SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શપ ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૩૭ થતા નથી. તે પ્રમાણે-અનાભોગથી કે પ્રજ્ઞાપના દોષથી વિપરીત શ્રદ્ધાવાળા હોવા છતાં પણ સમ્યક્વાદિ ગુણનો ભંગ નથી તે પ્રમાણે, ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં કહેવાયું છે – “સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ એવા પ્રવચનની=સર્વજ્ઞ વડે કહેવાયેલા પ્રવચનની, શ્રદ્ધા કરે છે. અજાણતાં કે ગુરુના નિયોગથી અસદ્ભાવની શ્રદ્ધા કરે છે.” “ત' શબ્દ ઉત્તરાધ્યયનનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિ છે. બુદ્ધિમત્વ હોતે છતે તેઓ વ્રતપરિણામના ફલને અવિકલ પ્રાપ્ત જ કરે છે.” અને જે પ્રમાણે સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકની અવાત્તર પરિણતિઓના તારતમ્યમાં પણ= સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ગુણસ્થાનકની અવાસ્તર યોગમાર્ગની પરિણતિનું તારતમ્ય હોવા છતાં પણ બુદ્ધિમત્તરૂપ સામાન્યના ફલનો અભેદ છે. તે પ્રમાણે માર્થાનુસારી મિથ્યાદષ્ટિઓના મિથ્યાત્વ ગુણસ્થાનકની અવાત્તર પરિણતિઓનું તારતમ્ય હોવા છતાં પણ બુદ્ધિમત્વ સામાન્યતા ફલનો અભેદ છે. આથી જ=માર્ગાનુસારી મિથ્યાષ્ટિમાં મિથ્યાત્વ ગુણસ્થાનકની તરતમતામાં પણ બુદ્ધિમત્ત્વ સામાન્ય ફલનો અભેદ છે આથી જ, “અપુનબંધકાદિને આદિથી જ માંડીને અનાભોગથી પણ સદંધન્યાયથી માર્ગગમત જ છે. એ પ્રમાણે અધ્યાત્મના ચિંતકો કહે છે. વળી, મિથ્યાષ્ટિઓને સકામનિર્જરાનો સંભવ હોતે છતે સમ્યગ્દષ્ટિનો અને મિથ્યાદષ્ટિનો અવિશેષતો પ્રસંગ છે=બંનેને તુલ્ય માનવાનો પ્રસંગ આવશે. એ પ્રકારે કોઈક વડે જે કહેવાય છે તે અસત્ છે; કેમ કે આમ હોતે છતે સમ્યગ્દષ્ટિની જેમ મિથ્યાષ્ટિને પણ સકામનિર્જરા હોવાના કારણે, બેને તુલ્ય સ્વીકાર્યું છતે મિથ્યાદૃષ્ટિથી માંડીને સયોગી કેવલી પર્યત શુકલ લેથાવત્વ હોવાને કારણે અવિશેષનો પ્રસંગ છે–મિથ્યાદષ્ટિથી માંડીને સયોગી કેવલી સુધીના બધાને સમાન માનવાનો પ્રસંગ છે, અવાસ્તર વિશેષ હોવાથી–મિથ્યાત્વથી માંડીને સયોગી કેવલી સુધી શુલ લેયાનો અવાંતરભેદ હોવાથી, તેનો અવિશેષ નથી મિથ્યાષ્ટિથી માંડીને સયોગી કેવલીમાં શુક્લલશ્યાનો અવિશેષ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તે આ અવાસર ભેદ, પ્રકૃતિમાં પણ=મિથ્યાષ્ટિની અને સમ્યગ્દષ્ટિની સકામનિર્જરામાં પણ, સમાન છે; કેમ કે સમ્યગ્દષ્ટિની નિર્જરાની અપેક્ષાએ મિથ્યાષ્ટિની નિર્જરામાં અલ્પત્વનો અભ્યપગમ છે, એ પ્રમાણે યથાશાસ્ત્રકશાસ્ત્રવચનાનુસાર ભાવન કરવું જોઈએ. કા ભાવાર્થ : વળી, કેટલાક કહે છે કે મિથ્યાદૃષ્ટિ જીવોની દરેક પ્રવૃત્તિ અકામનિર્જરાનું કારણ હોવાથી તેઓની કોઈ પ્રવૃત્તિઓ અનુમોદનીય નથી. આમ કહીને અન્યદર્શનવાળા મિથ્યાદૃષ્ટિના ગુણો અનુમોદનીય નથી. એ પ્રકારે જે પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી; કેમ કે પ્રકૃતિભદ્રક એવા મિથ્યાદષ્ટિ જીવો પણ-મને કર્મક્ષય પ્રાપ્ત થાઓ.” એવી ઇચ્છાથી પોતાને યોગ્ય એવા શીલાદિમાં યત્ન કરે છે, તેથી સકામનિર્જરા થાય છે. ક્વચિત્ સાક્ષાત્ “કર્મક્ષય થાઓ' એ પ્રમાણે ઇચ્છા ન કરી હોય તોપણ સંસારનો અંત કરવાની ઇચ્છાથી સંસારના અંત કરવાના ઉપાયભૂત શીલાદિમાં યત્ન કરે તો સકામનિર્જરા થાય છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy