SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ ત્યાં=મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યગતિને પામેલા જીવોમાં, એક પ્રથમ કુગુરુથી ઉપદિષ્ટ શાસ્ત્રાર્થ ભાવિતપણાને કારણે આભિગ્રહિકમિથ્યાત્વી દિગ્મોહ સમાન તત્વના વ્યામોહવાળો પૂર્વોક્ત મિથ્યાક્રિયામાં–ઉપદેશરત્નાકરમાં કહેવાયેલી મિથ્યાક્રિયામાં, મન, વચન, કાયા, ધનાદિના બલવાનપણાથી અત્યંત ઉપયુક્ત, વિષ્ણુપુરાણમાં કહેવાયેલા શતધનુકૃપાદિના દાંતથી વેદ-પુરાણાદિની યુક્તિઓથી થયેલા જિનધર્મના દ્વેષને કારણે અને સ્વજ્ઞાન-ક્રિયાના ગર્વને કારણે યક્ષ તુલ્ય સમ્યમ્ ગુરુને અને તેના ઉપદેશોને દૂરથી જ પરિહારાદિ દ્વારા અવગણના કરીને સર્વથી પહેલા ઈષ્ટપુર સમાન મોક્ષમાં જવા માટે ઉસ્થિત થયેલો પોતાના જ્ઞાન અને ક્રિયાના ગર્વાદિથી અવ્યદર્શનીના સંસર્ગથી અને આલાપથી જન્ય પ્રાયશ્ચિત્તના ભયથી માર્ગમાં મળેલા સમ્યફ પથિક સમાન જૈન મુનિને કે શ્રાવકોને સુમાર્ગ નહીં પૂછતો જેમ જેમ પ્રબલ પાદથી ત્વરિત ગતિ સમાન અનંત જીવ પિડાત્મક મૂળા, શેવાલાદિ ભોજન અને અગ્નિહોત્રાદિ મિથ્યા ક્રિયાઓ અત્યંત કરે છે તેમ તેમ તેનાથી ઉત્પન્ન થયેલ મહારંભ જીવઘાતાદિ પાપકર્મના વશથી અશ્વગ્રીવ રાજાના પુરોહિતાદિની જેમ ગાઢ-ગાઢતર-ગાઢતમ દુઃખમય કુમાનુષ્ય, તિર્યંચ, નરકાદિ કુગતિમાં પડેલો દુર્લભબોધિપણાથી અનંત ભવ અરણ્યમાં ચોરાશી લાખ જીવાયોનિમાં ભમતો શિવપુરથી અત્યંત દૂરવર્તી જ થાય છે, કેમ કે ફરી અનંત કાલે ત્યાં=મોક્ષમાર્ગમાં, આવનારો છે. “ક્રિયાવાદી નિયમા ભવિક, નિયમા શુક્લ પાક્ષિક સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ હોય, તે પુદ્ગલપરાવર્તના અંતમાં નિયમા સિદ્ધ થાય છે.” એ પ્રમાણે દશાશ્રુતસ્કંધની ચૂણિમાં ઉપાસક પ્રતિમાના અધિકારાદિના વચનથી ક્રિયારુચિપણા વડે અવશ્ય શિવગામીપણાથી યથાપ્રવૃત્તિકરણથી ઉત્તીર્ણ અપૂર્વકરણનો સૂર્યોદય થયે છતે પોતાને ભ્રાન્ત માનતો અકામનિર્જરાના યોગાદિથી કોઈક રીતે મનુષ્યભવને પામીને કર્મના ક્ષયોપશમના વશથી તત્વના અન્વેષણની શ્રદ્ધાવાળો મિશ્રાદિ ગુણસ્થાનકના યોગથી દૂર થયેલા દિગ્યોહ સમાન મિથ્યાત્વહેતુક એવા તત્વવ્યામોહવાળો કોઈ પણ રીતે યક્ષ જેવા સદ્ગુરુને પામીને તેના ઉપદેશના બહુમાનથી જાણેલા જ્ઞાનાદિ મોક્ષમાર્ગને તેના અનુગત સમ્યગું અનુષ્ઠાન દ્વારા સેવતો ઉત્કર્ષથી પુદ્ગલપરાવર્તમાં બીજા પાંચ મિત્રોથી પાછળ અનંત કાલે પોતાના ઈષ્ટપુર સમાન મોક્ષને પામે છે.” ‘નથી પૂર્વપક્ષી કહે છે – જોકે આ રીતે દશાશ્રુતસ્કંધચણિના અનુસારથી ક્રિયાવાદીનું સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિ અવ્યતરપણું ઉત્કર્ષથી પુદ્ગલપરાવર્તની અંદર સંસારપણું હોવાથી શુક્લપાક્ષિકપણું નિયમથી પ્રાપ્ત થાય છે અને અક્રિયાવાદીનું નિયમથી મિથ્યાષ્ટિપણું અને કૃષ્ણપાક્ષિકપણું નિયમથી પ્રાપ્ત થાય છે, તોપણ અહીં=સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિતા કૃષ્ણપાક્ષિકપણા-શુક્લપાણિકપણાના નિયમમાં, નિશ્ચય કરવો શક્ય નથી; કેમ કે અન્યત્ર=અન્ય ગ્રંથમાં, અપાઈપુદ્ગલપરાવર્તથી અધિક સંસારનું જ કૃષ્ણપાક્ષિકત્વનું વચન પ્રતિપાદન છે. તે કહેવાયું છે – જેઓને અર્ધ પગલપરાવર્ત સંસાર છે, તે શુક્લ પાક્ષિક છે. અધિક વળી કૃષણપાક્ષિક છે.” (શ્રાવકપ્રજ્ઞપ્તિ) “જેઓનો અપાર્ધપગલપરાવર્ત જ સંસાર શેષ છે, તેનાથી ઊર્ધ્વ સિદ્ધ થશે, તે ક્ષીણપ્રાય સંસારવાળા શુક્લપાક્ષિક છે. “તું” શબ્દ વિશેષણ અર્થમાં છે. પ્રાપ્ત સમ્યગ્દર્શનવાળા કે અપ્રાપ્ત સમ્યગ્દર્શનવાળા શુક્લપાક્ષિકો હોય છે. એ પ્રકારે ‘ખલું' શબ્દ વિશેષ બતાવે છે. વળી, અપાઈપુદ્ગલપરાવર્ત સંસારથી અધિક સંસાર હોતે જીતે કૃષ્ણપાક્ષિક ક્રૂર કર્મવાળા હોય છે.” ઈત્યાદિ શ્રાવકપ્રજ્ઞાતિની વૃત્તિમાં કહેવાયું છે. યોગબિંદુની વૃત્તિમાં પણ કહેવાયું છે –
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy