SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ इति न किञ्चिदेतत् ततो यतनां कुर्वतामशक्यपरिहारा हिंसा सूक्ष्मस्थूलजीवविषयकभेदेऽप्यशक्यपरिहारत्वेन समानैव, विषयभेदात्तभेदं तु व्यवहारेण न वारयामः, अत एवाऽब्रह्मसेवायामपि देशविरतस्य कृतसङ्कल्पमूलस्थूलजीवहिंसाप्रत्याख्यानाभङ्गान्न व्याधादिवढुष्टत्वम् । ટીકાર્ય : ચર્ચ તુટત્વમ્ અને જે તેનાથીઆભોગપૂર્વકની હિંસાથી, સંયમનું દુરારાધપણું નથી; કેમ કે તેનું સાધુની નદી ઊતરવાથી થતી વિરાધનાનું, કાદાચિત્કપણું છે અને આલંબનશુદ્ધપણું છે. અને જે પ્રમાણે કુંથુના ઉત્પત્તિમાત્રથી સાર્વદિક યતનાના હેતુ એવા આભોગતા દુર્લભપણાને કારણે સંયમને દુરારાધપણું છે. અને તે પ્રકારના ક્ષેત્ર-કાલાદિના વશથી સૂક્ષ્મ બીજ, હરિતાદિના પ્રાદુર્ભાવમાં પણ સાર્વદિક તેની યતનાની હેતુના આભોગતા દુર્લભપણાને કારણે સંયમનું દુરારાધપણું જ છે એ વળી દશવૈકાલિકસૂત્રના અધ્યયનવાળા પણ સૂક્ષ્મ અષ્ટકતા જાણતારા, પરિણત લોકોત્તરદયાના સ્વરૂપવાળા સાધુઓને પ્રતીત જ છે. સ્થાવર સૂક્ષ્મ ત્રણ વિષયક અનાભોગ કેવળજ્ઞાન વગર અપરિહાર્ય છે એ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે છે એ સૂક્ષ્મઅષ્ટક યતવારા વિધાનની અવ્યથા અનુપત્તિથી જ બાધિત છે. પરિણામની શુદ્ધિ માટે જ તે છે સૂક્ષ્મઅષ્ટકની યતનાનું વિધાન છે, પરંતુ તેના આભોગ માટે નથી આભોગપૂર્વકની હિંસા છે તે બતાવવા માટે નથી. એ પ્રમાણે તેના આભોગતા અપલાપમાં સાધુની હિંસામાં, આભોગતા અપલાપમાં સ્થૂલત્રસના આભોગના અભ્યપગમતો પણ ઉચ્છેદ થશે; કેમ કે ત્યાં પણ=ણૂલસના આભોગમાં પણ, આ રીતે કહેવું શક્યપણું છે=પરિણામશુદ્ધિ માટે છે એ પ્રમાણે કહેવા માટે શક્યપણું છે. ચેષ્ટા લિંગની અભિવ્યક્તિ હોવાથી સ્થૂલત્રસમો તો આભોગ અભિવ્યક્તિ જ છે એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – પૃથ્વી આદિ જીવોનો આભોગ પણ જીતવચનથી અભિહિત લિંગથી અથવા આજ્ઞા પ્રામાણ્યથી કેમ અભિવ્યક્ત નથી ? અર્થાત્ અભિવ્યક્ત જ છે. વ્યક્તિની ઇયતાથી=પૃથ્વીકાય આદિ જીવોની વિરાધનામાં પૃથ્વીકાય આદિની સંખ્યારૂપ વ્યક્તિની મર્યાદાથી કાંઈક સ્પંદન કરતા કુંથ તેના અનુકારી રજથી ત્રુટિjજમાં પણ અનાભોગ કહેવું શક્ય છે એથી આ પૂર્વપક્ષી કહે છે કે પૃથ્વીકાય આદિ જીવોની હિંસામાં સંખ્યાની મર્યાદાનું જ્ઞાન નહીં હોવાથી અનાભોગ છે એ યત્કિંચિત છે. તેથી=નદી આદિના જીવોની યતનાપરાયણ સાધુથી થતી હિંસામાં આવ્યોગ છે તેથી, યતના કરતા એવા પણ સાધુને અશક્યપરિહાર રૂપ હિંસા સૂક્ષ્મણૂલ જીવવિષયક ભેદમાં પણ અશક્યપરિહારપણાથી સમાન જ છે. વળી, વિષયના ભેદથી ત્રસ અને સ્થાવરરૂપ વિષયના ભેદથી તેના ભેદને વ્યવહારથી અમે વારતા નથી. આથી જ અબ્રહ્મસેવામાં પણ દેશવિરત શ્રાવકને કરાયેલા સંકલ્પમૂળ સ્થૂલ જીવહિંસાના પ્રત્યાખ્યાનનો અભંગ હોવાથી વ્યાપાદિની જેમ=શિકારી આદિની જેમ દુષ્ટપણું નથી.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy