SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪ પૃથ્વીકાય આદિ વિરાધનામાં પણ પૃથર્ જ પ્રાયશ્ચિત્ત પ્રતિપાદન કરાયું છે. એથી આ=પૂર્વપક્ષી કહે છે કે પૃથ્વીકાય આદિ જીવોની વિરાધના અનાભોગથી જ થાય એ અર્થ વગરનું છે. આવા દ્વારા=પૃથ્વી આદિ વિરાધનામાં આવ્યોગ-અનાભોગ ઉભયની પ્રાપ્તિ છે એમ પૂર્વમાં કહ્યું એના દ્વારા, “અપવાદ વગર જાણીને જીવઘાતક જો અસંયત ન થાય તો અસંયતત્વ ઉચ્છિન્ન સંકથાવાળું થાય.” ઈત્યાદિ પર વડે જે કહેવાયું તે અપાત છે; કેમ કે અપવાદ વગર પણ સામાન્ય સાધુઓને અને અપવાદપદના અધિકારી એવા ઉત્કૃષ્ટ ચારિત્રવાળા પ્રતિમાપ્રતિપન્ન જિનકલ્પિકાદિઓને નદીના ઉત્તાર આદિમાં આભોગપૂર્વક જીવવિરાધનાનું સાધિતપણું છે અને જિનકલ્પિક આદિવે પણ નદી ઉત્તાર “જ્યાં સૂર્યાસ્ત થાય ઈત્યાદિ પ્રવચનોમાં દિવસના તૃતીય પોરિસીના અતિક્રમમાં નદી આદિ ઊતરતા તેઓ=જિનલ્પીઓ, જલથી પગમાત્ર પણ બહાર નિક્ષેપ કરતા નથી. પરંતુ ત્યાં જ રહે છે.” ઈત્યાદિ ભણનથી ઈત્યાદિ કથનથી, પ્રતીત જ છે=જિતકલ્પીઓને નદી ઊતરવાની ક્રિયા પ્રતીત જ છે. અને તે પણ નદી ઊતરવાની જિતકલ્પી આદિની ક્રિયા પણ, અપવાદિક છે એમ પૂર્વપક્ષી કહે તો ઓત્સર્ગિક એવી આહાર-વિહારાદિ ક્રિયાઓમાં યોગથી ઉત્પન્ન થયેલી જીવવિરાધનાથી જિનકલ્પી આદિ સાધુઓને અસંયતત્વની પ્રસક્તિનું વ્રજપિપણું છે; કેમ કે તેના જીવ-વિરાધનાના, યોગ સાથે અવશ્યભાવિત્વનો પ્રવચનથી જ નિશ્ચય છે અને પર વડે પણ=પૂર્વપક્ષી વડે પણ, આકજિતકલ્પી આદિના યોગ સાથે જીવવિરાધનાનું અવશ્યભાવિપણું છે એ, અંગીકૃત છે. જે કારણથી તેના વડે પૂર્વપક્ષી વડે કહેવાયું છે – જે અનુષ્ઠાનમાં આરંભ છે તે જિનો વડે પ્રતિષિદ્ધ જ છે” અથવા “જિનઉપદિષ્ટક્રિયામાં આરંભ થતો નથી જ એ પ્રકારે લુપકીય પક્ષદ્વયતા દૂષણ માટે પ્રત્યાંતરમાં પૂર્વપક્ષી વડે કહેવાયું છે. શું પૂર્વપક્ષી વડે કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે – આદ્યપક્ષમાં=જે અનુષ્ઠાનમાં આરંભ છે તે જિનો વડે પ્રતિષિદ્ધ જ છે એ પ્રમાણે પ્રથમ પક્ષમાં, સાધુઓને પ્રવચનપ્રસિદ્ધ એવી વિહાર, આહાર, વિહાર, નદી ઉત્તાર, પ્રતિક્રમણ, પ્રતિલેખના, ઉપાશ્રય પ્રમાર્જનાદિ ક્રિયાઓનો આરંભ સાથે અવિનાભાવિપણાનો પ્રતિષેધ સંપન્ન થયે છતે તને જ ગલપાદુકા છે=લુંપકને જ ગળે ફાંસો છે. બીજાપક્ષમાં=જિનોપદિષ્ટક્રિયામાં આરંભ થતો નથી એ પ્રકારના બીજા વિકલ્પમાં, અધ્યક્ષબાધા છે=પ્રત્યક્ષ બાધા છે; કેમ કે નદી ઉત્તરણાદિમાં છ કાયના જીવોની પણ વિરાધનાનો સંભવ છે. કેમ છે કાયના જીવોની વિરાધનાનો સંભવ છે ? એથી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષી લુપાકને કહે છે – ‘જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ છે એ પ્રમાણેનું આગમવચન છે. અને પ્રતિક્રમણ, પ્રતિલેખનાદિમાં વાયુ જીવાદિતા આરંભનું આગમ પ્રસિદ્ધપણું છે. કેમ પ્રતિક્રમણાદિમાં વાયુ જીવાદિની વિરાધના થાય છે ? તેમાં હેતુ કહે છે –
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy