SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ તીર્થકરોના દેવતાકૃત પ્રાકૃતિકના ઉપયોગરૂપ સ્વજીતકલ્પથી અતિરિક્ત સ્થલમાં, તીર્થકરની સાધુસમાનધર્મતા કહેવાઈ છે અને તે અશસ્ત્રઉપહત સચિત વસ્તુના અગ્રણથી ઉપપાદન કરાઈ છે. અને તે-અશસ્ત્રો પહત સચિત વસ્તુનું ભગવાન દ્વારા અગ્રહણ, અતિપ્રસંગ નિરાકરણના અભિપ્રાયથી છે શિષ્યો અશસ્ત્રો પહત સચિત્તવસ્તુ ગ્રહણ કરે એ પ્રકારના અતિપ્રસંગના નિરાકરણના અભિપ્રાયથી છે. અને તે અતિપ્રસંગ, શ્રુત અપ્રામાણ્યબુદ્ધિથી જ થાય, પરંતુ ભગવાન વડે પ્રતિસેવિત છે એ પ્રકારની છદ્મસ્થબુદ્ધિમાત્રથી તહીં; કેમ કે છઘસ્થ વડે ઉત્સર્ગથી પ્રતિષિદ્ધપણારૂપે જ્ઞાયમાન પણ ભગવાનના રાત્રિના વિહાર અને ઔષધાદિના ગ્રહણાદિની પ્રવૃત્તિનું શ્રવણ છે. અહીં પૂર્વપક્ષી કહે છે કે અપવાદથી અપ્રતિષિદ્ધત્વનું જ્ઞાન હોવાને કારણે ભગવાને રાત્રિમાં વિહાર કર્યો અને રોગશમનાર્થે ઔષધનું ગ્રહણ કર્યું તે પ્રવૃત્તિનું અપવાદથી અપ્રતિષિદ્ધત્વનું જ્ઞાન સાધુને થતું હોવાથી, તેના દર્શનમાંeભગવાને રાત્રે વિહાર કર્યો અને ઔષધ ગ્રહણ કર્યું તેના દર્શનમાં, છદ્મસ્થોને તે પ્રવૃત્તિ કરવાનો અતિપ્રસંગ નથી અને એ પ્રમાણે પૂર્વપક્ષી દ્વારા કહેવાય છતે અનાયાસથી જ ભગવાનની અપવાદ પ્રવૃત્તિ સિદ્ધ થઈ. તેથી ઉન્નત, નિખ દષ્ટાંતથી પ્રદર્શિત પરસ્પર પ્રતિયોગિક પ્રકર્ષઅપકર્ષશાલિ ગુણઉપહિત ક્રિયારૂપ ઉત્સર્ગ-અપવાદના અભાવમાં પણ સાધુસમાનધર્મતાનું વચન હોવાથી ભગવાનમાં સૂત્રોદિત ક્રિયાવિશેષરૂપ તે બેનું યથોચિતપણાથી સંભવ અવિરુદ્ધ છે=ઉત્સર્ગ-અપવાદનો સંભવ અવિરુદ્ધ છે, એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ. અને તે રીતે=ભગવાનમાં યથોચિત ઉત્સર્ગ-અપવાદ છે તે રીતે, ભગવાનની ધપકરણ વિષય અને અષણીયાદિ વિષય પ્રવૃત્તિનું સ્વરૂપથી અપવાદિકપણું હોવાને કારણે તારા મતે પૂર્વપક્ષીના મતે, આભોગથી= ઉપયોગપૂર્વક, પ્રતિષિદ્ધ વિષયક પ્રવૃત્તિના ઉપધાનના સેવનનું, યોગની અશુભતાનું નિયામકપણું હોવાથી તેનાથી અપવાદિક પ્રવૃત્તિથી, ભગવાનના યોગોને અશુભયોગત્વની આપત્તિ વ્રજલેપ જેવી જ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલીના યોગોથી અશક્ય પરિહારરૂપ હિંસા સ્વીકારવામાં આવે તો કેવલીને કેવલજ્ઞાનથી પોતાના યોગથી હિંસાનું જ્ઞાન હોવાના કારણે કેવલીને અશુભયોગની પ્રાપ્તિ થશે એમ પૂર્વપક્ષી કહે તો કેવલી અપવાદથી વસ્ત્રધારણ કરે છે ત્યાં પણ કેવલીને અશુભયોગની પ્રાપ્તિ થાય. ત્યાં પૂર્વપક્ષી કેવલીના વસ્ત્રધારણની ક્રિયા અપવાદથી નથી તે બતાવવા અર્થે કહે છે – અપવાદ સ્થવિરકલ્પનિયત છે તેથી કલ્પાતીત એવા ભગવાનને તેનો અભાવ છે. પૂર્વપક્ષીનો આશય એ છે કે જિનકલ્પવાળા મહાત્માઓ અપવાદનું સેવન કરતા નથી. સ્થવિરકલ્પવાળા જ અપવાદ સેવન કરે છે અને ભગવાન તો જિનકલ્પ અને સ્થવિરકલ્પ બંનેથી અતીત છે તેથી ભગવાનને અપવાદ સંભવે નહીં. માટે શ્રુતવ્યવહારના રક્ષણ માટે જ ભગવાન વસ્ત્ર ધારણ કરે છે, અપવાદથી વસ્ત્રધારણ કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy