SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ અંગભૂત, એવા વ્યવહારથી અપવાદપદ આદિ પ્રત્યયવાળી હિંસાના પણ નિમિતપણામાં બાધકનો અભાવ છે. કેમ હિંસા નિર્જરા પ્રત્યે હેતુ છે ? તેમાં હેતુ કહે છે – ‘જે આશ્રવો છે તે પરિશ્રવો છે=જે આશ્રવરૂપ છે તે સંવરો છે ) ઈત્યાદિ વચનનું પ્રમાણપણું છે. અને નિમિત્તકારણના ઉત્કર્ષ-અપકર્ષો કાર્યના ઉત્કર્ષ-અપકર્ષના પ્રયોજક નથી એથી નિર્જરાના ઉત્કર્ષ માટે તેવા પ્રકારના હિંસાના ઉત્કર્ષના આશ્રયણતી આપત્તિ નથી નિર્જરાના કારણભૂત હિંસાના ઉત્કર્ષના આશ્રયણની આપત્તિ નથી. અને જે “ના નયના' ઈત્યાદિ વચન પુરુષકારથી વર્જનાભિપ્રાય વડે અનાભોગજન્ય અશક્યપરિહાર રૂપ હિંસાનું પ્રતિબંધક અભાવપણાથી કારણત્વનું કથન છે તે વળી તેની વૃત્તિના અર્થતા અનાભોગથી વિજૈભિત છે ‘ના નવમાતા' એ પ્રકારના ઓઘનિર્યુક્તિની ટીકાના અર્થતા અજ્ઞાતથી વિજૈભિત છે; કેમ કે ત્યાં ઓઘનિર્યુક્તિની ટીકામાં, અપવાદપદ પ્રત્યે જ હિંસાનું વ્યાખ્યાન છે. તે આ પ્રમાણે – “યતમાન સૂત્રોક્તવિધિસમગ્ર=સૂત્રોક્તવિધિપરિપાલનથી પૂર્ણને, અધ્યાત્મવિશોધિયુક્ત=રાગ-દ્વેષ રહિતને, જે વિરાધના થાય અપવાદપદ પ્રત્યયવાળી વિરાધના થાય, તે નિર્જરા ફળવાળી છે. આ કહેવાયેલું થાય છે – કારણવશથી યતના વડે અપવાદપદને આસેવન કરતા એવા કૃતયોગી ગીતાર્થની જે વિરાધના છે તે સિદ્ધિફ્લવાળી છે એ પ્રમાણે પિંડલિથુક્તિની વૃત્તિમાં છે. અને આકવિરાધના, અનાભોગજન્ય નથી કે વર્જત અભિપ્રાયવાળી નથી, પરંતુ જ્ઞાનપૂર્વકપણાથી, ઋજુસૂત્રનયના મતથી વિલક્ષણ જ છતી=બંધના કારણભૂત હિંસા કરતાં વિલક્ષણ જ એવી હિંસા છતી, અને વ્યવહારનય મતથી વિલક્ષણ કારણ સહકૃત છતી=વિલક્ષણ કારણોથી યુક્ત એવી હિંસા છતી, બંધનો હેતુ પણ નિર્જરાનો હેતુ થાય છે. જેમ ઘટતું કારણ એવો દંડ ઘટભંગના અભિપ્રાયથી ગ્રહણ કરાયેલો ઘટબંગમાં હેતુ થાય છે. આથી જ આ=અપવાદપદ પ્રત્યયવાળી હિંસા, અનુબંધથી અહિંસા રૂપ છતી એદંપર્યાયઅર્થની અપેક્ષાથી સર્વ જીવોને હણવા જોઈએ નહીં એ પ્રકારના વિધાર્થ લેશને પણ સ્પર્શતી નથી; કેમ કે અહીં સર્વજીવોની હિંસા કરવી જોઈએ નહીં એ વચનમાં, અવિધિહિંસાનો જ નિષેધ છે. વળી, વિધિપૂર્વક સ્વરૂપહિંસાનું સદનુષ્ઠાન અંતભૂતપણાને કારણે પરમાર્થથી મોક્ષફલપણું છે. ભાવાર્થ વળી પૂર્વપક્ષી કેવલીના યોગથી હિંસાનો સંભવ નથી તે સ્થાપન કરવા અર્થે જે કલ્પના કરે છે તે અસતું છે, એમ ટીકામાં અન્વય છે. પૂર્વપક્ષી શું કલ્પના કરે છે ? તે બતાવતાં કહે છે – જીવઘાતના વર્જનના અભિપ્રાયવાળા, યતનાપૂર્વક પ્રવર્તતા છબસ્થ સંયતોને અનાભોગજન્ય અશક્યપરિહારથી થતો જીવઘાત કે અનૃતભાષણ આદિ સંયમના પરિણામના નાશના હેતુ થતા નથી. કેમ સંયમનાશના પરિણામના હેતુ થતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy