SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪ અનુષ્ઠાનનો ભગવાને નિષેધ કર્યો છે. માટે જિનપ્રતિમા આદિની પુષ્ય આદિથી થતી પૂજાનો ભગવાને નિષેધ કર્યો છે અને જિનાલય નિર્માણનો ભગવાને નિષેધ કર્યો છે. તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે – સાધુ વિહાર કરે છે, આહાર વાપરે છે, નિહાર કરે છે, નદી ઊતરે છે, પ્રતિક્રમણ કરે છે, પ્રતિલેખના કરે છે, ઉપાશ્રયનું પ્રમાર્જન કરે છે, તે સર્વ ક્રિયામાં આરંભનો અવિનાભાવ છે. તેથી જો આરંભ હોવાને કારણે જિનાલયનિર્માણ પ્રતિષિદ્ધ હોય તો સાધુને આ સર્વ ક્રિયાનો પણ પ્રતિષેધ પ્રાપ્ત થાય. અહીં લંપાક કહે કે ભગવાને કહેલી ક્રિયામાં આરંભનો સંભવ નથી, તેને પૂર્વપક્ષી કહે છે – તેમ સ્વીકારવામાં પ્રત્યક્ષ બાધ છે; કેમ કે નદી ઊતરવામાં છ કાયની વિરાધનાનો સંભવ છે; કેમ કે જ્યાં જલ હોય છે ત્યાં વનસ્પતિ હોય છે, એ પ્રમાણે આગમનું વચન છે. વળી પ્રતિક્રમણ-પડિલેહણ આદિ ક્રિયાઓમાં વાયુકાય આદિ જીવોનો આરંભ આગમસિદ્ધ છે. વળી કાય આદિની ચેષ્ટાની ક્રિયામાં આરંભ આદિનો અવશ્યભાવ છે. આ પ્રકારે કહીને પૂર્વપક્ષી લુપાકના મતનું નિરાકરણ કરે છે તેનાથી સિદ્ધ થાય છે કે જિનકલ્પી આદિની આહાર-વિહાર આદિની ક્રિયાથી પણ આભોગપૂર્વકની હિંસા થાય છે એ કથન પૂર્વપક્ષીને સંમત છે. તેથી તેના વચનાનુસાર જ અપવાદપદના અનધિકારી જિનકલ્પીઓને જીવો જાણીને વિરાધનાની પ્રવૃત્તિ છે, છતાં સંયમના પરિણામથી આહાર આદિની પ્રવૃત્તિ કરતા હોવાથી અસંયમના પરિણામની પ્રાપ્તિ નથી તેમ કેવલીને પણ આભોગપૂર્વકની હિંસાની પ્રાપ્તિ હોવા છતાં અસંયમની પ્રાપ્તિ નથી એમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ટીકા - किञ्च - अपवादे आभोगपूर्विकायामपि जीवविराधनायां सम्यक्त्वनाशादिदूषणं यत्त्वया नोच्यते, तत्र किं म्रियमाणानां जीवानां प्राणत्यागाभावः, सद्गतिर्वा कारणं? द्वयमप्यागमबाधितमित्याशयशुद्धत्वमेव तत्र कारणं वाच्यं, इत्यशक्यपरिहारजीवविराधनायामप्याशयशुद्धत्वादेव दोषाभावोऽस्तु किमनाभोगप्रपञ्चेन? अत एव जीवघनेऽपि लोके द्रव्यहिंसाया भावहिंसायां शब्दादीनां रताविवानैकान्तिककारणत्वात् जीवरक्षाविषयकप्रयत्नेनैव साधोरन्तस्तत्त्वशुद्धेरदुष्टत्वं विशेषावश्यके उपपादितं नत्वनाभोगेनैव, तथा च तद्ग्रन्थः - "एवमहिंसाऽभावो जीवघणंति ण य तं जओभिहियं । सत्थोवहयमजीवं ण य जीवघणंति तो हिंसा ।।१७६२ ।। नन्वेवं सति लोकस्यातीवपृथिव्यादिजीवघनत्वादहिंसाऽभावः, संयतैरप्यहिंसाव्रतमित्थं निर्वाहयितुमशक्यमिति भावः, तदेतन्न, यतोऽनन्तरमेवाभिहितमस्माभिः शस्त्रोपहतं पृथिव्यादिकमजीवं भवति तदजीवत्वे चाकृताकारितादिपरिभोगेन निर्वहत्येव यतीनां संयमः न च 'जीवघनो लोकः' इत्येतावन्मात्रेणैव हिंसा संभवतीति ।।१७६२।। आह ननु जीवाकुले लोकेऽवश्यमेव जीवघातः संभवी, जीवांश्च घ्नन् कथं हिंसको न स्याद् ? इत्याह -
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy