, તેમ કહેલ છે. તે ઉચિત નથી; કેમ કે શબલચારિત્રમાં તો અતિચા૨ સેવનાર મહાત્માના પ્રમાદના સંસ્કારોને કા૨ણે ઘણા ભવો સુધી તે પ્રમાદના સંસ્કારો પ્રવાહરૂપે આવે છે તે અપેક્ષાએ અશુભાનુબંધવાળું કહેલ છે. અશુભાનુબંધના સંસ્કારો
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy